ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rajkot : રખડતાં ઢોર પકડાશે દંડની રકમ ત્રણ ગણી વસૂલાશે

અહેવાલ---રહીમ લાખાણી, રાજકોટ રાજકોટમાં રખડતાં ઢોરને લઈ મોટો નિર્ણય રખડતાં ઢોર પકડાશે દંડની રકમ ત્રણ ગણી વસૂલાશે મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં લેવાયો નિર્ણય માલધારી અને ઢોર પકડ પાર્ટીની બબાલ બાદ નિર્ણય પ્રથમ વખત 3000 રૂપિયા દંડ વસૂલવામાં આવશે બીજી વખત...
03:24 PM Oct 17, 2023 IST | Vipul Pandya
અહેવાલ---રહીમ લાખાણી, રાજકોટ રાજકોટમાં રખડતાં ઢોરને લઈ મોટો નિર્ણય રખડતાં ઢોર પકડાશે દંડની રકમ ત્રણ ગણી વસૂલાશે મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં લેવાયો નિર્ણય માલધારી અને ઢોર પકડ પાર્ટીની બબાલ બાદ નિર્ણય પ્રથમ વખત 3000 રૂપિયા દંડ વસૂલવામાં આવશે બીજી વખત...

અહેવાલ---રહીમ લાખાણી, રાજકોટ

રાજકોટમાં રખડતાં ઢોરને લઈ મોટો નિર્ણય

રખડતાં ઢોર પકડાશે દંડની રકમ ત્રણ ગણી વસૂલાશે

મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં લેવાયો નિર્ણય

માલધારી અને ઢોર પકડ પાર્ટીની બબાલ બાદ નિર્ણય

પ્રથમ વખત 3000 રૂપિયા દંડ વસૂલવામાં આવશે

બીજી વખત પકડાશે તો 4500 રૂપિયા દંડ લેવાશે

ત્રીજી વખત 6 હજાર રૂપિયા દંડ વસૂલવામાં આવશે

વ્યક્તિગત ઉપયોગ માટે રાખતા પશુપાલકોએ પરમીટ લેવી પડશે

જો દૂધનું વેચાણ કરી ધંધો કરતા હશે તો લાયસન્સ લેવું પડશે

અરજી કરતા વધારે ઢોર હશે તો કાર્યવાહી કરવામાં આવશે

ગુજરાત હાઇકોર્ટ દ્વારા ગુજરાતભરમાં રોડ પર ફરતા પશુને કારણે અકસ્માત મુદ્દે સરકાર ની ઝાટકણી કાઢી હતી અને કડક નિયમ બનાવવા સૂચના આપવામાં આવી હતી જેના ભાગ રૂપે સરકાર દ્વારા તમામ મહાનગર નગરપાલિકા અને નગરપાલિકાને પત્ર લખી નિયમો કડક કરવા અને દંડની રકમ પણ વધારવા સૂચના આપી હતી.જેના ભાગરૂપે રાજકોટ મનપાના કમિશ્નર આનંદ પટેલ દ્વારા ગત સ્ટેન્ડિંગ કમિટીમાં ઢોર પકડ્યા બાદ છોડવાની રકમમાં વધારો કરવા દરખાસ્ત મુકી હતી. જોકે ભાજપ શાસિત મનપાએ આ મુદ્દે માલધારી સહનુભૂતી મેળવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો.

અચાનક બીજી બેઠકમાં કેમ મંજૂર કર્યો...

માત્ર ૭ દિવસમાં રાજકોટ મનપા સ્ટેન્ડિંગ બેઠક ફરી ઢોર પકડ્યા બાદ છોડવાનો દંડ વધારવા મુદ્દો મંજૂર કરવામાં આવ્યો જેથી અનેક ચર્ચાએ જોર પણ પકડ્યું હતું. પ્રથમ બેઠકમાં માલધારી સહાનુભૂતિ મેળવા પ્રયાસ થયો પણ નિણર્ય પેન્ડિંગ રખતાજ માલધારી અને ઢોર પકડ પાર્ટી વચ્ચે મારામારી થઈ અને મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. માલધારી અને ઢોર પકડ પાર્ટી વચ્ચે મામલો સામ સામે શાબ્દિક બોલાચાલી મારામારી સુધી પહોંચ્યા બાદ મનપાની ઢોર પકડ પાર્ટી દ્વારા સતાધીશોને ફરિયાદ કરી હતી અને પ્રેશર લાવતા દંડ વધારો અમલવારીમાં લાવ્યાં હોવાની ચર્ચા એ જોર પકડયું હતું.

માલધારી વસાહત આપો

સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું કે સરકારમાંથી નિયમ બની આવ્યો હતો જેથી સ્ટેન્ડિંગ કમિટી દ્વારા નિણર્ય મંજૂર કરવામાં આવ્યો છે. બીજી તરફ માલધારી આગેવાન રણજીત મુંધવાએ પણ સાથે વાતચીતમાં જણાવ્યું ૧૯૯૫ થી માલધારી વસાહતની વાત કરી રહ્યા છે પણ સરકાર અને મનપા અધિકારી સત્તાધીશો દ્વારા કોઈજ નિર્ણય લેવામાં નથી આવતો. એકબાજુ ગાયને માતા અને દેવી દેવતાની વાતો કરાય છે તો બીજી બાજુ તેને પકડી દયનિય સ્થિતિમાં લઇ જવામાં આવે છે ત્યારે હવે તેને છોડવા નામે ભાવ વધારો કર્યો તે દુઃખની વાત છે. માલધારી વસાહત આપે તો એક પણ પશુ રસ્તે જોવા નહિ મળે.

આ પણ વાંચો---AHMEDABAD POLICE : PSI ની ભારે અછત છતાં 27 PSI 4 મહિનાથી નિમણૂંકની રાહમાં

Tags :
Cattle caughtGujarat High CourtRAJKOTRajkot Municipal Corporationstanding committee
Next Article