ભારતની બસમાં મુસાફરીનો આનંદ લેતા વિદેશી વ્લોગરે કહ્યું, 'આવું તો યુરોપમાં પણ ના મળે'
વિદેશી નાગરિકો અને કન્ટેન્ટ ક્રિએટર માટે ભારત સ્વર્ગ સમાન છે. ભારતની વૈવિધતા તેમને આકર્ષે છે. તેઓ અવાર-નવાર ભારતની સારૂ વાતોને દુનિયા સમક્ષ મુકતા હોય છે. અને જાતે જ ભારતની છબી વિશ્વમાં મજબૂત કરતા હોય છે. ત્યારે વધુ એક કેનેડિયન વ્લોગરે ભારતની સ્લીપર બસ વિશેનો સારો અનુભવ શેર કર્યો છે. સારી વાત તો છે કે, યુરોપની બસની સરખામણીમાં ભારતની બસને ચઢીયાતી ગણાવી છે.
Advertisement
- વિદેશી બ્લોગર્સ માટે ભારતનો પ્રવાસ ટોચનું ડેસ્ટિનેશન
- વધુ એક વિદેશી નાગરિકે ભારતની સુવિધાના વખાણ કર્યા
- કિફાયતી ભાવે મુસાફરી કરીને દુનિયા સમક્ષ સારી વાત મુકી
Foreigner Vlogger Appreciate Indian Sleeper Bus : એક કેનેડિયન પ્રવાસીએ સોશિયલ મીડિયા પર ભારતની સ્લીપર બસોની પ્રશંસા કરતા વાયરલ થયો છે. તેણે ભારતીય બસોને યુરોપિયન બસો કરતાં શ્રેષ્ઠ ગણાવી છે. કન્ટેન્ટ ક્રિએટર જસ્ટિને કોલકાતામાં સ્લીપર બસમાં મુસાફરી કરી હતી, અને તેની ઉત્તમ સુવિધાઓની પ્રશંસા કરતા કહ્યું હતું કે, તેને ભારતીય બસો કરતાં સારી મુસાફરી કરવાનો અનુભવ યુરોપિયન બસોમાં ક્યારેય થયો નથી.

