Budget 2025: બજેટ ત્રણ મુખ્ય સ્તંભો પર ઉભું છે, મધ્યમવર્ગ માટે ફાયદાકારક: સુધાંશુ મહેતા
- આ બજેટ મહત્ત્વપૂર્ણ છે જે ત્રણ મુખ્ય સ્તંભો પર ઉભું છે
- પ્રથમ, તે મધ્યમ વર્ગની આવકમાં વધારો કરશે
- બીજું, તે 2025-26 માટે રાજકોષીય ખાધને નિયંત્રણમાં રાખશે
- ત્રીજું, તે માળખાગત વિકાસને વેગ આપશે
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ખજાનચી સુધાંશુ મહેતાએ બજેટ 2025-26 માટે જણાવ્યું કે, આ એક મહત્ત્વપૂર્ણ બજેટ છે જે ત્રણ મુખ્ય સ્તંભો પર ઉભું છે.
પ્રથમ, તે મધ્યમ વર્ગની આવકમાં વધારો કરશે, તેમજ ખર્ચ અને બચતમાં વધારો કરશે. બીજું, તે 2025-26 માટે રાજકોષીય ખાધને 4.4% પર નિયંત્રણમાં રાખશે, નાણાકીય સ્થિરતા સુનિશ્ચિત કરશે. ત્રીજું, તે માળખાગત વિકાસને વેગ આપે છે, જે લાંબા ગાળાના વિકાસ માટે જરૂરી છે. આ ત્રણ પાસાઓ ઔદ્યોગિક વિકાસને મજબૂત કરવા અને બજાર ભાગીદારી વધારવા માટે સાથે મળીને કામ કરે છે, સ્થિર અને સમાવિષ્ટ પ્રગતિ માટે એક દ્રષ્ટિકોણ બનાવે છે.
આજે દેશનું કેન્દ્રીય બજેટ રજૂ થયું છે. ભારતના નાણાંમંત્રી નિર્મલા સીતારમણે આજે સતત આઠમી વખત કેન્દ્રીય બજેટ (Union Budget 2025) રજૂ કર્યું. જેમાં અનેક બાબતોને આવરી લેવામાં આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આ બજેટમાં ખેડૂતો, કામદારો, વિદ્યાર્થીઓ અને યુવાનોને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. ટેક્સ માટે પણ સારો એવો સુધારો કરવામાં આવ્યો છે.
મધ્યમ વર્ગને શું ફાયદો થશે?
2025નું બજેટ રજૂ કરતા પહેલા જ નાણામંત્રી નિર્મલા સીતારમણે સંકેત આપ્યો હતો કે આ બજેટ સામાન્ય માણસ અને મધ્યમ વર્ગને સમર્પિત હશે. તેમણે પોતાની જાહેરાતો દ્વારા આ સંકેતોને સાકાર કર્યા અને મજૂર વર્ગ અને મધ્યમ વર્ગને આવકવેરામાં મોટી છૂટ આપીને રાહત આપી. TDS અને TCS ઘટાડવામાં આવશે, જેના કારણે તેમના હાથમાં વધુ પૈસા હશે. પગાર પર કાપવામાં આવતો TDS ઘટાડવામાં આવશે.
રાજકોષીય ખાધ
રાજકોષીય ખાધ (ફિસ્કલ ડેફિસિટ), જે કેન્દ્ર સરકારની કમાણી અને ખર્ચ વચ્ચેનો તફાવત છે. આયાત અને નિકાસ મારફત થતી કમાણી વચ્ચેનો તફાવત છે. જે દેશની આર્થિક સ્થિતિ દર્શાવે છે. આ બજેટ FY 2025-26 માટે રાજકોષીય ખાધને 4.4% પર નિયંત્રણમાં રાખે છે, નાણાકીય સ્થિરતા સુનિશ્ચિત કરે છે.
માળખાગત વિકાસને વેગ મળશે
નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2025 રજૂ કરતી વખતે પીએમ ગતિ શક્તિ પહેલ દ્વારા ભારતના માળખાગત વિકાસને વધારવા માટે મુખ્ય વિકાસની જાહેરાત કરી. તેમણે જણાવ્યું કે, સરકાર ખાનગી ક્ષેત્ર માટે પીએમ ગતિ શક્તિ ડેટા સુલભ બનાવશે, જેનાથી માળખાગત પ્રોજેક્ટ્સમાં સહયોગ અને કાર્યક્ષમતામાં સુધારો થવાના દરવાજા ખુલશે.
તેમણે કહ્યું, આ ત્રણ પાસાઓ ઔદ્યોગિક વિકાસને મજબૂત કરવા અને બજાર ભાગીદારી વધારવા માટે સાથે મળીને કામ કરે છે, સ્થિર અને સમાવિષ્ટ પ્રગતિ માટે એક દ્રષ્ટિકોણ બનાવે છે."
આ પણ વાંચો: Union Budget 2025: ‘ગરીબ, યુવા અને ખેડૂતોને ગતિ આપનારૂ બજેટ’ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રતિક્રિયા