Cabinet Meeting : આવતીકાલે નહીં મળે કેબિનેટની બેઠક, કારણ આવ્યું સામે?
- ગાંધીનગરમાં આવતીકાલે નહીં મળે કેબિનેટ બેઠક (Cabinet Meeting)
- સામાન્ય રીતે બુધવારે મંત્રીમંડળની બેઠક મળતી હોય છે.
- CM અને DyCM ના આગોતરા નિર્ધારિત પ્રવાસ હોવાથી કેબિનેટ બેઠક રદ
- વિધાનસભાનાં બજેટ સત્ર પહેલા મંત્રીઓનું ટ્રેનિંગ સેશન
- અધ્યક્ષ શંકર ચૌધરીની અધ્યક્ષતામાં ટ્રેનિંગ સેશનનું આયોજન
Gandhinagar : ગાંધીનગરમાંથી મોટા સમાચાર આવ્યા છે. આવતીકાલે મળનારી કેબિનેટની બેઠક હાલ મુલતવી રાખવામાં આવી છે. સામાન્ય રીતે બુધવારે કેબિનેટની (Cabinet Meeting) બેઠક થતી હોય છે. પરંતુ, આ બુધવારે એટલે કે આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (CM Bhupendrabhai Patel) અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના (DyCM Harshabhai Sanghvi) નિર્ધારિત પ્રવાસ હોવાથી આવતીકાલની કેબિનેટ બેઠક નહીં મળે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવતીકાલે આણંદ જિલ્લાના પ્રવાસે છે જ્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી આવતીકાલે જુનાગઢના પ્રવાસે છે.
ગાંધીનગરમાં આવતીકાલે નહીં મળે Cabinet Meeting
ગાંધીનગરમાં (Gandhinagar) સામાન્ય રીતે બુધવારે મળતી કેબિનેટની બેઠક આવતીકાલે એટલે કે બુધવારે રદ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના પ્રવાસ અગાઉથી નિર્ધારિત હોવાથી આવતીકાલની કેબિનેટ બેઠકને (Cabinet Meeting) કેન્સલ કરવામાં આવી છે. માહિતી મુજબ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવતીકાલે આણંદ જિલ્લાના (Anand) પ્રવાસે છે જ્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી આવતીકાલે જુનાગઢના (Junagadh) પ્રવાસે છે. મંત્રીમંડળનાં અન્ય સભ્યો પણ પ્રવાસમાં હોવાથી કેબિનેટની બેઠક નહીં મળે એવા સમાચાર છે.
Gandhinagar : 'NeVA એપ્લિકેશન અંગે મંત્રીઓને અપાઈ ટ્રેનિંગ | Gujarat First
વિધાનસભા બજેટ સત્ર પહેલા ગાંધીનગરમાં મંત્રીઓનું ટ્રેનિંગ સેશન યોજાયું
વિધાનસભાની 'નેવા' (NeVA) એપ્લિકેશન અંગે મંત્રીઓને અપાઈ ટ્રેનિંગ
વિધાનસભા અધ્યક્ષ Shankarbhai Chaudhary ની અધ્યક્ષતામાં ટ્રેનિંગ સેશન… pic.twitter.com/2ASH4AUbez— Gujarat First (@GujaratFirst) February 10, 2026
આ પણ વાંચો - Junagadh: મહાશિવરાત્રીના મેળાનો આવતીકાલથી ભવ્ય પ્રારંભ, શ્રદ્ધાળુઓ માટે ST વિભાગનું મેગા પ્લાનિંગ
NEVA App ને લઈ મંત્રીઓનું ટ્રેનિંગ સેશન
વિધાનસભાના બજેટ સત્ર (Budget Session) પહેલા મંત્રીઓનું ટ્રેનિંગ સેશન યોજાયું. વિધાનસભાની નેવા એપ્લિકેશનને (NeVA Application) લઈને આ ટ્રેનિંગ આપવામાં આવી. રાજ્યનાં મોટાભાગનાં મંત્રીઓ વિધાનસભા ખાતે હાજર રહ્યા. વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની (Shankarbhai Chaudhary) અધ્યક્ષતામાં ટ્રેનિંગ સેશનનું આયોજન કરવામાં આવ્યું. રાજ્ય સરકારનાં મંત્રીઓને નેવા એપ્લિકેશન (NeVA App) અંગે ટ્રેનિંગ આપવામાં આવી છે. મહત્ત્વનું છે કે વિધાનસભાને પેપર લેસ બનાવ્યા બાદ NeVA એપ્લિકેશન દ્વારા સત્રનું સંચાલન થાય છે. બિલ, પ્રશ્નોતરી, વિધાનસભાનું કામકાજ નેવા એપ્લિકેશન દ્વારા સંચાલિત થાય છે.
આ પણ વાંચો - Rajkot મનપાનું રુ. 3604.90 કરોડનું બજેટ મંજૂર, કરબોજ ફગાવાયો,જાહેરાતોની વણઝાર


