Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot માં બિલ્ડર એસો. ની વિશાળ મૌન રેલી, આવેદન પત્ર આપી સરકારને કરી આ માગ

800 જેટલી સાઈટ બંધ કરીને વિવિધ એસો.નાં બિલ્ડરો મૌન રેલીમાં જોડાયા હતા.
rajkot માં બિલ્ડર એસો  ની વિશાળ મૌન રેલી  આવેદન પત્ર આપી સરકારને કરી આ માગ
Advertisement
  1. Rajkot માં જંત્રીનાં ભાવ મુદ્દે બિલ્ડર એસોસિએશનની રેલી પૂર્ણ
  2. બિલ્ડર એસોસિએશને રેલી બાદ કલેક્ટરને આપ્યું આવેદન પત્ર
  3. જંત્રી ભાવનાં વિરોધમાં એસોસિએશને યોજી હતી મૌન રેલી

Rajkot : રાજ્ય સરકારનાં (Gujarat Government) જંત્રી દરમાં ભાવ વધારાનાં નિર્ણય સામે રાજકોટ બિલ્ડર એસોસિએશન (RBA) દ્વારા ઊગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે. જંત્રી ભાવનાં વિરોધમાં રાજકોટ બિલ્ડર એસો.એ આજે મૌન રેલીનું આયોજન કર્યું હતું અને કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપ્યું હતું. 800 જેટલી સાઈટ બંધ કરીને વિવિધ એસો.નાં બિલ્ડરો મૌન રેલીમાં જોડાયા હતા. આ રેલીમાં શ્રમિકો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

આ પણ વાંચો - Patan : ઉ. ગુજરાત યુનિ.ની હોસ્ટેલમાં દારૂની મહેફિલ માણતા આણંદનાં ખેલાડીઓ ઝડપાયા

Advertisement

બહુમાળી ભવનથી કલેક્ટર કચેરી સુધી બિલ્ડરો એસો.ની મૌન રેલી

રાજ્ય સરકાર દ્વારા જંત્રી દરમાં વધારાનાં નિર્ણય સામે બિલ્ડરો મેદાને આવ્યા છે. રાજકોટ બિલ્ડર એસોસિએશને ગુજરાત સરકારનાં આ નિર્ણય સામે ઊગ્ર વિરોધ નોંધાવ્યો છે. રાજકોટમાં (Rajkot) આજે બિલ્ડરો એસોસિએશને સરકારનાં આ નિર્ણય સામે રોષ દાખવવા બહુમાળી ભવનથી મૌન રેલી યોજી કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવ્યું હતું. બહુમાળી ચોક ખાતે સભા બાદ આ રેલીનું આયોજન કરાયું હતું. માહિતી અનુસાર, 800 જેટલી સાઈટ બંધ કરીને બિલ્ડરો આ મૌન રેલીમાં જોડાયા હતા. બાંધકામ અને રેવન્યુ એસો., એન્જિનિયર એસો., ડિઝાઇનર એસો. સહિત મોટી સંખ્યામાં શ્રમિકો આ રેલીમાં જોડાયા હતા.

Advertisement

આ પણ વાંચો - Bharuch : અંકલેશ્વર નજીક આમલાખાડી બ્રિજ પર ખાનગી અને ST બસ વચ્ચે અકસ્માત, 15 થી વધુ ઘવાયા

રાજ્ય સરકારે આ નિર્ણય પાછો ખેંચવો જોઇએ: બિલ્ડર એસો.

રાજકોટ બિલ્ડર એસોસિએશને (Rajkot Builders Association) કહ્યું કે, જંત્રીમાં વધારો (Jantri Rate) તે અસહ્ય છે. રાજ્ય સરકારે આ નિર્ણય પાછો ખેંચવો જોઇએ. એસો.એ કહ્યું કે, અમારી માગ છે કે 2 મહિનાનો સમય ઓછો છે, 90 દિવસનો સમય જોઇશે. ઓનલાઇન વાંધા માટેની સમય મર્યાદામાં પણ વધારો કરવો જોઇએ. રાજકોટ બિલ્ડર એસોસિએશને (RBA) આગળ કહ્યું કે, અમે ઘણી બધી રજૂઆત કોર્પોરેશનમાં (RMC) કરી છે, રજૂઆત બાદ પણ કોઇ નક્કર પરિણામ મળ્યું નથી. મનપામાં કોઈ જવાબદારી લેવા તૈયાર નથી.

આ પણ વાંચો - Junagadh : જેતપુર-સોમનાથ હાઈવે પર બે કાર ધડાકાભેર અથડાઈ, કુલ 7 નાં મોત

Tags :
Advertisement

.

×