ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Junagadh માં ફરી વળ્યું બુલડોઝર : ગાંધીગ્રામમાં 8 જગ્યાઓ પર ડીમોલિશન, આગામી દિવસોમાં વધુ એક્શન

Junagadh માં તંત્રએ સરકારી જમીન ઉપર કરેલા દબાણને દૂર કરવા માટે કામગીરી હાથ ધરી છે. તંત્ર દ્વારા બૂલડોઝર એક્શન થકી જૂનાગઢમાં સરકારી જમીન ઉપર બનાવેલા આલિશાન મકાનોને જમીન દોસ્ત કરી દેવામાં આવ્યા છે. આ દરમિયાન પોલીસને સાથે રાખીને કડક બંધોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
10:21 PM Oct 11, 2025 IST | Mujahid Tunvar
Junagadh માં તંત્રએ સરકારી જમીન ઉપર કરેલા દબાણને દૂર કરવા માટે કામગીરી હાથ ધરી છે. તંત્ર દ્વારા બૂલડોઝર એક્શન થકી જૂનાગઢમાં સરકારી જમીન ઉપર બનાવેલા આલિશાન મકાનોને જમીન દોસ્ત કરી દેવામાં આવ્યા છે. આ દરમિયાન પોલીસને સાથે રાખીને કડક બંધોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

Junagadh : ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં સરકારી જમીનો પર ગેરકાયદેસર કબજો દૂર કરવા માટે તંત્રએ બુલડોઝર એક્શન હાથ ધરી હતી. ગાંધીગ્રામ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તંત્રે મોટી કાર્યવાહી હાથ ધરી, જેમાં ઘણા વર્ષોથી કબજા કરી બનાવેલા મકાનોને બુલડોઝરથી તોડી પાડવામાં આવ્યા હતા. આ ઝુંબેશ રાજ્ય સરકારના 'ગુજરાત જમીન મહેસુલ સુધારા વિધેયક 2025'ના આધારે ચલાવવામાં આવી રહી છે, જેમાં ગેરકાયદેસર કબજા ધરાવનારાઓને અગાઉ નોટિસ આપીને જમીન ખાલી કરવાની તક આપવામાં આવી હતી. આ કાર્યવાહીથી અંદાજે 2,400 વર્ગ મીટર જમીન મુક્ત કરવામાં આવી છે, જેની કિંમત ત્રણ કરોડ રૂપિયાથી વધુ થાય છે.

આઠ જગ્યાઓ પર ગેરકાયદેસર દબાણો દૂર કરાયા

મળતી માહિતી અનુસાર, ગાંધીગ્રામ વિસ્તારમાં સાતથી આઠ જગ્યાઓ પર ગેરકાયદેસર દબાણો આવ્યા હતા, જ્યાં વિવિધ વ્યક્તિઓએ સરકારી જમીન પર કબજો કરીને મકાનો બનાવ્યા હતા. આમાંથી કેટલાક મકાનો વર્ષો પહેલાંના છે, જેમાં રહેવાસીઓએ વિસ્તારને વિકસાવવાના નામે કબજો કર્યો હતો. જિલ્લા કલેક્ટર કાર્યાલય અને મહેસુલ વિભાગે તાજેતરમાં આવા કબજા ધરાવનારા આસામીઓને નોટિસ જારી કરી હતી, જેમાં જમીન તાત્કાલિક ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. નોટિસના અમલમાં ન આવતા આજે સવારથી જ કાર્યવાહી શરૂ થઈ જેમાં બુલડોઝર, જેસીબી અને અન્ય મશીનરીનો ઉપયોગ કરીને મકાનો તોડવામાં આવ્યા હતા. આ દરમિયાન કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે માટે પોલીસે વિસ્તારમાં ભારે સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી.

આ પણ વાંચો- તાલિબાનની પ્રેસ કોન્ફરન્સમાં મહિલા પત્રકારોના ‘પ્રવેશ પ્રતિબંધ’ પર લેખિકા તસ્લીમા નસરીએ આપી તીવ્ર પ્રતિક્રિયા

Junagadh : 2400 વર્ગ મીટર જમીન મુક્ત

જૂનાગઢ જિલ્લા કલેક્ટરે આ કાર્યવાહી પછી જણાવ્યું કે, "રાજ્ય સરકારની જમીન મહેસુલ સુધારા નીતિ હેઠળ આવી કાર્યવાહીઓ વધુ કડક બનશે. અમે અત્યાર સુધીમાં 2400 વર્ગ મીટર જમીન મુક્ત કરી છે, જેની કિંમત ત્રણ કરોડથી વધુ છે. આ જમીનો હવે જાહેર હિતના કાર્યો માટે વપરાશે, જેમ કે પાર્ક, રોડ વિસ્તારણ કે આવાસ યોજનાઓ." તેમણે વધુમાં કહ્યું કે, આવી ગેરકાયદેસર કબજા રોકવા માટે AnyROR પોર્ટલ જેવા ડિજિટલ ટૂલ્સનો ઉપયોગ વધારવામાં આવશે, જેથી જમીનના રેકોર્ડ વધુ પારદર્શી બનશે. આ કાર્યવાહીમાં મહેસુલ અધિકારીઓ, પોલીસ અને લોકલ એડમિનિસ્ટ્રેશનની ટીમો સામેલ હતી.

આ ઝુંબેશનો ભાગરૂપે જૂનાગઢ જિલ્લામાં અન્ય વિસ્તારોમાં પણ ગેરકાયદેસર કબજા સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં પણ આવી ડીમોલિશન કાર્યવાહીઓ ચાલુ રહેશે, જેમાં વધુ 50 જેટલા સ્થળો પર કાર્ય થવાનું છે. આ કાર્યવાહીથી સ્થાનિક રહેવાસીઓમાં મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી છે. કેટલાકે તંત્રની કડકતાની પ્રશંસા કરી જ્યારે કેટલાકે પુનર્વસનની માંગણી કરી છે.

આ પણ વાંચો - Filmfare Awards : ‘નો અગર નો મગર ફિલ્મફેર હોગા ઈન ગાંધીનગર : અનુ મલિક

Tags :
#AnyRORLandRecords#BulldozerActionJunagadh#GovernmentLandAcquisition#GujaratLandCampaign#JunagadhIllegalLand #GandhigramDemolition#LandRevenueReforms2025
Next Article