રાજ્યમાં સૌથી મોટું સ્કેમ કરનાર BZ ગ્રૂપનો CEO BJP નો સભ્ય! રૂ. 6 હજાર કરોડનાં કૌભાંડનો આરોપ
- ગુજરાતનું સૌથી મોટું સ્કેમ કરનાર BZ ગ્રૂપ પર CID ની તવાઈ! (BZ GROUP Scam)
- કંપની પર પોંઝી સ્કીમ થકી રોકાણ કરાવી રૂ. 6 હજાર કરોડનું કૌભાંડ આચર્યાંનો આરોપ
- BZ ગ્રૂપનો CEO ભૂપેન્દ્રસિંહ ઝાલા ભાજપનો સભ્ય હોવાનો ઘટસ્ફોટ
- મોટા નેતાઓ સાથેના ભૂપેન્દ્રસિંહ ઝાલાના ફોટા સો. મીડિયા પર વાઇરલ
ગુજરાતમાં સૌથી મોટું સ્કેમ કરનાર અરવલ્લીનાં BZ ગ્રૂપ (BZ GROUP Scam) પર CID એ મોટી કાર્યવાહી કરી છે. BZ GROUP નાં એજન્ટોની ઓફિસો પર CID ની વિવિધ ટીમોએ દરોડા પાડ્યા હતા. આરોપ છે કે કંપની દ્વારા બેફામ પોંઝી સ્કીમ ચલાવવામાં આવી હતી. આ સ્કીમોમાં અનેક લોકોના રૂપિયા લાગેલા હતા. કંપની પર ઊંચું રિટર્ન આપવાની લાલચ આપી રૂ. 6 હજાર કરોડનું કૌભાંડ આચર્યું હોવાનો આરોપ છે. ત્યારે હવે BZ ગ્રૂપના CEO ભૂપેન્દ્રસિંહ ઝાલા અંગે ચોંકાવનારી માહિતી સામે આવી છે.
BZ Group ની Finance સર્વિસની Office ઉપર દરોડા | GujaratFirst #PonziSchemeAlert #FinancialFraud #InvestmentScam #BZGroupScandal #HighInterestTrap #CIDRaids #GujaratFirst pic.twitter.com/juHLQSYera
— Gujarat First (@GujaratFirst) November 26, 2024
આ પણ વાંચો - ઉત્તર ગુજરાતમાં BZ GROUP પર CID ની તવાઈ! અનેક ઓફિસોમાં એક સાથે દરોડા
BZ ગ્રૂપનો CEO ભૂપેન્દ્રસિંહ ઝાલા ભાજપનો સભ્ય!
પ્રાપ્ત અહેવાલ અનુસાર, પોંઝી સ્કીમ થકી કરોડોનું કૌભાંડ આચરનાર BZ ગ્રૂપનો CEO ભૂપેન્દ્રસિંહ ઝાલા (Bhupendrasinh Jhala) BJP નો સભ્ય છે અને મોટા નેતાઓ સાથેનાં તેના ફોટા પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે. જણાવી દઈએ કે, CID ની વિવિધ ટીમો દ્વારા મેઘરજ, મોડાસા, માલપુર, હિંમતનગરમાં (Himmatnagar) આવેલી BZ GROUP નાં એજન્ટોની ઓફિસોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જો કે, સીઆઈડીનાં દરોડા પહેલા જ BZ ગ્રૂપ નામથી ચાલતી આ ખાનગી ઓફિસો અચાનક બંધ થઈ હતી. ઓફિસમાં CID ની તપાસ દરમિયાન કોમ્પ્યુટર, લેપટોપ, કેશ વાઉચર અને વિવિધ દસ્તાવેજો મોટા પ્રમાણમાં મળી આવ્યા હતા.
&
North Gujarat ના BZ GROUP ના એજન્ટો પર CID ના દરોડા | Gujarat First #BZGroupScam #PonziScheme #CIDRaids #NorthGujaratNews #FraudInvestigation #Sabarkantha #GujaratFirst pic.twitter.com/nUQWcrHz5U
— Gujarat First (@GujaratFirst) November 26, 2024
nbsp;
આ પણ વાંચો - Rajkot : ક્રિકેટર Cheteshwar Pujara ના સાળા સામે આખરે ફરિયાદ દાખલ, દુષ્કર્મનો છે ગંભીર આરોપ
ઊંચા વ્યાજની લાલચ આપી પોંઝી સ્કીમ ચલાવતા, 6 હજાર કરોડનું કૌભાંડ!
મીડિયા રિપોર્ટ અનુસાર, BZ GROUP નાં એજન્ટો દ્વારા વિવિધ વિસ્તારમાં ઓફિસો ખોલીને લોકોને ઊંચા વ્યાજની લાલચ આપી પોંઝી સ્કીમોમાં રોકાણ કરાવાતું હતું. આ રીતે BZ Group ની અલગ-અલગ ઓફિસો થકી અંદાજે 6 હજાર કરોડ રૂપિયા રોકાણકારો પાસે ગેરકાયદેસર રીતે ઉઘરાવવામાં (BZ GROUP Scam) આવ્યા હતા. કંપની દ્વારા રોકાણકારોને માસિક 5 ટકા વળતરની લોભામણી જાહેરાતોથી લલચાવવામાં આવતા હતા. જો કે, રોકાણ બાદ સમયસર પૈસા મળવાની સમસ્યાને લઇ પેઢી સામે ફરિયાદો થઈ હતી. આથી, ગાંધીનગરથી (Gandhinagar) CID ક્રાઇમની ટીમોએ BZ GROUP નાં એજન્ટોની ઓફિસો પર એકસાથે દરોડા પાડ્યા હતા. મોડી રાત સુધી સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. જો કે, આ મામલે હાલ કંઇપણ કહેવા અંગે તપાસ અધિકારીઓએ ચુપકીદી સેવી છે. પરંતુ, આ કૌભાંડની તપાસમાં મસમોટા અને ચોંકાવનારા નામ સામે આવે તેવી વકી છે.
આ પણ વાંચો - Ahmedabad : હવે કાલુપુર નહિં મળે ટ્રેન, જો ટિકિટ બુક કરાવી હોય તો ચોક્કસ વાંચજો