કેનેડા સરકાર નાગરિકતા કાયદામાં કરશે ઐતિહાસિક મોટા ફેરફાર, ભારતીય મૂળના પરિવારોને મળશે મોટી રાહત!
- કેનેડા સરકારે લીધો મોટો ઐતિહાસિક નિર્ણય
- કેનેડિયન સરકારે નાગરિકતાના કાયદામાં કરશે સુધારો
- આ સુધારાથી હજારો ભારતીય મૂળના લોકોને થશે મોટો ફાયદો
કેનેડાની સરકાર તેના નાગરિકતા કાયદામાં ((Canada Citizenship Law Changes)) મોટો અને ઐતિહાસિક સુધારો કરવા જઈ રહી છે. આ ફેરફારથી એવા હજારો ભારતીય મૂળના પરિવારોને મોટી રાહત મળશે, જેમના બાળકોનો જન્મ કેનેડાની બહાર થયો હતો અને જૂના નિયમોના કારણે તેમને નાગરિકતા મળી નહોતી. સરકારનું કહેવું છે કે નવો કાયદો પરિવારોને ન્યાય આપશે અને આધુનિક જરૂરિયાતોને અનુરૂપ છે.
Canada Citizenship Law Changes: જૂના કાયદાની ખામીઓ દૂર થશે
કેનેડાના ઇમિગ્રેશન મંત્રી લેના મેટલેજ-ડાયબે જણાવ્યું કે ( Bill C-3 )જૂના કાયદાની ખામીઓને દૂર કરશે, જેના કારણે ઘણા લોકો 'લોસ્ટ કેનેડિયન' (ગુમ થયેલા કેનેડિયન) બની ગયા હતા. આ ફેરફાર એવા લોકોને નાગરિકતા પાછી આપશે જેમને 2009ના નિયમોને કારણે બાકાત રાખવામાં આવ્યા હતા. 2009ના નિયમ મુજબ, વિદેશમાં જન્મેલા બાળકોને નાગરિકતા ત્યારે જ મળી શકતી હતી, જો તેમના માતા-પિતામાંથી ઓછામાં ઓછું કોઈ એક કેનેડામાં જન્મ્યું હોય અથવા ત્યાં નાગરિક બન્યું હોય.
Canada Citizenship Law Changes: નવો નિયમ: 'સબસ્ટેન્ટિયલ કનેક્શન ટેસ્ટ'
નવા કાયદામાં સૌથી મોટો ફેરફાર 'Substantial Connection Test' છે. આ નિયમ હેઠળ, વિદેશમાં જન્મેલા કેનેડિયન માતા-પિતા તેમના બાળકને નાગરિકતા ત્યારે જ આપી શકશે, જ્યારે તેઓ બાળકના જન્મ અથવા દત્તક લેતા પહેલા ઓછામાં ઓછા 1,095 દિવસ (લગભગ ત્રણ વર્ષ) કેનેડામાં રહ્યા હોય. આ નિયમ યુએસ, બ્રિટન અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોના નિયમો સાથે સુસંગત છે.
Canada Citizenship Law Changes: કોર્ટે કાયદાને ગેરબંધારણીય જાહેર કર્યો હતો
અગાઉ, વિદેશમાં જન્મેલા બાળકોને સ્વચાલિત નાગરિકતાથી પ્રતિબંધિત કરતા 2009ના નિયમને 2023માં Canadian Court એ ગેરબંધારણીય જાહેર કર્યો હતો, જેને સરકારે પડકાર્યા વિના સ્વીકાર કર્યો હતો. કેનેડિયન કોર્ટે સરકારને આ ફેરફારો લાગુ કરવા માટે જાન્યુઆરી 2026 સુધીનો સમય આપ્યો છે. ઇમિગ્રેશન વકીલોનું માનવું છે કે આ પ્રક્રિયા શરૂ થયા પછી નાગરિકતાની અરજીઓમાં મોટો ઉછાળો જોવા મળશે. કેનેડિયન ઇમિગ્રેશન લોયર્સ એસોસિએશન (CILA) એ પણ આ સુધારાને આવકાર આપ્યો છે.
આ પણ વાંચો : G20 સમિટમાં PM મોદીનું સંબોધન,વિશ્વએ ડ્રગ્સ અને આતંક સામે લડવું પડશે!