Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

BZ GROUP Scam : વધુ એક નામ આવ્યું સામે, BZ ગ્રૂપે ખાનગી શાળા ખરીદી હોવાનો પણ ખુલાસો!

મયુર દરજી મોંઘીદાટ કારો સાથેની રીલ્સ બનાવીને સોશિયલ મીડિયા પર રોલા પાડતો હતો.
bz group scam   વધુ એક નામ આવ્યું સામે  bz ગ્રૂપે ખાનગી શાળા ખરીદી હોવાનો પણ ખુલાસો
Advertisement
  1. BZ ગ્રૂપનાં 6 હજાર કરોડનાં કૌભાંડ કેસમાં મોટો ખુલાસો (BZ GROUP Scam)
  2. ભૂપેન્દ્રસિંહ ઝાલાના નજીકના મયુર દરજીનું નામ આવ્યું સામે
  3. મયુર દરજીની ઓફિસમાંથી અનેક મહત્ત્વનાં દસ્તાવેજો મળ્યા
  4. BZ ગ્રૂપે વધુ એક શૈક્ષણિક સંસ્થા ખરીદી હોવાનો પણ ખુલાસો

રાજ્યમાં વધુ વ્યાજની લાલચ આપી લોકોને રોકાણ કરાવી 6 હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ આચર્યાંનાં આરોપોનો સામનો કરી રહેલા BZ ગ્રૂપને લઈ મોટો ખુલાસો થયો છે. આ કેસમાં BZ ગ્રુપનો માલિક ભૂપેન્દ્રસિંહ ઝાલા ( Bhupendrasinh Jhala) હાલ ફરાર છે. ત્યારે વધુ એક નામ સામે આવ્યું છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાના નજીકના મયુર દરજીનું નામ સામે આવતા તેની વિરુદ્ધ પણ તપાસ શરૂ થઈ છે. બીજી તરફ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે BZ ગ્રૂપ (BZ GROUP Scam) દ્વારા વધુ એક શૈક્ષણિક સંસ્થાની ખરીદી કરવામાં આવી હતી.

વધુ એક નામ આવ્યું સામે, મયુર દરજી સામે તપાસ

રાજ્યમાં પોન્ઝી સ્કીમો થકી કરોડો રૂપિયાનું કૌભાંડ આચરનાર BZ ગ્રૂપ કેસમાં (BZ GROUP Scam) વધુ એક નામ સામે આવ્યું છે. કરોડોનું ફુલેકું ફેરવી ફરાર BZ ગ્રુપના માલિક ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે FIR દાખલ કરવામાં આવી છે અને તેની શોધખોળ હાથ ધરાઈ છે. જ્યારે બીજી તરફ આ કેસની તપાસમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાનાં નજીક ગણાતા મયુર દરજીનું (Mayur Darji) નામ સામે આવતા તેની વિરુદ્ધ પણ તપાસ શરૂ થઈ છે. માહિતી અનુસાર, મયુર દરજી સામાજિક સેવાનાં નામે કેમ્પ યોજી લોકોનો વિશ્વાસ જીતતો હતો. મયુર દરજીની ઓફિસમાંથી તપાસ કરતા અનેક મહત્ત્વનાં દસ્તાવેજો મળી આવ્યા છે.

Advertisement

આ પણ વાંચો - BZ GROUP Expose: કરોડોનો ચૂનો લગાવનારો BZ ગ્રુપનો માલિક ભૂપેન્દ્રસિંહ ઝાલા ફરારઃ સૂત્રો

Advertisement

મોંઘીદાટ કારો સાથેની રીલ બનાવીને મયુર રોલા પાડતો

માહિતી અનુસાર, મયુર દરજીએ (Mayur Darji) કમિશન લઈને કરોડોનું રોકાણ કરાવ્યાની આશંકા છે. રોકાણની આ અલગ-અલગ સ્કીમમાં એજન્ટો અને રોકાણકારોને ઈનામની લાલચ પણ અપાતી હતી. વર્ષ 2016 થી પોન્ઝી સ્કીમ (Ponzi Scheme) ચાલતી હોવાની વિગતો તપાસમાં ખુલી છે. મયુર દરજી મોંઘીદાટ કારો સાથેની રીલ્સ બનાવીને સોશિયલ મીડિયા પર રોલા પાડતો હતો. ક્રાઇમ બ્રાન્ચે (Crime Branch) તેની પણ તપાસ આદરી છે.

આ પણ વાંચો - BZ GROUP Scam: BZ નામની તમામ ઓફિસો હાલ બંધ જોવા મળી, તપાસનો દોર યથાવત

હિંમતનગરનાં રાયગઢ ગામે નવી ખાનગી શાળાની ખરીદી કરી!

ઉપરાંત, BZ ગ્રુપની (BZ GROUP Scam) તપાસમાં એવો પણ ખુલાસો થયો છે કે ગ્લોબલ એજ્યુકેશન કેમ્પસ ખરીદ્યા બાદ વધુ એક શૈક્ષણિક સંસ્થાની ખરીદી કરી હતી. BZ ગ્રૂપે હિંમતનગરનાં (Himmatnagar) રાયગઢ ગામે ગ્રૂપે ચાર મહિના પહેલા જ સંસ્કાર સ્કૂલ નામની નવી ખાનગી શાળા પણ ખરીદી હતી. એકના ડબલ કરવા ઈલેક્ટ્રોનિક ચીજવસ્તુઓનું વેચાણનું બિઝનેસ શરૂ કર્યા બાદ બીઝેડ ગ્રૂપ દ્વારા શૈક્ષણિક સંસ્થાઓની ખરીદી પર ધ્યાન કેન્દ્રીય કર્યું હતું. આ મામલે તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો - BZ GROUP એ પોંઝી સ્કીમો થકી આ રીતે આચર્યું કરોડોનું મસમોટું કૌભાંડ ? વાંચો સમગ્ર વિગત

Tags :
Advertisement

.

×