ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

પોરબંદરના દરિયામાં 36 કલાક સુધી સી વિજીલ ઓપરેશન કરવામાં આવશે

C-VIGIL Operation : નેવી સહીત 18 સુરક્ષા એજન્સીઓ ડિફેન્સ ભાગ લેશે
10:20 PM Nov 13, 2024 IST | Aviraj Bagda
C-VIGIL Operation : નેવી સહીત 18 સુરક્ષા એજન્સીઓ ડિફેન્સ ભાગ લેશે
C-VIGIL Operation

C-VIGIL Operation : પોરબંદરના દરિયામાં આગામી 20 નવેમ્બરના રોજ સતત 36 કલાક સુધી સી વિજીલ અંતર્ગત વિવિધ ઓપરેશનનો કરવામાં આવશે. જેમાં રાજય તથા ભારતીય 15 થી 18 એજન્સીઓ આ કવાયતમાં ભાગ લેશે. જેની હાલ પુરૂજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. આ ઓપરેશનની કવાયતના કાર્યક્રમોને લીડ ભારતીય નેવી કરી રહી છે. જોકે વર્ષ 2019 માં સૌ પ્રથમ સી વિજીલ થઈ હતી. કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલય દ્વારા આ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.

દરીયા કિનારે દર વર્ષે સાગર સુરક્ષા કવચનું આયોજન થાય છે

26/11 ના દિવસે અગાઉ મુંબઈની તાજ પર હુમલો થયો હતો. આજે પણ દેશ અને સુરક્ષા એજન્સીઓ આ ધટના ભૂલી નથી. ત્યારે આવી ધટના ફરી ના બને તે માટે સુરક્ષા એન્જસીઓ વધુ સર્તક બની છે. દરીયા કિનારે દર વર્ષે સાગર સુરક્ષા કવચનું પણ આયોજન કરવામાં આવે છે. આ સાથે 2019 થી સી વીજીલ દરિયાઇ સુરક્ષા પ્રકેટીસનું આયોજન કરવામાં આવે છે. આ દરિયાઇ ડીફેન્સ પ્રેકટીસમાં નેવી, કોસ્ટગાર્ડ, પોલીસી, આઇબી, કસ્ટમ,લાઇટ હાઉસ સહિતની એજન્સીઓ આ 36 કલાકના ઓપરેશનમાં ભાગ લેશે.

આ પણ વાંચો: વાવમાં યોજાયેલી પેટાચૂંટણીના પરિણામ તમામ પક્ષના ઉમેદવારો માટે જીવન-મરણ કરશે નક્કી

નેવી સહીત 18 સુરક્ષા એજન્સીઓ ડિફેન્સ ભાગ લેશે

પોરબંદરના દરિયામાં આગામી 20 થી 21 નવેમ્બર સુધી નેવી સહીત 18 સુરક્ષા એજન્સીઓ ડિફેન્સ પ્રેકિટ્સ 2024 માં ભાગ લેશે. જેની હાલ પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. જોકે વર્ષ 2019 પછી સી વિજીલ અભિયાન વર્ષ 2021 અને 2022 માં યોજવામાં આવ્યું હતું. ત્યારબાદ આ વર્ષે ફરી એકવાર સી વિજીલ અભિયાનને યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે આ અભિયાનનું આ વર્ષે ચોથીવાર પુનરાવર્તન થશે.

અભિયાનની કમાન દિલ્હીમાં આવેલા નેવી વિભાગના હાથમાં

આ સી વિજીલનું એટલા માટે આયોજન કરવામાં આવે છે, જેથી કરીને કોસ્ટલ વિભાગ દ્વારા જે નિર્ણયો લેવામાં આવેલા હોય છે. તેમાં કોઈ ખામી આવી રહી નથી. ત્યારે દેશમાં જેટલા પણ કોસ્ટલ રાજ્યો આવેલા છે, જેમાં 20 અને 21 નવેમ્બરના રોજ આ અભિયાન કાર્યરત રહેશે. જોકે આ અભિયાનની કમાન દિલ્હીમાં આવેલા નેવી વિભાગ દ્વારા સંભાળવામાં આવશે.

આ પણ વાંચો: પરણિત યુવક 6 મહિનાથી હોટેલમાં લઈ જઈ યુવતી દેહ ચૂંથતો અને મિત્ર....

Tags :
C-vigilC-VIGIL OperationGujarat FirstGujarat NewsGujarat Trending NewsIndian NavelIndian NavyoceanoperationPorbandarPorbandar CoastPorbandar Coast Departmentsea
Next Article