Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Budget 2026 : બજેટમાં મહત્ત્વની જાહેરાતો વચ્ચે શેર બજારમાં જબરદસ્ત વધઘટ, જાણો માર્કેટનું વલણ

બજેટ દરમિયાન ભારતીય શેર માર્કેટમાં ભારે વધઘટ જોવા મળી રહી છે. જો કે, માર્કેટ વધુ ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યું છે. અત્યાર સુધી સેન્સેક્સમાં 1600 અંક સુધીનો કડાકો જોવા મળ્યો છે અને નિફ્ટીમાં 500 થી પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો છે. આ લખાય ત્યાં સુધીમાં 953.83 (1.16%) ગગડીને 81,612.54 જ્યારે નિફ્ટી 50 353.50 (1.39%) ઘટીને 25,065.40 પર ટ્રેન્ડ કરી રહ્યા છે.
budget 2026   બજેટમાં મહત્ત્વની જાહેરાતો વચ્ચે શેર બજારમાં જબરદસ્ત વધઘટ  જાણો માર્કેટનું વલણ
Advertisement
  1. આજે નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા સંસદમાં સતત 9 મું બજેટ રજૂ (Budget 2026)
  2. બજેટ દરમિયાન ભારતીય શેર માર્કેટમાં ભારે વધઘટ જોવા
  3. અત્યાર સુધી સેન્સેક્સમાં 1600 અંક સુધીનો કડાકો઼
  4. નિફ્ટીમાં 500 થી પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો
  5. સેન્સેક્સનાં 30 શેરોમાંથી 28 શેરનો લાલ નિશાનમાં ટ્રેડ

Budget 2026 : આજે નાણામંત્રી નિર્મલા સીતારમણ (Finance Minister Nirmala Sitharaman) દ્વારા સંસદમાં સતત 9 મું બજેટ રજૂ કરવામાં આવી રહ્યું છે. આ બજેટ એવા સમયે આવી રહ્યું છે જ્યારે વૈશ્વિક સ્તરે યુએસ ટેરિફ નીતિઓ અને ભૂ-રાજકીય અસ્થિરતાને કારણે અનિશ્ચિતતાનો માહોલ છે. જોકે, ભારતની સ્થાનિક માંગ અને મજબૂત આર્થિક પાયાને કારણે દુનિયાભરના રોકાણકારોની નજર અત્યારે ભારતના બજાર પર ટકેલી છે. બજેટ દરમિયાન ભારતીય શેર માર્કેટમાં (India Share Market) ભારે વધઘટ જોવા મળી રહી છે. જો કે, માર્કેટ વધુ ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યું છે. અત્યાર સુધી સેન્સેક્સમાં (Sensex) 1600 અંક સુધીનો કડાકો જોવા મળ્યો છે અને નિફ્ટીમાં (Nifty 50) 500 થી પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો છે. આ લખાય ત્યાં સુધીમાં 953.83 (1.16%) ગગડીને 81,612.54 જ્યારે નિફ્ટી 50 353.50 (1.39%) ઘટીને 25,065.40 પર ટ્રેન્ડ કરી રહ્યા છે.

Budget 2026 : સેન્સેક્સનાં 30 પૈકી 28 શેર લાલ નિશાનમાં

સેન્સેક્સનાં (Sensex) 30 શેરોમાંથી 28 શેર લાલ નિશાનમાં ટ્રેડ કરી રહ્યા છે જ્યારે, માત્ર 2 શેર વધ્યા છે. BEL, SBI અને NTPC ના શેર 4% સુધી ઘટ્યા છે. સન ફાર્મા, TCS અને કોટક મહિન્દ્રાને બાદ કરતાં, બાકીના બધા શેર લગભગ 8% ઘટ્યા છે. જ્યારે ઓટો, ફાર્માસ્યુટિકલ, એફએમસીજી અને બેંકિંગ સહિત તમામ ક્ષેત્રોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. પીએસયુ બેંકો જેવા ક્ષેત્રો પણ દબાણ હેઠળ છે. નિફ્ટીના તમામ સેક્ટોરિયલ ઇન્ડેક્સમાં પણ ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, જેમાં જાહેર ક્ષેત્રનાં બેંક ક્ષેત્રમાં 4% નો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો. FMCG, IT, મીડિયા, ધાતુઓ, ફાર્મા, નાણાકીય સેવાઓ અને રિયલ્ટી સહિતના લગભગ તમામ ક્ષેત્રોમાં ઘટાડો થયો છે.

Advertisement

Budget 2026 : વિદેશી રોકાણકારો માટે ખાસ જાહેરાત

આજે બજેટમાં (Budget 2026) શેરબજાર અંગે ખાસ જાહેરાત કરવામાં આવી છે. પીઆઈઓને હવે ભારતીય બજારમાં રોકાણ કરવાની પરવાનગી આપવામાં આવી છે, એટલે કે વિદેશમાં રહેતા ભારતીય મૂળના વ્યક્તિઓ હવે ભારતીય બજારમાં રોકાણ કરી શકે છે. આ મહત્વપૂર્ણ જાહેરાતથી ભારતમાં વિદેશી રોકાણકારોનો ધસારો વધવાની અપેક્ષા છે.

Advertisement

આ પણ વાંચો - Union Budget 2026 Live Updates : કેન્સરની દવાઓ સહિત 17 દવાઓ પર કસ્ટમ ડ્યુટી માફ

STT 0.02% થી વધારીને 0.05% કરવામાં આવ્યો

નાણામંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) જાહેરાત કરી કે ફ્યુચર્સ પર સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT) 0.02% થી વધારીને 0.05% કરવામાં આવ્યો છે. આ જાહેરાત પછી તરત જ, શેરબજારમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો, ખાસ કરીને સ્ટોક એક્સચેન્જ અને બ્રોકરેજ કંપનીઓનાં શેરમાં 10% સુધીનો ઘટાડો થયો.

STT શું છે?

STT, અથવા સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ, શેરબજારમાં દરેક ખરીદી અથવા વેચાણ પર લાદવામાં આવતો સીધો કર છે. જો તમને નુકસાન થાય તો પણ તમારે આ કર ચૂકવવો પડશે. તે તમારા વ્યવહાર મૂલ્યમાંથી સીધો કાપવામાં આવે છે અને સ્ટોક એક્સચેન્જ તેને સરકારમાં જમા કરે છે.

આ પણ વાંચો - Union Budget 2026: લખપતિ દીદી બાદ હવે 'SHE માર્ટ'નો વારો! જાણો બજેટમાં નારી શક્તિ માટે શું છે ખાસ

Tags :
Advertisement

.

×