Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Crime : રાજકોટમાં પરિવારના આંતરિક ઝઘડામાં ભાઈએ કરી ભાઈની હત્યા

રાજકોટના કુંવાડવાની જામગઢ ગામે યુવકની હત્યાનો મામલો સામે આવ્યો છે. પોલીસ તપાસમાં ભાઈએ ભાઈની હત્યા કરી હોવાનું ખુલ્યું છે.
crime   રાજકોટમાં પરિવારના આંતરિક ઝઘડામાં ભાઈએ કરી ભાઈની હત્યા
Advertisement
  • રાજકોટના કુવાડવાની જામગઢ ગામે યુવકની હત્યાનો મામલો
  • પોલીસ તપાસમાં ભાઈએ જ ભાઈની હત્યા કરી હોવાનું ખુલ્યું
  • ફરિયાદી પોતે જ હત્યારો નીકળ્યો હોવાનું ખુલ્યું
  • ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વિનુ વાવડીયા નામના વ્યક્તિની કરાઈ ધરપકડ

રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ફિલ્મી સ્ટોરીને પણ ટક્કર મારે તે પ્રકારના હત્યાના વણ ઉકેલાયેલા ગુનાને શોધી કાઢવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. ખુદ ફરિયાદી જ હત્યાનો આરોપી તેમજ મોટાભાઈ દ્વારા નાના ભાઈની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. રાજકોટ જિલ્લાના જામગઢ ખાતે ગત 18 મે 2025ના રોજ 33 વર્ષીય મુકેશ વાવડીયા નામના ખેડૂતની તીક્ષણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો હતો. ત્યારે સમગ્ર મામલે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 40 વર્ષીય વિનુ વાવડીયા નામના ખેડૂતની પોતાના જ નાના ભાઈના હત્યાના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે.

ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ફરિયાદીની પૂછપરછ કરતા મોટા ખુલાસો થયો

મીડિયા સાથેની વાતચીતમાં એસીપી ક્રાઈમ ભરત બસિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચને ખાનગી રાહથી બાતમી મળી હતી કે, ફરિયાદી વિનુ ઉર્ફે વિનો વાવડીયા દ્વારા જ પોતાના સગા નાના ભાઈ મુકેશ ઉર્ફે મુકાનું ખૂન કરવામાં આવ્યું છે. જેથી તેની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા તેણે પોતે જ હત્યા કરી હોવાની કબુલાત આપી છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમ જ્યારે જામગઢ ખાતે પહોંચી ત્યારે મૃતકના મોટાભાઈ અને હત્યાના આરોપી વિનુભાઈ ઉર્ફે વિનો વાવડીયા દ્વારા ક્રાઈમ સીન બતાવવામાં આવ્યો હતો. તેમજ જામગઢ ખાતે પોલીસ તપાસમાં પણ તે સહયોગ કરતો હતો. મુકેશ ઉર્ફે મુકાની હત્યા કોણે અને શા માટે કરી હોઈ શકે છે તે બાબતે ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા જ્યારે વિનુ ઉર્ફે વિનુ વાવડીયાની પૂછપરછ કરવામાં આવી ત્યારે તે પોતાના ભાઈ મુકેશ ઉર્ફે મુકા વિશે કેટલીક નબળી વાતો કરવા લાગ્યો હતો. જેમકે પોતાના ભાઈને અન્ય સ્ત્રી સાથે આડા સંબંધો છે. તેમજ પોતાનો ભાઈ દારૂ પીવાની કુટેવ ધરાવે છે. તે સહિતની વાતો કરતા ક્રાઈમ બ્રાન્ચની ટીમને બંને ભાઈઓ વચ્ચે સારા સંબંધો નહીં હોવાનું જણાઈ આવ્યું હતું.

