Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

BZ GROUP Scam : આરોપી મયુર દરજીના 2 દિવસના રિમાન્ડ મંજૂર, 6 કસ્ટડીમાં ધકેલાયા

મયુર દરજી કંપનીનાં માલિક ભૂપેન્દ્રસિંહ ઝાલાના નજીકનો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
bz group scam   આરોપી મયુર દરજીના 2 દિવસના રિમાન્ડ મંજૂર  6 કસ્ટડીમાં ધકેલાયા
Advertisement
  1. BZ ગ્રૂપ દ્વારા કરોડોની છેતરપિંડીનો મામલો (BZ GROUP Scam)
  2. CID ક્રાઇમે કુલ 7 લોકોની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યાં
  3. આરોપી મયુર દરજીનાં 2 દિવસનાં રિમાન્ડ મંજૂર
  4. 6 આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા

રાજ્યમાં પોંઝી સ્કીમો થકી રૂ. 6 હજાર કરોડનું મસમોટું કૌભાંડ આચરનાર BZ ગ્રૂપ (BZ GROUP Scam) મામલે મોટા સમાચાર આવ્યા છે. CID ક્રાઇમે BZ ગ્રૂપનાં એક એજન્ટ સહિત સ્ટાફ મળી કુલ 7 લોકોની ધરપકડ કરી હતી. તમામ આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે આરોપી મયુર દરજીનાં 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જ્યારે અન્ય 6 આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા છે. મયુર દરજી (Mayur Darji) કંપનીનાં માલિક ભૂપેન્દ્રસિંહ ઝાલાના નજીકનો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

આ પણ વાંચો - Morbi : 'Gun Culture' ની ગેમ! મનોજ પનારા બાદ MLA કાંતિ અમૃતિયા અને લાલજી પટેલની પ્રતિક્રિયા, જાણો શું કહ્યું ?

Advertisement

Advertisement

મયુર દરજીનાં 2 દિવસનાં રિમાન્ડ મંજૂર

રાજ્યમાં કરોડો રૂપિયાનું કૌભાંડ આચરનાર BZ ગ્રૂપની (BZ GROUP Scam) તપાસમાં CID ક્રાઇમે એજન્ટ સહિત સ્ટાફ મળી કુલ 7 લોકોની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા આરોપીઓને આજે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે આરોપી મયુર દરજીનાં (Mayur Darji) 2 દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા છે. જ્યારે 6 આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા છે. આરોપી મયુર BZ ગ્રૂપનાં માલિક ભૂપેન્દ્રસિંહ ઝાલાના નજીકનો હોવાનું તપાસમાં ખુલ્યું છે. પોલીસે મયુર દરજીનાં 10 દિવસનાં રિમાન્ડની માગ કરી હતી.

આ પણ વાંચો - Khyati Hospital Scam : ડો. પ્રશાંત સામે GMC ની કડક કાર્યવાહી, તપાસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો

CID ક્રાઈમે 3 લક્ઝુરિયસ કાર જપ્ત કરી

આ કેસમાં ઝડપાયેલા આરોપીઓમાં વિશાલસિંહ ઝાલા, દિલીપસિંહ સોલંકી, આંશિક ભરથરી, સંજયસિંહ પરમાર, રાહુલ કુમાર રાઠોડ, મયુર કુમાર દરજી અને રણવીરસિંહ ચૌહાણ સામેલ છે. તપાસ અનુસાર, આરોપી મયુર દરજીએ રોકાણકારોનાં નાણામાંથી મોંઘીદાટ ગાડીઓ ખરીદી હતી. જ્યારે ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા એજન્ટોને પણ મોંઘીદાટ ગાડીઓ ગિફ્ટમાં આપવામાં આવી હતી. બીજી તરફ BZ ગ્રૂપની ઓફિસોમાં CID ક્રાઈમની તપાસ હાલ પણ યથાવત છે. ઝાલાનગર-ભૂખ્યાડેરા ગામે આવેલી ઓફિસોમાં CID ક્રાઈમની ટીમ પહોંચી હતી અને લક્ઝુરિયસ 3 કાર જપ્ત કરી હતી. CID ક્રાઈમની ટીમે BZ ગ્રૂપનાં સંચાલક ભૂપેન્દ્રસિંહ ઝાલાનાં ઘરે પણ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે.

આ પણ વાંચો - UNA : નિવૃત્ત પ્રોફેસરનાં ઘરે ગણપતિ દાદાની મૂર્તિનાં ચમત્કારનું તથ્ય શું ? હકીકત જાણવા પહોંચ્યું Gujarat First

Tags :
Advertisement

.

×