BZ GROUP Scam : ભુપેન્દ્રસિંહ ઝાલાના 27 બેન્ક એકાઉન્ટ ફ્રીઝ, આરોપી મયુર દરજીના રીમાન્ડ પૂર્ણ
- ગાંધિનગરBZગ્રુપને લઈ સૌથી મોટા સમાચાર
- એજન્ટ મયુર દરજીની પુછ પરછમાં થયા ખુલાસા
- આરોપી ભુપેન્દ્રએ રૂપિયાની હેરફેર માટે 11 કંપનીઓ બનાવી
- જૂદી જુદી કંપનીઓના નામે ભાગેડુએ 27 બેંક અકાઉન્ટ પણ ખોલાવ્યા
- બેંક અકાઉન્ટમાથઈ હાલ 1.5 કરોડ રૂપિયા સીઆઈડી ક્રાઈએ સીઝ કર્યા
- મયુર દરજીના રીમાન્ડ પુરા થતા જ્યુડિસીયલ કસ્ટડિમાં માં મોકલાયો
BZ GROUP Scam:ગુજરાતમાં BZ ગ્રુપના કરોડો રૂપિયાનું કૌભાંડ સામે આવ્યું છે. BZ ગ્રુપનો CEO ભૂપેન્દ્રસિંહ ઝાલા એકના ડબલ કરવાની સ્કીમમાં ગુજરાત અને રાજસ્થાનમાંથી 6000 કરોડ ઉઘરાવ્યા પછી ફરાર થઇ ગયો છે. ત્રણ વર્ષમાં પૈસા બમણા કરવાની લાલચ આપીને ભૂપેન્દ્રસિંહ ઝાલાએ હજારો લોકોને છેતર્યા છે.
મયુર દરજીના રિમાન્ડ પૂર્ણ
BZ FINANCIAL SERVICES તથા BZ GROUPના CEO ભુપેન્દ્રસિંહ પરબતસસિંહ ઝાલાએ રોકણકારોને ઊંચુ વળતર / વ્યાજ/ બોનસ આપવાની જાહેરાતો કરી લોભામણી લાલચ આપી કરોડો રૂપીયા ઉઘરાવ્યા હતા. જેથી સી.આઇ.ડી ક્રાઇમ દ્વારા ગાંધીનગર ઝોન પોલીસ સ્ટેશનમાં તા. 27/11/2024 એ ગુનો નોંધાયો છે. ધરપકડ કરાયેલ આરોપી મયુર દરજીના રિમાન્ડ પૂર્ણ થતા તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.
11 કંપનીઓ રડારમાં, 27 બેન્ક એકાઉન્ટ ફ્રીઝ
CID ક્રાઇમની તપાસમાં સામે આવ્યું છે કે મહાઠગ અને આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલાએ રૂપીયાની હેરફેર માટે જુદી જુદી 11 જેટલી કંપનીઓ બનાવી હતી. ભુપેન્દ્રસિંહ ઝાલાએ જુદી જુદી બેંકોમાં 27 જેટલા બેન્ક એકાઉન્ટ ખોલાવ્યા હતા જેમાં શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા છે. CID ક્રાઇમની ટીમે આ તમામ એકાઉન્ટ હાલ તો ફ્રીઝ કરી તપાસ શરુ કરી છે. આ એકાઉન્ટ્સમાં રહેલી દોઢ કરોડ રૂપિયા જેટલી રકમ પણ ફ્રીઝ કરવામાં આવી છે. આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલાએ 82 કરોડમાં જે કોલેજ ખરીદી હતી તે GROW MORE FAUNDATION ટ્રસ્ટી તરીકે કાર્યરત છે. જેને લઈને પણ હાલ તપાસ શરુ કરવામાં આવી છે.
ભૂપેન્દ્રસિંહ ઝાલા વિદેશ ભાગી ન જાય તે માટે લુકઆઉટ નોટિસ
સાબરકાંઠા, વડોદરા, ગાંધીનગર અને રાજસ્થાનમાં દરોડા પાડીને અનેક મહત્ત્વના દસ્તાવેજ કરીને CID ક્રાઇમે વિધિવત ફરિયાદ નોંધવા સાથે આરોપી અને ભાજપનો કાર્યકર ભૂપેન્દ્રસિંહ ઝાલા વિદેશ ભાગી ન જાય તે માટે L.O.C એટલે કે લુકઆઉટ સર્ક્યુલર જારી કર્યું છે.
આ પણ વાંચો -Ahmedabad : સાયકલ ચાલકને ટક્કર મારી ભાગવું પડ્યું ભારે
અરવલ્લી જિલ્લામાંથી મળી ભૂપેન્દ્રસિંહ ઝાલાની મિલકતો
BZ ગ્રુપનો CEO ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા અંદાજિત 6000 કરોડનું કૌભાંડ આચાર્ય બાદ દિવસેને દિવસે નવા ખુલાસા થઇ રહ્યા છે. વધુ તપાસમાં અરવલ્લી જિલ્લામાંથી ભૂપેન્દ્રસિંહ ઝાલાની કરોડો રૂપિયાની મિલકતો સામે આવી છે જેમાં એક બિનખેતી જમીન અને એક આલીશાન ફાર્મ હાઉસનો સમાવેશ થાય છે. મોડાસાના લીંભોઈ ગામ પાસે અંદાજીત 3 કરોડ કિંમતનું આલીશાન ફાર્મહાઉસ મળી આવ્યું છે. આ ફાર્મ હાઉસ ભુપેન્દ્રસિંહ પરબતસિંહ ઝાલાના નામે નોંધાયેલ છે. આલીશાન ફાર્મ હાઉસમાં સ્વિમિંગ પૂલ, ગાર્ડન, મોટા મોટા બેડ રૂમ અને મોંઘુદાટ ફર્નિચર મળી જોવા મળે છે.
આ પણ વાંચો - Gandhinagar: આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનો મોટો નિર્ણય,જો ડૉક્ટરો આવું કરશે..
ભુપેન્દ્ર ઝાલાની વધુ એક મિલકત સામે આવી
BZ કૌભાંડ મામલે ભુપેન્દ્ર ઝાલાની વધુ એક મિલકત સામે આવી છે. અરવલ્લી જિલ્લાના મોડાસાના સાકરીયા ગામે કરોડોની જમીન ખરીદી હતી. ભુપેન્દ્ર ઝાલાએ સાકરીયા ગ્રામ્ય વિસ્તારમાં સર્વે નં 382ની જમીન ખરીદી હતી. આ જમીન 13485 ચોમી છે જેને ખરીદી તાત્કાલિક એનએ કરાવવામાં આવ્યું હતું. ભુપેન્દ્ર પરબત ઝાલાના નામે પંચાયતની મિલકતમાં નોંધ પડાવી છે.