Cape Verde vs Uruguay : નાનો દેશ, મોટું પરાક્રમ! પોતાના ડેબ્યૂ વર્લ્ડ કપમાં દિગ્ગજ ટીમોને હંફાવતું કેપ વર્ડે
Cape Verde vs Uruguay : ફિફા વર્લ્ડ કપ 2026 માં ડેબ્યૂ કરી રહેલા 5.5 લાખની વસ્તીવાળા નાના દેશ કેપ વર્ડેએ ઇતિહાસ રચ્યો છે. સ્પેનને 0-0 થી રોક્યા બાદ, હવે 2 વખતના ચેમ્પિયન ઉરુગ્વેને 2-2 થી ડ્રોમાં રોકીને સૌને ચોંકાવી દીધા છે. મેચમાં પીનાએ 60 વર્ષ જૂનો ફ્રી-કિક ગોલનો રેકોર્ડ તોડ્યો, જ્યારે સુપર-સબ હેલિયો વારેલાએ ઐતિહાસિક ગોલ ફટકારીને આખી દુનિયાના ફૂટબોલ ચાહકોનાં દિલ જીતી લીધા છે.
Advertisement
Cape Verde vs Uruguay : FIFA World Cup 2026 માં રોમાંચનો સિલસિલો ચાલુ છે. ફૂટબોલના મેદાનમાં ક્યારેય કોઈ ટીમને નબળી આંકવી જોઈએ નહીં, અને આ વાતને માત્ર 5.5 લાખની વસ્તી ધરાવતા નાના ટાપુ દેશ કેપ વર્ડે (Cape Verde) એ સાબિત કરી બતાવી છે. પોતાના વર્લ્ડ કપ ડેબ્યૂમાં જ આ ટીમે દુનિયાભરના ફૂટબોલ ચાહકોના દિલ જીતી લીધા છે. એક સમયના વિશ્વ ચેમ્પિયન સ્પેનને 0-0 થી ડ્રોમાં રોક્યા બાદ, હવે તેમણે 2 વખતના વિશ્વ ચેમ્પિયન ઉરુગ્વેને પણ 2-2 ની બરાબરી પર રોકીને ઇતિહાસ રચી દીધો છે.

