Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શું વેસ્ટ ઈન્ડિઝ નહીં રમી શકે ICC ODI World Cup 2023?

ICC વન ડે વર્લ્ડ કપ 2023 (ICC ODI World Cup 2023) નો કાર્યક્રમ સામે આવી ચુક્યો છે. ત્યારે આ ટૂર્નામેન્ટમાં 10 ટીમો રમવાની છે જેમાથી 8 ટીમો પહેલા જ ક્વોલિફાય થઇ ગઇ છે. તાજેતરમાં ICC ODI વર્લ્ડ કપ ક્વોલિફાયરની મેચો...
શું વેસ્ટ ઈન્ડિઝ નહીં રમી શકે icc odi world cup 2023
Advertisement

ICC વન ડે વર્લ્ડ કપ 2023 (ICC ODI World Cup 2023) નો કાર્યક્રમ સામે આવી ચુક્યો છે. ત્યારે આ ટૂર્નામેન્ટમાં 10 ટીમો રમવાની છે જેમાથી 8 ટીમો પહેલા જ ક્વોલિફાય થઇ ગઇ છે. તાજેતરમાં ICC ODI વર્લ્ડ કપ ક્વોલિફાયરની મેચો રમાઈ રહી છે. સુપર સિક્સમાં 6 ટીમો એકબીજા સામે ટકરાશે. ઝિમ્બાબ્વેએ ગ્રુપ સ્ટેજમાં પોતાનું ફોર્મ જાળવી રાખ્યું છે અને તેણે અત્યાર સુધી રમાયેલી ત્રણેય મેચ જીતી છે. ઝિમ્બાબ્વે ત્રણ મેચ બાદ 6 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. બીજા નંબર પર શ્રીલંકા છે. શ્રીલંકાએ સુપર સિક્સ તબક્કામાં અત્યાર સુધીની પોતાની બંને મેચ જીતી છે. ત્યારે એક સમયની સૌથી મજબૂત ટીમ વેસ્ટ ઈન્ડિઝની ટીમ ક્વોલિફાયર મેચોમાં પછડાતી જોવા મળી રહી છે.

ઝિમ્બાબ્વે ICC વર્લ્ડ કપ ક્વોલિફાયર 2023 ટૂર્નામેન્ટમાં શિખર પર

Advertisement

ICC વર્લ્ડ કપ ક્વોલિફાયર 2023 ના સુપર સિક્સ રાઉન્ડમાં ગુરુવારે ઝિમ્બાબ્વે અને ઓમાન વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં ઓમાને ટોસ જીતી પહેલા બોલિંગનો નિર્ણય કર્યો હતો. પહેલા બેટિંગ કરતા ઝિમ્બાબ્વેની ટીમે 50 ઓવરમાં 332/7 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઓમાનની ટીમે ફાઈટ આપતા 50 ઓવર રમતા 318/9 રન બનાવ્યા હતા. આ મેચમાં ઝિમ્બાબ્વેએ ઓમાન સામે 14 રને રોમાંચક વિજય મેળવ્યો હતો. આ મેચમાં સીન વિલિયમ્સ (Sean Williams) એ શાનદરા સદી ફટકારી ટીમ માટે જીતનો પાયો મુક્યો હતો. વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં આ તેની ત્રીજી સદી છે. આ જીત સાથે, યજમાન ટીમ ભારતમાં 50 ઓવરની ટૂર્નામેન્ટની નજીક પહોંચી ગઈ છે. અહીંની તેમની પ્રથમ મેચમાં, ઝિમ્બાબ્વેએ ગ્રુપ Aમાં જે ફોર્મ બતાવ્યું હતું તે ચાલુ રાખ્યું છે અને ઓમાનથી સારું પ્રદર્શન કર્યું, જેમા વિલિયમ્સે તેના પ્રભાવશાળી ફોર્મને ચાલુ રાખ્યું. ગ્રુપ સ્ટેજમાં ચારમાંથી ચાર મેચ જીત્યા બાદ હવે સુપર સિક્સમાં યજમાન ટીમના 6 પોઈન્ટ થઈ ગયા છે.

