Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અમેરિકાના કેલિફોર્નિયામાં ગમખ્વાર અકસ્માત,બેકાબૂ ટ્રકની અડફેટમાં 3 લોકોના મોત,ભારતીય ડ્રાઇવરની ધરપકડ

સાન બર્નાર્ડિનો કાઉન્ટી ફ્રીવે પર ભયાનક ટ્રક અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. 21 વર્ષીય ભારતીય યુવક જશ્નપ્રીત સિંહ પર દારૂ પીને (DUI) બેદરકારીથી વાહન ચલાવીને હત્યાનો આરોપ છે. તે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ હોવાની પુષ્ટિ થતાં, ICE એ તેની વિરુદ્ધ ડિટેનર જારી કર્યું છે
અમેરિકાના કેલિફોર્નિયામાં ગમખ્વાર અકસ્માત બેકાબૂ ટ્રકની અડફેટમાં 3 લોકોના મોત ભારતીય ડ્રાઇવરની ધરપકડ
Advertisement
  • California Accident:  કેલિફોર્નિયામાં ગમખ્વાર અકસ્માત
  • કેલિફોર્નિયા અકસ્માતમાં 3 લોકોના થયા મોત
  • ભારતીય ડ્રાઇવર જશ્નપ્રીત સિંહે અકસ્માત સર્જાયો
  • દારૂ પીને ગાડી ચલાવવાનો લાગ્યો ગંભીર આરોપ

અમેરિકાના દક્ષિણ કેલિફોર્નિયામાં એક ગમખ્વાર માર્ગ અકસ્માત (California Accident) માં ત્રણ લોકોના કરૂણ મોત થયા છે. બેકાબૂ બનેલા એક ટ્રકે  અનેક વાહનોને અડફેટમાં લેતાં આ ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી. આ મામલે 21 વર્ષીય ભારતીય યુવક જશ્નપ્રીત સિંહ પર દારૂ પીને વાહન ચલાવવા (DUI) અને બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ દ્વારા ત્રણ લોકોની હત્યાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે. પોલીસે આ ત્રણ લોકોના મોતનો ગુનો નોંધીને સમગ્ર ઘટનાની સઘન તપાસ શરૂ કરી છે.

California Accident:  કેલિફોર્નિયામાં ગમખ્વાર અકસ્માત

આ અકસ્માત સાન બર્નાર્ડિનો કાઉન્ટી ફ્રીવે પર થયો હતો. જશ્નપ્રીત સિંહે ધીમી ગતિએ ચાલતા ટ્રાફિકમાં પોતાનો ટ્રક અથડાવ્યો હતો, જેના કારણે આ ગંભીર ઘટના બની હતી.પોલીસના જણાવ્યા મુજબ, અથડામણ પહેલાં જશ્નપ્રીત બ્રેક મારવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગયો હતો અને તે નશાની હાલતમાં હતો. ટોક્સિકોલોજી પરીક્ષણોએ તેના નશાની પુષ્ટિ કરી છે. આ અકસ્માતમાં જશ્નપ્રીત અને એક મિકેનિક પણ ઘાયલ થયા હતા, જે પીડિતોને ટાયર બદલવામાં મદદ કરી રહ્યા હતા. મૃતકોની ઓળખ જાહેર કરવાની કાર્યવાહી હજુ ચાલુ છે.

Advertisement

Advertisement

California Accident: ભારતીય ડ્રાઇવર જશ્નપ્રીત સિંહની ધરપકડ

સમગ્ર અકસ્માત જશ્નપ્રીતના ટ્રકના ડેશકેમમાં કેદ થયો હતો, જેમાં તેનો ટ્રક એક SUV સાથે અથડાતો સ્પષ્ટપણે દેખાય છે. પોલીસ અધિકારી રોડ્રિગો જીમેનેઝે જણાવ્યું હતું કે જશ્નપ્રીતને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને તપાસમાં તે નશામાં હોવાનું બહાર આવ્યું હતું.આ અકસ્માત બાદ જશ્નપ્રીતનું ઇમિગ્રેશન સ્ટેટસ પણ ચર્ચામાં આવ્યું છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS) એ પુષ્ટિ કરી છે કે જશ્નપ્રીત સિંહ યુએસમાં કાયદેસર ઇમિગ્રેશન સ્ટેટસ ધરાવતો નથી.તે 2022 માં કેલિફોર્નિયાના એલ સેન્ટ્રો સેક્ટરમાં યુએસ-મેક્સિકો સરહદ પાર કરી ગયો હતો. તે સમયે બોર્ડર પેટ્રોલ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ બિડેન વહીવટીતંત્રની "અટકાયતના વિકલ્પો" (Alternatives to Detention) નીતિ હેઠળ તેને છોડી દેવામાં આવ્યો હતો. આ ભયાનક અકસ્માત બાદ, યુએસ ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) એ તેની વિરુદ્ધ ઇમિગ્રેશન ડિટેનર જારી કર્યું છે.

આ પણ વાંચો:  Ukraine Russia Conflict : યુદ્ધ વધુ ઉગ્ર બન્યું! યુક્રેને રશિયાના ઊર્જા સપ્લાય પર કર્યો પ્રહાર, ટ્રમ્પનું વિવાદાસ્પદ નિવેદન

Tags :
Advertisement

.

×