Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

CANADA : ખાલિસ્તાનીઓએ માથું ઉંચક્યું, હિંદુઓને કાઢવાની માંગ કરતા મોટો વિવાદ

CANADA : હવે થોડાક સમય પહેલા કેનેડામાં નવી સરકાર બની છે. તેમાં પણ ખાલિસ્તાનીઓ માથું ઉચકી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે, જેને પગલે વિવાદ સર્જાયો
canada   ખાલિસ્તાનીઓએ માથું ઉંચક્યું  હિંદુઓને કાઢવાની માંગ કરતા મોટો વિવાદ
Advertisement
  • કેનેડામાં ખાલિસ્તાનીઓ દ્વારા હિંદુઓ વિરૂદ્ધ ઝેર ઓકવાનું જારી
  • 8 લાખ હિંદુઓને કાઢવા કરી માંગ, મોટી રેલી યોજી
  • કેનેડામાં નવી સરકારનું તંત્ર મોઢું જોતું રહ્યું

CANADA : કેનેડા (CANADA) માં તાજેતરમાં નવી સરકારની રચના થઇ છે. આ સરકારના કાર્યકાળની શરૂઆતના સમયમાં જ ખાલિસ્તાનીઓ (KHALISTANI IN CANADA) એ હિંદુ વિરૂદ્ધ ઝેર ઓકવાનું શરૂ કરી દીધું છે. ખાલિસ્તાનીઓ દ્વારા 8 લાખ જેટલા હિંદુઓને કેનેડામાંથી કાઢવાની માંગ કરતા (MASS DEPORTATION) મોટો વિવાદ સર્જાયો છે. નવી સરકાર ખાલિસ્તાનીઓ સામે નિષ્ફળ નિવડી રહી હોવાનો આ પુરાવો હોવાનો ગણગણાટ જોવ મળી રહ્યો છે. હવે આવી ખોટી અનો મોટો વિવાદ સર્જે તેવી કરતુતો ડામવા માટે કેનેડાની સરકાર શું પગલાં લે છે તે જોવું રહ્યું.

માલ્ટનમાં ગુરૂદ્વારાથી ખલિસ્તાનીઓ દ્વારા મોટી રેલી યોજવામાં આવી

કેનેડામાં જસ્ટીન ટ્રુડોની સરકાર સમયે ખલિસ્તાનીઓ વારે વારે પોતાની માંગ લઇને ઉભા થઇ જતા હતા. તે આપણે સૌએ જોયું છે. ત્યાર બાદ હવે થોડાક સમય પહેલા કેનેડામાં નવી સરકાર બની છે. તેમાં પણ ખાલિસ્તાનીઓ માથું ઉચકી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. કેનેડાના માલ્ટનમાં ગુરૂદ્વારાથી ખલિસ્તાનીઓ દ્વારા મોટી રેલી યોજવામાં આવી હતી. આ રેલીમાં કેનેડામાં વસતા 8 લાખ હિંદુઓને કેનેડામાંથી નીકાળવા માટેની માંગ મુકવામાં આવી છે. આ ઘટનાના વીડિયો અને તસ્વીરો સોશિયલ મીડિયા માધ્યમથી સપાટી પર આવવા પામી છે.

Advertisement

ખાલિસ્તાનીઓને ડામવામાં સ્થાનિક સરકાર નિષ્ફળ

આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. બીજી તરફ ખલિસ્તાની તત્વો વિરૂદ્ધ કડક હાથે નવી સરકાર કામ કરે તેવી લોકમાંગ પ્રબળ બની રહી છે. વિતેલા કેટલાય સમયમાં ખાલિસ્તાનીઓ કેનેડામાં માથુ ઉંચકી રહ્યા છે, પરંતુ તેમને ડામવામાં સ્થાનિક સરકારો હજી સુધી નિષ્ફળ રહી છે.

Advertisement

આ પણ વાંચો --- Snow storm Alert: અડધા વિશ્વમાં મંડરાઈ રહ્યો છે સફેદ વિનાશનો ખતરો, પોલર વોર્ટેક્સ તૂટવાની આશંકા

Tags :
Advertisement

.

×