Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

'વર્ષ 2029 સુધીમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાના ટ્રેક પર' : સર્બાનંદ સોનોવાલ

INDIAN ECONOMY : છેલ્લા 10 વર્ષમાં 25 કરોડથી વધુ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે; જે સંખ્યા ઘણા યુરોપિયન દેશોની વસ્તી કરતા પણ વધુ છે
 વર્ષ 2029 સુધીમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાના ટ્રેક પર    સર્બાનંદ સોનોવાલ
Advertisement
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે કેન્દ્રમાં 11 વર્ષ પૂર્ણ કર્યા
  • કેન્દ્રિય મંત્રીએ દેશની વિકાસની યાત્રા વર્ણવી
  • વડા પ્રધાન નરેન્દ્ર મોદીના "નિર્ણાયક અને ભ્રષ્ટાચારમુક્ત" શાસનને શ્રેય આપ્યો

INDIAN ECONOMY : કેન્દ્રીય બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે (Sarbananda Sonowal) જણાવ્યું હતું કે, ભારત 2029 સુધીમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા (Third Largest Economy) બનવાના ટ્રેક પર મજબૂત રીતે આગળ વધી રહ્યું છે. તેમણે આ ઝડપી પ્રગતિ માટે છેલ્લા 11 વર્ષમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ના "નિર્ણાયક અને ભ્રષ્ટાચારમુક્ત" શાસનને શ્રેય આપ્યો છે અને કહ્યું કે દેશ વિકાસમાં "મોટી છલાંગ" અનુભવી રહ્યો છે.

'નીતિગત લકવા અને વંશીય કુશાસન'ના યુગથી આગળ

એનડીએ સરકારની 11મી વર્ષગાંઠ નિમિત્તે દિબ્રુગઢમાં એક પત્રકાર પરિષદને સંબોધતા સોનોવાલે કહ્યું કે, ભારત "નીતિગત લકવા અને વંશીય કુશાસન" ના યુગથી આગળ વધી ગયું છે અને દેશ હવે કલ્યાણ-આધારિત વિકાસ, યુવાનો દ્વારા નવીનતા અને રેકોર્ડબ્રેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિસ્તરણ પર આગળ વધી રહ્યો છે.

Advertisement

છેલ્લા 10 વર્ષમાં 25 કરોડથી વધુ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે

તેમણે કહ્યું કે, છેલ્લા 10 વર્ષમાં 25 કરોડથી વધુ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે; આ સંખ્યા ઘણા યુરોપિયન દેશોની વસ્તી કરતા પણ વધુ છે. ભારતનું ચોથી સૌથી મોટી વૈશ્વિક અર્થવ્યવસ્થા બનવું એ માત્ર શરૂઆત છે. ભારત 2029 સુધીમાં આપણે ત્રીજા સ્થાને પહોંચી જઇશું. આપણે વિકસિત ભારત, આત્મનિર્ભર ભારત માટે મજબૂત પાયો નાખી રહ્યા છીએ. સોનોવાલે ભારતના ઝડપથી વિકસતા સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ પર પણ પ્રકાશ પાડ્તા કહ્યું કે, વર્ષ 2014 માં 30,000 સ્ટાર્ટઅપ્સ હતા, જે આજે વધીને 1 લાખથી વધુ થઈ ગયા છે.

Advertisement

1.7 કરોડથી વધુ યુવાનો હવે દેશના સ્ટાર્ટઅપ ઝુંબેશનો ભાગ છે

તેમણે ઉમેર્યું કે, "1.7 કરોડથી વધુ યુવાનો હવે દેશના સ્ટાર્ટઅપ ઝુંબેશનો ભાગ છે. આ નવું ભારત છે, જે યુવાન સ્વપ્ન જોનારાઓ અને મહેનત કરવાવાઓથી ભરેલું છે." પૂર્વોત્તરના વિકાસ વિશે વાત કરતા સોનોવાલે કહ્યું કે મોદી સરકારના કાર્યકાળ દરમિયાન આ ક્ષેત્રમાં ઘણો બદલાવ આવ્યો છે. વડાપ્રધાન મોદીએ 70 થી વધુ વખત પૂર્વોત્તરની મુલાકાત લીધી છે, જે દેશના ઇતિહાસમાં અન્ય કોઈપણ વડા પ્રધાન કરતા વધુ છે. તેમણે એક ઉપેક્ષિત પ્રદેશને વિકાસના એન્જિનમાં ફેરવી દીધો છે.

આ પણ વાંચો --- Axiom Mission 4 : ભારત માટે મહત્વના અવકાશ મિશનના લોન્ચની નવી તારીખ સામે આવી

Tags :
Advertisement

.

×