Bulletproof Coffee શું છે, તે વજન ઘટાડવામાં કેવી રીતે મદદ કરે છે?
- Bulletproof Coffee પીવાથી ભૂખ ઓછી લાગે છે
- Bulletproof Coffee ની અમુક લોકોને આડઅસર કરે છે
- શરીરમાં અમુક પોષક તત્વોની ઉણપ પેદા થાય છે
Bulletproof Coffee for weight loss : લોકો વજન માટે હંમેશા ચિંતા વ્યક્ત કરતા હોય છે. મોટાભાગે લોકો વજન ઘટાડવા માટે વિવિધ પ્રકારના હથકંડાઓ વાપરે છે. પરંતુ મોટાભાગે તેમને નિરાશા હાથ લાગે છે. ત્યારે એક એવું પીણું છે, જેને પીવાથી સરળતાથી વજનમાં ઘટાડો કરી શકાય છે. આ પીણું નામ Bulletproof Coffee છે. આજકાલ આ Bulletproof Coffee સૌથી વધુ ટ્રેન્ડમાં જોવા મળી રહી છે. લોકો Bulletproof Coffee પોતાના ડાયટ અથવા રૂટીનમાં વધુ પીવા લાગ્યા છે. Bulletproof Coffee પીવાથી સ્વાસ્થ્યમાં અનેલ લાભો થાય છે.
Bulletproof Coffee પીવાથી ભૂખ ઓછી લાગે છે
Bulletproof Coffee Fat બર્ન કરે છે. Bulletproof Coffee દ્વારા શરીરમાં કેટોનોસિસ પ્રક્રિયા શરૂ થાય છે. કારણ કે તે આપણી Fatને કેટોન્સમાં રૂપાંતરિત કરે છે. જ્યારે આપણે લાંબા સમય સુધી કાર્બોહાઇડ્રેટ્સ લેતા નથી અને ગ્લુકોઝનું સ્તર પણ નીચે જાય છે, ત્યારે Fat બર્ન થવા લાગે છે. આવી સ્થિતિમાં આ પ્રકારની કોફી Fat બર્ન કરવાની પ્રક્રિયાને વધારે છે. આ ઉપરાંત આ કોફી પીવાથી ભૂખ પણ ઓછી થાય છે અને આપણે વધુ પડતું ખાવાનું ટાળી શકીએ છીએ.
આ પણ વાંચો: Pollution થી થતા ફેફસાંના નુકસાને આ આયુર્વેદિક ટિપ્સથી બચાવી શકાય છે
Bulletproof Coffeeની અમુક લોકોને આડઅસર કરે છે
Bulletproof Coffee આપણને ઉર્જા આપવા સાથે ભૂખ પણ મટાડે છે. તમે માખણ અથવા Bulletproof Coffee માં માખણ ઉમેરીને યોગ્ય Fat મેળવી શકો છો. જો તેમાં MCT તેલ નાખવામાં આવે તો બેવડો ફાયદો થાય છે. MCT એટલે કે મધ્યમ સાંકળ ટ્રાઇગ્લિસરાઈડ્સ ઝડપથી શોષાય છે અને ઊર્જા મળે છે. આ રીતે Fat વધવાની પ્રક્રિયા ધીમી પડી જાય છે. આ રીતે કેટોનોસિસ પ્રક્રિયા વધે છે અને ભૂખ ઓછી લાગે છે.
શરીરમાં અમુક પોષક તત્વોની ઉણપ પેદા થાય છે
Bulletproof Coffeeની અમુક લોકોને આડઅસર પણ થાય છે. કારણ કે... અમુક લોકો Bulletproof Coffee ને પાણીની જેમ પીવા લાગે છે. તેના કારણે શરીરમાં અમુક પોષક તત્વોની ઉણપ પેદા થાય છે. જે બાદ માથાનો દુખાવો, નબળાઈ કે અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ થવા લાગે છે. તેમાં વધુ Fat હોય છે, તેથી જે લોકો Fat ઘટાડવા માંગતા હોય તેઓએ આવા પીણું ન પીવા જોઈએ.
આ પણ વાંચો: શૌચક્રિયા કરતા સમયે આ ભૂલ ના કરો, નહીંતર ગંભીર બીમારી ઘર કરશે