Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કેવી રીતે સર્જાઈ દુર્ઘટના? CBI એ શરૂ કરી Odisha Train Accident ની તપાસ

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ ઓડિશા ટ્રેન દુર્ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. રેલવેના એક અધિકારીએ જણાવ્યું કે, 10 સભ્યોની CBI ટીમે સોમવારે બાલાસોર ટ્રેન દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી અને અકસ્માતની તપાસ શરૂ કરી. ઈસ્ટ કોસ્ટ રેલ્વે હેઠળના ખુર્દા...
કેવી રીતે સર્જાઈ દુર્ઘટના   cbi એ શરૂ કરી odisha train accident ની તપાસ
Advertisement

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ ઓડિશા ટ્રેન દુર્ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. રેલવેના એક અધિકારીએ જણાવ્યું કે, 10 સભ્યોની CBI ટીમે સોમવારે બાલાસોર ટ્રેન દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી અને અકસ્માતની તપાસ શરૂ કરી. ઈસ્ટ કોસ્ટ રેલ્વે હેઠળના ખુર્દા રોડ ડિવિઝનના ડીઆરએમ રિંકેશ રેએ કહ્યું કે તેમને મળેલી માહિતી અનુસાર બાલાસોરમાં ટ્રેન અકસ્માતની સીબીઆઈ તપાસ શરૂ કરવામાં આવી છે.

CBI તપાસની ભલામણ

Advertisement

રેલવે બોર્ડે રવિવારે અકસ્માતની CBI તપાસની ભલામણ કરી હતી. અગાઉ રેલવે સેફ્ટી કમિશનર શૈલેષ કુમાર પાઠકે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે બહનગા બજાર રેલ્વે સ્ટેશનના કંટ્રોલ રૂમ, સિગ્નલ રૂમ અને સિગ્નલ પોઈન્ટની પણ મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે, 3 જૂનના રોજ, બાલાસોરમાં સરકારી રેલવે પોલીસ (GRP) એ ટ્રેન અકસ્માતને લઈને ભારતીય દંડ સંહિતા અને રેલવે એક્ટની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે.

Advertisement

મૃત્યુઆંક વધ્યો

આ ઘટનામાં 3 ઈજાગ્રસ્તોના મોત બાદ ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં સત્તાવાર મૃત્યુઆંક વધીને 278 થઈ ગયો છે. જો કે, ઓડિશા સરકારના આંકડા અનુસાર, મૃત્યુઆંક હજુ પણ 275 છે. ખુર્દા રોડ ડિવિઝનના ડીઆરએમ રિંકેશ રેએ જણાવ્યું હતું કે 2 જૂને ત્રણ ટ્રેનની ટક્કરથી સર્જાયેલા અકસ્માતમાં 278 લોકોના મોત થયા હતા અને 1100 લોકો ઘાયલ થયા હતા.

અકસ્માત કે ષડ્યંત્ર?

રેલવે અધિકારીઓનું કહેવું છે કે, બાલાસોર ટ્રેન દુર્ઘટના પાછળ ઈન્ટરલોકિંગ સિસ્ટમ સાથે ચેડાની શક્યતા નકારી શકાય તેમ નથી. રેલવેની પ્રાથમિક તપાસમાં એવી કડીઓ મળી આવી છે કે, તેમાં જાણી જોઈને છેડછાડ કરવામાં આવી હોઈ શકે છે અને તેથી એવું લાગ્યું કે તેની તપાસ કોઈ તપાસ એજન્સી દ્વારા થવી જોઈએ. રેલ્વેની ઈન્ટરલોકીંગ સીસ્ટમ ખુબ જ સુરક્ષિત છે અને તેમાં ભૂલનો અવકાશ ઓછો છે. તેમનું કહેવું છે કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે જ્યાં સુધી ઇરાદાપૂર્વક છેડછાડ ન થાય ત્યાં સુધી ઇન્ટરલોકિંગ સિસ્ટમ બદલી શકાતી નથી.

રેલ્વે અધિકારીઓના આ ખુલાસાથી ફરી એકવાર સવાલ ઉઠી રહ્યો છે કે, બાલાસોર અકસ્માત અકસ્માત નહીં પણ કાવતરું હોઈ શકે. અકસ્માતની તપાસમાં આ પાસાને પણ મહત્ત્વપૂર્ણ રીતે તપાસવામાં આવી રહ્યો છે. ઇન્ટરલોકિંગ સિસ્ટમમાં ચેડા પાછળનો હેતુ જાણવા માટે CBI તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : આ બિહાર છે… રૂ. 1700 કરોડનો બ્રિજ બીજીવાર તૂટ્યો !!, જાણો – તેને બનાવનાર કંપની વિશે…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.

×