BZના ભૂપેન્દ્રસિંહ ઝાલાનું વધુ એક કરતૂત...પોતાના એજન્ટોને કરાવતો વિદેશમાં જલસા
- BZના ભૂપેન્દ્રસિંહ ઝાલાને કાંડ પરથી ઉચકાયો પરદો
- ભૂપેન્દ્રસિંહ ઝાલા એજન્ટોને કરાવતો હતો વિદેશ પ્રવાસ
- રોકાણકારોને પણ ભૂપેન્દ્રસિંહ ઝાલા લઈ જતો હતો વિદેશ
- હિંમતનગરની શાળાના શિક્ષકોને લઈ ગયો હતો બાલી
- બાલીમાં જ શિક્ષકો પાસે કરાવતો હતો પોતાનું મહિમામંડન
BZ Group : લોકોને એકના ડબલ કરવાની લાલચ આપીને 6 હજાર કરોડ રુપિયા સેરવી લઇ ભાગી જનારા સાબરકાંઠાના BZ Groupના ભૂપેન્દ્રસિંહ ઝાલાના વધુ એક કાંડ પરથી પડદો ઉંચકાયો છે. મળેલી માહિતી મુજબ કૌંભાડી ભૂપેન્દ્રસિંહ ઝાલા પોતાના એજન્ટોને વિદેશ પ્રવાસ કરાવતો હતો. તે રોકાણકારોને પણ વિદેશ પ્રવાસે લઇ જતો હતો અને પોતાનું મહિમામંડન કરાવતો હતો.
એજન્ટોને વિદેશ પ્રવાસ કરાવતો હતો
6 હજાર કરોડના કૌંભાડી ભૂપેન્દ્રસિંહ ઝાલા અત્યારે ફરાર છે અને સીઆઇડી ક્રાઇમ તેને શોધી રહી છે ત્યારે ભૂપેન્દ્રસિંહનું વધૂ એક કરતૂત બહાર આવ્યું છે. મળેલી માહિતી મુજબ ભૂપેન્દ્રસિંહ ઝાલા પોતાના એજન્ટોને વિદેશ પ્રવાસ કરાવતો હતો. તે રોકાણકારોને પણ વિદેશ લઇ ગયો હતો અને લોકોના પૈસે વિદેશમાં તમામને જલસા કરાવ્યા હતા.
હિંમતનગરની શાળાના શિક્ષકોને બાલી લઈ ગયો હતો
ભૂપેન્દ્રસિંહ ઝાલા હિંમતનગરની શાળાના શિક્ષકોને બાલી લઈ ગયો હતો અને બાલીમાં જ શિક્ષકો પાસે પોતાનું મહિમામંડન કરાવતા હતા. બાલી ફરીને આવનારા શિક્ષકો પાસે ગુજરાત ફર્સ્ટ પહોંચ્યું હતું અને ભૂપેન્દ્રના ખર્ચે બાલી ફરી આવેલા શિક્ષિકા સાથે EXCLUSIVE વાત કરી હતી.
આ પણ વાંચો---BZ Group Scam : શિક્ષક એજન્ટની દાદાગીરી! કહ્યું- પોલીસ-CID ખિસ્સામાં લઈને..!
કેમેરામાં સામે બોલતા શિક્ષિકા બહેનનું મોઢું સિવાઈ ગયું
જો કે બાલીના પ્રવાસને સ્પીચલેસ કહેનારા આ શિક્ષીકાની ગુજરાત ફર્સ્ટના કેમેરા સામે બોલતી બંધ થઇ ગઇ હતી. કેમેરામાં સામે બોલતા શિક્ષિકા બહેનનું મોઢું સિવાઈ ગયું હતું અને આ બહેન કોની ટિકિટ પર બાલી ગયા હતા તે પણ તેમને યાદ ન હતું. શિક્ષીકાએ લૂલો બચાવ કર્યો હતો કે તે બીજાની ટિકિટ પર ફરવા ગયા હતા. તેમણે ભૂપેન્દ્રસિંહના તમામ મુદ્દા પર મૌન સેવ્યું હતું.
ગુણવંત રાઠોડ મુખ્ય એજન્ટ હોવાનું સામે આવ્યું
બીજી તરફ BZના ભૂપેન્દ્રસિંહ ઝાલાના કૌભાંડને લઈને વધુ એક ખુલાસો થયો છે અને ખેડબ્રહ્માનો છે. ગુણવંત રાઠોડ શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. BZમાં સારો ફાયદો થતાં તેમણે સરકારી નોકરીમાંથી રાજીનામું આપ્યું હતું. ત્રણ જેટલા એજન્ટો મળીને રોકાણકારોને લોભામણી લાલચો આપતા હતા જેમાં કિરીટ સેવક, પોપટ ચૌહાણનો સમાવેશ થાય છે. આ ત્રિપુટી સાથે મળી રોકાણકારોને બોલાવી બેઠકો કરતા હતા. તેઓ ઈડર અને ખેડબ્રહ્મા સુધી રાત્રિના સમયે મિટિંગ કરતા હતા.
આ પણ વાંચો---BZ GROUP Scam: ભૂપેન્દ્ર ઝાલાનો વધુ એક વીડિયો વાયરલ થયો, મહાઠગે ડાયરામાં ઉડાવ્યા બેફામ રૂપિયા