ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat : રાજ્યની બે વિધાનસભાની પેટા ચૂંટણી જાહેર, જાણો ક્યારે મતદાન યોજાશે

કડી અને વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીની તારીખો જાહેર કડી અને વિસાવદરની પેટાચૂંટણીમાં 19 જૂને યોજાશે મતદાન બન્ને બેઠકો પર 23 જૂને જાહેર થશે પરિણામ By-elections : ગુજરાત રાજ્યમાં બે બેઠકો પર પેટાચૂંટણીને લઇ મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં કડી...
10:12 AM May 25, 2025 IST | SANJAY
કડી અને વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીની તારીખો જાહેર કડી અને વિસાવદરની પેટાચૂંટણીમાં 19 જૂને યોજાશે મતદાન બન્ને બેઠકો પર 23 જૂને જાહેર થશે પરિણામ By-elections : ગુજરાત રાજ્યમાં બે બેઠકો પર પેટાચૂંટણીને લઇ મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં કડી...

By-elections : ગુજરાત રાજ્યમાં બે બેઠકો પર પેટાચૂંટણીને લઇ મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં કડી અને વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીની તારીખો જાહેર થઇ છે. કડી અને વિસાવદરની પેટાચૂંટણીમાં 19 જૂને મતદાન યોજાશે તેમજ બન્ને બેઠકો પર 23 જૂને પરિણામ જાહેર થશે. 26 મેથી ચૂંટણીફોર્મ ભરવાની શરૂઆત થશે. ચૂંટણી પંચ દ્વારા સમયસૂચકતા અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સુનિશ્ચિત કરવા તમામ તૈયારી કરવામાં આવી રહી છે.

ભૂપત ભાયાણીએ રાજીનામું આપતા અહીં પણ ફરી પેટાચૂંટણી યોજાવાની છે

ઉલ્લેખનીય છે કે, ભાજપના ધારાસભ્ય કરશન સોલંકીનું ફેબ્રુઆરીમાં અવસાન થતાં કડી વિધાનસભાની સીટ ખાલી પડી છે. તો વિસાવદરની સીટ પર આપમાંથી જીતેલા ભૂપત ભાયાણીએ રાજીનામું આપતા અહીં પણ ફરી પેટાચૂંટણી યોજાવાની છે. તેમજ કડી વિધાનસભા મતવિસ્તારમાં 376 નવા મતદારોનો વધારો થયો છે. આમાં 152 પુરુષ અને 224 મહિલા મતદારોનો સમાવેશ થાય છે.

કુલ મતદારોની સંખ્યા 2,89,746 થઈ છે. જેમાં 1,49,719 પુરુષ, 1,40,023 મહિલા અને 4 ત્રીજી જાતિના મતદારોનો સમાવેશ થાય છે. તો બીજી તરફ વિસાવદર વિધાનસભા મતવિસ્તારમાં 185 નવા મતદારો ઉમેરાયા છે. આમાં 24 પુરુષ, 160 મહિલા અને 1 ત્રીજી જાતિના મતદારનો સમાવેશ થાય છે. કુલ મતદારોની સંખ્યા 2,61,052 થઈ છે. જેમાં 1,35,597 પુરુષ, 1,25,451 મહિલા અને 4 ત્રીજી જાતિના મતદારો છે.

આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને નુકસાન કર્યું : પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ

18 એપ્રિલના રોજ ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકની અધ્યક્ષતામાં અમદાવાદના શાહીબાગ સર્કિટ હાઉસ ખાતે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, વિપક્ષના નેતા અમિત ચાવડા, પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, સિદ્ધાર્થ પટેલ, ભરતસિંહ સોલંકી, ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી, શૈલેષ પરમાર સહિતના નેતાઓની હાજરીમાં બેઠક મળી હતી. અહીં કોંગ્રેસે એકલા બન્ને વિધનસભા બેઠક પર એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે તો ત્યાં સુધી કહ્યું કે, આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને નુકસાન કર્યું છે.

આ પણ વાંચો : kapilsharma show : 'ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શર્મા શો' પાછો આવી રહ્યો છે, આ દિવસથી હાસ્યનો ડોઝ બમણો થઈ જશે

 

Tags :
AAPAssemblyBJPByelectionsCongress Gujarat todayGujaratGujarat FirstGujarat NewsGujarati NewsGujarati Top NewsKadiTop Gujarati NewsVisavadar
Next Article