Advertisement

એક સમયની મજબૂત ટીમને આજે ક્વોલિફાય થવા માટે થઇ રહ્યા છે ફાફા

70 અને 80 ના દાયકાની સૌથી મજબૂત ટીમને આજે ICC ODI World Cup 2023 માં ક્વોલિફાય થવામાં પણ ફાફા પડી રહ્યા છે. એવું નથી કે આ ટીમ પાસે મજબૂત ખેલાડીઓ નથી. આજે પણ વિન્ડિઝ ખેલાડીઓ જ્યારે અલગ-અલગ દેશોની લીગમાં રમતા સારું પ્રદર્શન કરતા હોય છે પરંતુ જ્યારે પોતાના દેશ માટે રમવાની વાત આવે છે ત્યારે ખેલાડીઓનું પ્રદર્શન નવશીખીયા જેવું થઇ જાય છે. શું છે કારણ તે તો આવતા સમયમાં સામે આવી જ જશે પણ હાલમાં આ ટીમને ICC ODI World Cup 2023 માં ક્વોલિફાય થવામાં પણ તકલીફ પડી રહી છે. જણાવી દઇએ કે, ઝિમ્બાબ્વે 6 પોઈન્ટ સાથે સુપર સિક્સ રાઉન્ડ ટેબલમાં ટોચ પર છે અને હવે ભારતમાં ICC ODI World Cup 2023 માં સ્થાન મેળવવા માટે તેને માત્ર 2 પોઈન્ટની જરૂર છે. એટલે કે માત્ર 1 જીત સાથે તેની ટીમ વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થઈ જશે. ઝિમ્બાબ્વેની આ જીતથી વેસ્ટ ઈન્ડિઝની મુશ્કેલીઓ વધી ગઈ છે. વેસ્ટ ઈન્ડિઝની ટીમ માટે વર્લ્ડ કપના દરવાજા બંધ થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે કોઈ ચમત્કાર જ તેમને વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કરી શકે છે. કારણ કે ઝિમ્બાબ્વે સિવાય શ્રીલંકા પણ આ રેસમાં છે. જે આ ટુર્નામેન્ટમાં શાનદાર ફોર્મમાં છે.

2 ટીમો વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થશે

નેધરલેન્ડ અને સ્કોટલેન્ડે પોતપોતાના ગ્રૂપમાં શાનદાર પ્રદર્શન કર્યું અને બંને બીજા સ્થાને રહીને સુપર સિક્સમાં પહોંચ્યા છે. નેધરલેન્ડ અને સ્કોટલેન્ડે તેમની 4 માંથી 3 મેચ જીતી હતી. સુપર 4 ની મેચો બાદ પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહેલી 2 ટીમો વચ્ચે ક્વોલિફાયરની અંતિમ મેચ રમાશે. આ બંને ટીમ ભારતમાં ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનાર ODI વર્લ્ડ કપમાં રમશે. જણાવી દઇએ કે, આ વખતે વર્લ્ડ કપ ટૂર્નામેન્ટમાં કુલ 10 ટીમો ભાગ લેશે, પ્રથમ 8 ટીમો ક્રિકેટ વર્લ્ડ કપ સુપર લીગ દ્વારા ક્વોલિફાય થઈ ચૂકી છે. અંતિમ 2 સ્થાન ઝિમ્બાબ્વેમાં 9 જુલાઈના રોજ સમાપ્ત થનારી ક્વોલિફાયર ટુર્નામેન્ટના અંતે નક્કી કરવામાં આવશે. આ વખતે દરેક ટીમ અન્ય 9 ટીમો સામે રાઉન્ડ રોબિન ફોર્મેટમાં રમશે, જેમાં ટોચની ચાર ટીમો સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે. વળી, વર્લ્ડ કપની ફાઇનલ 19 નવેમ્બરે અમદાવાદમાં, સેમિફાઇનલ 15 અને 16 નવેમ્બરે મુંબઈ અને કોલકાતામાં યોજાશે.

આ પણ વાંચો - ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 નું SCHEDULE જાહેર, જાણો ક્યારે રમાશે ભારત-પાકિસ્તાનની મેચ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×