Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Canada: ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની હત્યામાં ભારતનો કોઈ હાથ નથી: કેનેડિયન કમિશન

આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરને મારવાનો આરોપ પીએમ ટ્રુડોએ એક તપાસ સમિતિની રચના કરી હતી જસ્ટિન ટ્રુડોએ ભારત પર આરોપ લગાવ્યો Canada: વિદાયમાન વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો ભારત પર ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરને મારવાનો આરોપ લગાવી રહ્યા છે, પરંતુ હવે...
canada  ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની હત્યામાં ભારતનો કોઈ હાથ નથી  કેનેડિયન કમિશન
Advertisement
  • આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરને મારવાનો આરોપ
  • પીએમ ટ્રુડોએ એક તપાસ સમિતિની રચના કરી હતી
  • જસ્ટિન ટ્રુડોએ ભારત પર આરોપ લગાવ્યો

Canada: વિદાયમાન વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો ભારત પર ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરને મારવાનો આરોપ લગાવી રહ્યા છે, પરંતુ હવે તેમને આ કેસમાં મોટો ઝટકો લાગ્યો છે. કારણ કે કેનેડિયન કમિશનના અહેવાલમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણીના કોઈ પુરાવા મળ્યા નથી. આ અહેવાલમાં ભારતના સંડોવણીના આરોપોને નકારી કાઢવામાં આવ્યા છે. કમિશને સ્પષ્ટપણે જણાવ્યું છે કે હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્સીઓની શંકાસ્પદ સંડોવણી સાબિત કરવા માટે કોઈ નક્કર પુરાવા નથી.

પીએમ ટ્રુડોએ એક તપાસ સમિતિની રચના કરી હતી

આ તપાસ સમિતિની રચના પીએમ ટ્રુડો દ્વારા સપ્ટેમ્બર 2023 માં જજ મેરી-જોસી હોગના નેતૃત્વ હેઠળ કરવામાં આવી હતી, કમિશને મંગળવારે (28 જાન્યુઆરી) પોતાનો અહેવાલ સુપરત કર્યો છે. આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે હરદીપ સિંહ નિજ્જરની હત્યા અંગે ખોટી માહિતી ફેલાવવામાં આવી છે.

Advertisement

જસ્ટિન ટ્રુડોએ ભારત પર આરોપ લગાવ્યો

નવેમ્બર 2023 માં, કેનેડાના વિદાયમાન વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ દેશની સંસદમાં આરોપ લગાવ્યો હતો કે હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય રાજદ્વારીઓ સહિત ઘણા લોકો સામેલ હતા. ટ્રુડોએ કહ્યું હતું કે તેમની પાસે આ સંબંધિત પુરાવા પણ છે. ટ્રુડોના આરોપો બાદ ભારત અને કેનેડા વચ્ચે રાજદ્વારી તણાવ નોંધપાત્ર રીતે વધી ગયો હતો. કેનેડાના આરોપો બાદ, ભારતે તેના લોકો માટે વિઝા સેવાઓ સ્થગિત કરી દીધી હતી. વિદેશ મંત્રી એસ. જયશંકરે ટ્રુડો સરકાર પર વિવિધ પ્લેટફોર્મ પરથી ખાલિસ્તાનીઓને આશ્રય આપવાનો આરોપ લગાવ્યો છે.

Advertisement

આ અહેવાલમાં રાજદ્વારીઓને હાંકી કાઢવાનો પણ ઉલ્લેખ

આ 123 પાનાના અહેવાલમાં છ ભારતીય રાજદ્વારીઓને હાંકી કાઢવાનો પણ ઉલ્લેખ છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ઓક્ટોબર 2024 માં, કેનેડાએ છ ભારતીય રાજદ્વારીઓ અને કોન્સ્યુલર અધિકારીઓને હાંકી કાઢ્યા હતા. ભારતે છ કેનેડિયન રાજદ્વારીઓને પણ હાંકી કાઢ્યા અને તેના હાઇ કમિશનરને પાછા બોલાવવાની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો: Donald Trump ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને એવી જેલમાં રાખશે જેને આખી દુનિયા કહે છે નર્ક!

Tags :
Advertisement

.

×