ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Andhra Pradesh: 35 મુસાફરોથી ભરેલી બસ ખીણમાં પડી, 9 લોકોના મોત

Andhra Pradesh: આંધ્રપ્રદેશના અલ્લુરી સીતારામ રાજુ જિલ્લામાં ઘાટ રોડ પર એક બસ અકસ્માતમાં ઓછામાં ઓછા નવ લોકોના મોત થયા છે અને 22 લોકો ઘાયલ થયા છે. અહેવાલો અનુસાર,ભદ્રાચલમ મંદિરના દર્શન કર્યા પછી લગભગ 35 લોકો અન્નવરમ જઈ રહ્યા હતા ત્યારે સવારે લગભગ 5:30 વાગ્યે બસે કાબુ ગુમાવ્યો અને ઊંડી ખીણમાં પડી ગઈ હતી.
09:25 AM Dec 12, 2025 IST | Sarita Dabhi
Andhra Pradesh: આંધ્રપ્રદેશના અલ્લુરી સીતારામ રાજુ જિલ્લામાં ઘાટ રોડ પર એક બસ અકસ્માતમાં ઓછામાં ઓછા નવ લોકોના મોત થયા છે અને 22 લોકો ઘાયલ થયા છે. અહેવાલો અનુસાર,ભદ્રાચલમ મંદિરના દર્શન કર્યા પછી લગભગ 35 લોકો અન્નવરમ જઈ રહ્યા હતા ત્યારે સવારે લગભગ 5:30 વાગ્યે બસે કાબુ ગુમાવ્યો અને ઊંડી ખીણમાં પડી ગઈ હતી.
Bus Accident in Andhra Pradesh-Gujarat first

Bus Accident in Andhra Pradesh: અરુણાચલ પ્રદેશમાં (Andhra Pradesh) બસ અકસ્માતમાં 21 લોકોના મોત બાદ, આંધ્રપ્રદેશમાં બસ અકસ્માતમાં નવ લોકોના મોત થયાના અહેવાલ છે.મુસાફરોને લઈ જતી બસ રસ્તા પરથી ઉતરી ગઈ અને ખીણમાં પડી ગઈ. એક રાહદારીએ પોલીસને જાણ કરી.ખીણમાંથી મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે, અને ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Andhra Pradesh માં 35 મુસાફરોથી ભરેલી બસ ખીણમાં પડી

આંધ્રપ્રદેશમાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે.જેમાં ચિત્તૂરમાં 35 મુસાફરોને લઈ જતી બસ ખીણમાં પડી ગઈ. અત્યાર સુધીમાં નવ લોકોના મોત થયાના અહેવાલ છે, જ્યારે ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એક રાહદારીએ અકસ્માત અંગે પોલીસને જાણ કરી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને જનતા સાથે મળીને બચાવ કામગીરી શરૂ કરી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે, અને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

બસમાં મોટાભાગે મહિલાઓ અને બાળકો હતા સવાર

ASR જિલ્લા કલેક્ટર દિનેશ કુમારે અકસ્માતની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે ચિન્ટુરુ અને ભદ્રાચલમ વચ્ચેના ઘાટ રોડ પર એક બસ રસ્તા પરથી ઉતરી ગઈ અને પલટી ગઈ. ઘાયલોને સારવાર માટે ભદ્રાચલમ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. મુસાફરો ભદ્રાચલમ યાત્રાથી પરત ફરી રહ્યા હતા ત્યારે વળાંક લેતી વખતે બસનું સંતુલન બગડ્યું અને તે રસ્તા પરથી બીજા રસ્તા પર ખીણમાં પડી ગઈ. આ બસમાં મોટાભાગના મુસાફરો મહિલાઓ અને બાળકો હતા.

આ પણ વાંચો: Myanmar Hospital Airstrike : જેટ ફાઇટરે હોસ્પિટલ પર બોમ્બ છોડ્યા, 34 લોકોના મોત

Tags :
AccidentAndhraPradeshBusAccidenGujarat First
Next Article