ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Diu : શરમજનક ઘટના! ક્રુઝનાં લેડિસ બાથરુમમાં યુવકે કેમેરો લગાડ્યો અને પછી..!

આરોપ છે કે દીવનાં વણાકબારાનાં એક યુવકે ફ્લોટેલ લોર્ડ ક્રુઝનાં બાથરૂમમાં મોબાઇલમાં કેમેરો ઓન કરી વોશબેસિનમાં લગાડ્યો હતો.
11:31 AM Nov 12, 2024 IST | Vipul Sen
આરોપ છે કે દીવનાં વણાકબારાનાં એક યુવકે ફ્લોટેલ લોર્ડ ક્રુઝનાં બાથરૂમમાં મોબાઇલમાં કેમેરો ઓન કરી વોશબેસિનમાં લગાડ્યો હતો.
  1. Diu ફ્લોટેલ લોર્ડ ક્રુઝનાં લેડિસ બાથરુમમાં કેમેરો મળતા ચકચાર
  2. વણાકબારાનાં એક યુવકે કેમેરો લગાવ્યો, પર્યટકને જાણ થતાં યુવકને દબોચ્યો
  3. મહિલાઓએ યુવકને ઢોર માર મારી પોલીસ હવાલે કર્યો

કેન્દ્રશાસિત પ્રદેશ દીવથી (Diu) ચોંકાવનારા સમાચાર આવ્યા છે. દીવ ફ્લોટેલ લોર્ડ ક્રુઝનાં લેડિસ બાથરુમમાં એક યુવકે કેમેરા લગાડી મહિલાઓની રેકોર્ડિંગ કરી હોવાની જાણ એક પર્યટકને થતાં દીવ બંદર જેટી (Diu Bandar jetty) પર ભારે હોબાળો મચી ગયો હતો અને મહિલાઓ દ્વારા તે યુવાનને માર મારવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - Valsad : મોડી રાતે કપરાડા નજીક કુંભ ઘાટ ચિચિયારીઓથી ગૂંજી ઉઠ્યો! મુસાફરોથી ભરેલી લક્ઝરી બસ પલટી

યુવકે ફ્લોટેલ લોર્ડ ક્રુઝનાં બાથરૂમમાં કેમેરા લગાવ્યાનો આરોપ

કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં (Diu) શરમજનક કિસ્સો બન્યો છે. આરોપ છે કે દીવનાં વણાકબારાનાં એક યુવકે ફ્લોટેલ લોર્ડ ક્રુઝનાં (Diu Floatel Lords Cruise) બાથરૂમમાં મોબાઇલમાં કેમેરો ઓન કરી વોશબેસિનમાં લગાડ્યો હતો અને મહિલાઓનાં રેકોર્ડિંગ કર્યા હતા. જો કે, આ અંગેની જાણ એક પર્યટકને થતાં દીવ બંદર જેટી પર ભારે હોબાળો મચ્યો હતો. મહિલાઓ દ્વારા તે યુવાનને શોધી માર મારવામાં આવ્યો હોવાની પણ માહિતી છે.

આ પણ વાંચો - Ahmedabad : સરકારી યોજનામાંથી રૂપિયા ખંખેરવાનો હોસ્પિટલનો કારસો! 2 દર્દીનાં મોતથી હોબાળો

દીવમાં પર્યટકોની સુરક્ષા સામે અનેક સવાલ!

આ મામલે જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ દીવ બંદર જેટી પર પહોંચી હતી અને યુવકને મહિલાઓથી છોડાવીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. પોલીસે આરોપી યુવક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે દીવ કે જ્યાં દૈનિક ધોરણે મોટી સંખ્યામાં પર્યટકો આવતા હોય છે ત્યાં આ પ્રકારની ઘટના બનતા હવે મુસાફરોની સુરક્ષાને લઈ અનેક સવાલ ઊભા થયા છે.

આ પણ વાંચો - Vadodara IOCL Refinery Blast : આખી રાતની જહેમત બાદ વહેલી સવારે આગ કાબૂમાં આવી, દુર્ઘટનામાં બેનાં મોત

Tags :
Breaking News In GujaratiCrime NewsDiu Bandar jettyDiu Floatel Lords CruiseDiu PoliceDiu port jettyGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsLatest News In GujaratiNews In GujaratiUnion Territory of DiuVanakbara
Next Article