Advertisement

Advertisement

ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા પૂછપરછ હાથ ધરતા ગોળ ગોળ જવાબ આપતો

ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા વિનુ ઉર્ફે વિનો વાવડીયાની બનાવની રાત્રે ઘરની બહાર નીકળ્યો હતો કે કેમ તે બાબતે પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. જેથી તેણે કહ્યું હતું કે રાત્રિના સમયે હું બીડી લેવા માટે બહાર નીકળ્યો હતો. જેથી કરીને બ્રાન્ચની ટીમ દ્વારા પાનની દુકાન ધરાવનારા વ્યક્તિની પણ પૂછપરછ ધરવામાં આવી હતી. જેમાં ખરા અર્થમાં તે પોતે બીડી લેવા નીકળ્યો હોવાનું સામે આવ્યું હતું. પરંતુ રાત્રિના 11:00 વાગ્યે ફરી પાછો તે પોતાના ઘરેથી બહાર નીકળ્યો હોવાનું ક્રાઈમ બ્રાન્ચની ટીમના ધ્યાને આવ્યું હતું. તેમજ વહેલી સવારે 4 વાગ્યે તે પોતાના ઘરે પરત ફર્યો હોવાનું પણ ક્રાઈમ બ્રાન્ચના ધ્યાને આવ્યું હતું. જેથી તે બાબતે વારંવાર પૂછતા તે ગોળ ગોળ જવાબ આપતો હતો.

ભરત બસિયા, એસીપી ક્રાઈમ

આ પણ વાંચોઃ શ્રીકાંત શિંદેના નેતૃત્વમાં સર્વપક્ષીય પ્રતિનિધિમંડળે અબુ ધાબીમાં BAPS મંદિરની મુલાકાત લીધી

પોલીસ દ્વારા જુદી જુદી ટીમો બનાવી પૂછપરછ કરી

તેમજ પોલીસની જુદી જુદી ટીમ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવતા તે જુદા જુદા જવાબ આપતો હતો. આમ ફરિયાદી પોતે જ શંકા ના દાયરામાં આવી ગયો હતો. જેથી તેની કડક રીતે પૂછપરછ કરતા તેણે પોતે જ પોતાના ભાઈની હત્યા કરી હોવાની કબુલાત આપી હતી. તેમજ જણાવ્યું હતું કે રાત્રિના 11:00 વાગ્યા આસપાસ પોતાના ઘરેથી નીકળીને વાડી ખાતે ગયો હતો. પરંતુ પોતાનો ભાઈ જાગતો હોવાથી તેની હત્યા પોતે કરી શકે તેમ ન હતો. જેથી પોતાનો ભાઈ સુઈ જાય તેની રાહ તેણે જોઈ હતી. પરંતુ પોતાના ભાઈની સુવાની રાહમાં પોતાને જ રાત્રિના સમયે વાડી ખાતે નીંદર આવી ગઈ હતી. તેમજ રાત્રિના ત્રણ વાગ્યા આસપાસ પોતે જાગી જતા પોતાનો ભાઈ નિંદરમાં હોય તેવું જણાય આવ્યું હતું. જેથી પોતાના નિંદ્રાદિન ભાઈને નિંદ્રામાં જ તીક્ષણ હથિયારના ઘા ઝીંકીને તેની હત્યા કરી ત્યારબાદ પોતાના ઘરે જઈને સૂઈ ગયો હતો. તેમજ સવારે ઊઠીને જાણે કે કંઈ બન્યું જ ના હોય તેમ પોતાની વાડી ખાતે પોતાના ભાઈ માટે ચા લઈને આવ્યો હતો. તેમજ ત્યારબાદ પોતાના ભાઈની હત્યા થઈ છે તેવું પોતાના પરિવારજનો તેમજ ગ્રામજનો અને પોલીસને જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ Unseasonal rain : નર્મદા જિલ્લામાં ભારે વરસાદ પડતા કેરીના પાકને નુકસાન થતા ખેડૂતોને આવ્યો રોવાનો વારો

નાના ભાઈની હત્યાની કબુલાત કરી

પોતાના નાનાભાઈની હત્યા કરવા પાછળ પોલીસને કારણે જણાવ્યું છે કે, નાનો ભાઈ માતા-પિતાને ખૂબ જ મારકૂટ કરતો હતો. તેમજ પારિવારિક ઝઘડાઓ પણ રહેતા હતા. જેથી પોતે કંટાળી જાય પોતાના જ નાના ભાઈની હત્યા કરી હોવાની કબુલાત આપી છે.

આ પણ વાંચોઃ kutch : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 26 મેએ ભુજની મુલાકાતે, હિલવ્યુથી પ્રિન્સ રેસીડેન્સી સુધી યોજાશે રોડ શો

Tags :
Advertisement

.

×