ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

BZ Finance Scam ને લઈ CID ક્રાઇમના હાથે મહત્વના પુરાવા લાગ્યા

11 હજારમાંથી માત્ર 3500 લોકોના નાણાં જ ચૂકવવાના બાકી છે
06:39 PM Jan 10, 2025 IST | SANJAY
11 હજારમાંથી માત્ર 3500 લોકોના નાણાં જ ચૂકવવાના બાકી છે

Gujarat માં રૂપિયા 6 હજાર કરોડથી વધુના કૌભાંડમાં મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં BZ ફાઇનાન્સના કૌભાંડ (BZ Finance scam)ને લઈને મહત્વનો ખુલાસો થયો છે તેમાં CID ક્રાઇમના હાથે મહત્વના પુરાવા લાગ્યા છે. ત્યારે BZ કૌભાંડને લઈને CID ક્રાઇમનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. જેમાં DIGએ જણાવ્યું છે કે રોકાણકારોની માહિતી પોલીસને મળી છે. પોલીસ દ્વારા એક CA સાથે રાખી વિગતો મેળવી છે. આરોપીના CA તથા એકાઉન્ટન્ટની પુછપરછમાં વિગતો બહાર આવી છે.

11 હજારમાંથી માત્ર 3500 લોકોના નાણા ચૂકવવાના બાકી

11 હજારમાંથી માત્ર 3500 લોકોના નાણાં જ ચૂકવવાના બાકી છે. જેમાં 100 કરોડની પ્રોપર્ટી જપ્ત કરવામાં આવી છે. પોલીસ તપાસમાં રોકાણકારોને રકમ પરત કરવાની પ્રક્રિયા શરૂ થશે. ગૃહ વિભાગને જાણ કરવાની હોય છે. પ્રોપર્ટીની હરાજી કરી નાણા પરત કરવામાં આવશે. તેમજ બાકી રહેલા એજન્ટોની ધરપકડ માટે તપાસ ચાલુ છે. બાકીની બે ફરિયાદની તપાસ ચાલી રહી છે પોલીસને પુરાવા મળ્યા છે. એકાઉન્ટન્ટ પાસેથી રજિસ્ટર મળી આવ્યું છે તેમાં અનઓફિશિયલ ટ્રાન્ઝેક્શનની વિગતો મળી છે. રજિસ્ટરમાં નાણાના રોકાણ બાબતે તપાસ થઈ રહી છે. બાકી રહેલા એજન્ટોની ધરપકડ માટે તપાસ ચાલુ છે.

BZ ગ્રુપની ઓફીસમાં કામ કરતાં કર્મચારીઓએ ઘટસ્ફોટ કર્યો

અગાઉ રૂપિયા 360 કરોડના બેંક વ્યવહાર સાથે જ 52 કરોડના રોકડ વ્યવહારના ચોપડા પણ હાથે લાગ્યા હતા. તેમજ 360,72,65,524 બેંક ટ્રાન્ઝેક્શન અને 52,00,00,000 રોકડ હિસાબ પણ સીઆઈડી ક્રાઈમના હાથે લાગ્યો હતો. જેમાં BZ ગ્રુપની ઓફીસમાં કામ કરતાં કર્મચારીઓએ ઘટસ્ફોટ કર્યો છે. જેમાં સાવ નાના કર્મચારીના નામે પણ કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન કર્યા છે. જેમાં દસ હજારના પગારદાર રાહુલ રાઠોડના ખાતામાં 11 લાખનું ટ્રાન્ઝેક્શન તેમાં રાહુલ રાઠોડે 17.40 લાખનું રોકડ ટ્રાન્ઝેક્શન કર્યાનું પણ ખૂલ્યું છે. તેમજ સાડા બાર હજારના પગારદાર વિશાલના ખાતામાં 19 લાખથી વધુના ટ્રાન્ઝેક્શન થયા છે. જેમાં વિશાલ ઝાલાના નામે 19 કરોડથી વધુના રોકડ વ્યવહારો પણ મળ્યા છે.

12 હજારના પગારદાર રણવીરના ખાતામાં 13.50 લાખના ટ્રાન્ઝેક્શન થયા

12 હજારના પગારદાર રણવીરના ખાતામાં 13.50 લાખના ટ્રાન્ઝેક્શન થયા છે. 7 હજારના પગારદાર સંજયના ખાતામાં સાડા ચાર લાખના ટ્રાન્ઝેક્શન થયા છે. તેમજ સંજયના નામે દોઢ કરોડથી વધુના રોકડ વ્યવહારો પણ થયા છે. તથા 10 હજારના પગારદાર દિલીપના નામે સવા કરોડના રોકડ વ્યવહારો છે. તેમજ 7 હજારના પગારદારના આશિકના ખાતામાં સાડા ચાર લાખના ટ્રાન્ઝેક્શન અને આશિકના નામે 44 લાખથી વધુના રોકડ વ્યવહારો પણ કરાયા છે.

આ પણ વાંચો: Banaskantha: માત્ર 99 રૂપિયાની કૂપન ખરીદો અને જીતો લાખોના આકર્ષક ઈનામનું કૌભાંડ

 

Tags :
CID CrimeGujaratGujarat First BZ Finance ScamGujarat NewsGujarati NewsGujarati Top NewsTop Gujarati News
Next Article