Canada G7: 'ઈરાનની હાર નિશ્ચિત છે...', G7 બેઠકમાં યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલને ટેકો આપ્યો
- ઇઝરાયલ સાથે ચાલી રહેલા સંઘર્ષમાં ઈરાન જીતી શકશે નહીં: ડોનાલ્ડ ટ્રમ્પ
- ઈરાને શનિવાર રાતથી રવિવાર સવાર સુધી ઇઝરાયલ પર હુમલો કર્યો
- ઇઝરાયલના 'ઓપરેશન રાઇઝિંગ લાઇન' સામે 'ઓપરેશન ટ્રુ પ્રોમિસ 3' શરૂ
Canada G7 : યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે કહ્યું હતું કે ઇઝરાયલ સાથે ચાલી રહેલા સંઘર્ષમાં ઈરાન જીતી શકશે નહીં, અને ખૂબ મોડું થાય તે પહેલાં વાટાઘાટોમાં પાછા ફરવું જોઈએ. ટ્રમ્પે કેનેડામાં ચાલી રહેલી G7 બેઠકમાં આ નિવેદન આપ્યું હતું. એક સમાચાર પ્રમાણે, એવું જાણવા મળ્યું છે કે ટ્રમ્પે G7 નિવેદન પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર કર્યો છે. આ નિવેદન ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના તણાવ ઘટાડવા અને પશ્ચિમ એશિયામાં સ્થિરતા જાળવવાની અપીલ કરે છે.
ઈરાને શનિવાર રાતથી રવિવાર સવાર સુધી ઇઝરાયલ પર હુમલો કર્યો
ટ્રમ્પે રશિયાને G7 (અગાઉ G8) માંથી બહાર કાઢવા બદલ કેનેડાના ભૂતપૂર્વ વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો અને ભૂતપૂર્વ યુએસ પ્રમુખ બરાક ઓબામા પર નિશાન સાધ્યુ છે. ડોનાલ્ડ ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઇઝરાયલે ઈરાનના સંરક્ષણ મંત્રાલયના મુખ્યાલય પર હુમલો કર્યો હતો અને બુશેહર પ્રાંતમાં સ્થિત વિશ્વના સૌથી મોટા કુદરતી ગેસ પ્લાન્ટ પર હુમલો કર્યો હતો. આ ઇઝરાયલી કાર્યવાહીમાં ઈરાનના પરમાણુ વૈજ્ઞાનિકો અને ટોચના લશ્કરી અધિકારીઓને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા. ઈરાને ઇઝરાયલના 'ઓપરેશન રાઇઝિંગ લાઇન' સામે 'ઓપરેશન ટ્રુ પ્રોમિસ 3' શરૂ કર્યું. ઈરાને શનિવાર રાતથી રવિવાર સવાર સુધી ઇઝરાયલ પર હુમલો કર્યો છે.
ડોનાલ્ડ ટ્રમ્પની ચેતવણી
ટ્રમ્પે G7 પહેલા ઈરાનને ચેતવણી આપી હતી કે જો ઈરાન અમેરિકા અથવા તેની કોઈપણ સંપત્તિ પર હુમલો કરશે, તો અમે સંપૂર્ણ તાકાતથી જવાબ આપીશું - એવી તાકાત જે દુનિયાએ પહેલાં ક્યારેય જોઈ નથી. ઈરાન દ્વારા જારી કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે શુક્રવારથી ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા હુમલાઓમાં અત્યાર સુધીમાં 224 લોકો માર્યા ગયા છે અને 1277 લોકો ઘાયલ થયા છે. જોકે, તેમાંના કેટલા નાગરિકો કે લશ્કરી કર્મચારીઓ છે તે જણાવવામાં આવ્યું નથી.
આ પણ વાંચો: Gujarati Top News : આજે 17 જૂન 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?