BZ Groups Scam : આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની મુશ્કેલીઓમાં વધારો, સરકારની મોટી કાર્યવાહી!
માહિતી અનુસાર, હિંમતનગર નાયબ કલેક્ટરે આઠ મામલતદારોને પત્ર લખી પ્રોપર્ટી કાર્ડમાં વિગત નોંધ કરવા જાણ કરી છે.
Advertisement
- BZ Groups Scam માં આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની મિલકતો લેવાશે ટાંચમાં
- સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગરમાં મિલકતોને લઈ થશે કાર્યવાહી
- 8 મામલતદારોને હિંમતનગર નાયબ કલેક્ટરે લખ્યો પત્ર
- પ્રોપર્ટી કાર્ડમાં વિગત નોંધ કરવા નાયબ કલેક્ટરે કરી જાણ
BZ Groups Scam : રાજ્યમાં પોંઝી સ્કીમો થકી મસમોટું કૌભાંડ આચરનારા BZ ગ્રૂપનાં કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાને (Bhupendrasinh Zala) લઈ મોટા સમાચાર આવ્યા છે. આરોપી ભૂપેન્દ્ર ઝાલાની સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગરમાં (Gandhinagar) આવેલી કેટલીક મિલકતો ટાંચમાં લેવાશે. 8 જેટલા મામલતદારોને હિંમતનગર નાયબ કલેક્ટરે (Himmatnagar Deputy Collector) પત્ર લખી આરોપીની મિલકતો સામે કાર્યવાહી કરવા સૂચના આપી છે. પ્રોપર્ટી કાર્ડમાં વિગત નોંધ કરવા નાયબ કલેક્ટરે જાણ કરી છે. રોકાણકારોના ફસાયેલા નાણા પરત મળે તે માટે આ કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.

