ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Chaitar Vasava : જેલમાં બંદ MLA ચૈતર વસાવાએ હવે ગુજરાત HC નાં દ્વાર ખટખટાવ્યા

લાફાકાંડમાં ડેડીયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખે ચૈતર વસાવા સામે ફરિયાદ નોંધાવતા તેમની ધરપકડ કરવામાં આવી હતી.
11:20 PM Jul 19, 2025 IST | Vipul Sen
લાફાકાંડમાં ડેડીયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખે ચૈતર વસાવા સામે ફરિયાદ નોંધાવતા તેમની ધરપકડ કરવામાં આવી હતી.
CaitarV_Gujarat_first
  1. જેલમાં બંધ AAP ના MLA ચૈતર વસાવા ગુજરાત હાઈકોર્ટનાં શરણે (Chaitar Vasava)
  2. AAP નાં ધારાસભ્ય ચૈતર વસાવાએ ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી કરી
  3. મેજિસ્ટ્રેટ કોર્ટે અને સેશન્સ કોર્ટે જામીન અરજી ફગાવતા ગુજરાત હાઈકોર્ટમાં અરજી
  4. 22 જુલાઈના ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી પર હાથ ધરાશે સુનાવણી

Chaitar Vasava : આમ આદમી પાર્ટીનાં (AAP) નેતા અને ડેડિયાપાડાનાં ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava) હાલ વડોદરાની સેન્ટ્રલ જેલમાં છે. અગાઉ મેજિસ્ટ્રેટ કોર્ટ અને સેશન્સ કોર્ટે જામીન અરજી નામંજૂર કરતા હવે ધારાસભ્ય ચૈતર વસાવાએ ગુજરાત હાઈકોર્ટનો (Gujarat High Court) દરવાજો ખટખટાવ્યો છે. ધારાસભ્યે ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી કરી છે. લાફાકાંડમાં ડેડીયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખે ચૈતર વસાવા સામે ફરિયાદ નોંધાવતા તેમની ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો - Junagadh : AAP નાં પ્રદેશ મહિલા અધ્યક્ષ રેશ્મા પટેલની પોલીસે અટકાયત કરી, જાણો શું છે કારણ ?

ધારાસભ્ય ચૈતર વસાવાએ ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી કરી

ડેડિયાપાડાનાં (Dediapada) ધારાસભ્ય ચૈતર વસાવા એ હવે હાઈકોર્ટમાં જામીન અરજી કરી છે. અગાઉ મેજિસ્ટ્રેટ કોર્ટે અને સેશન્સ કોર્ટે તેમની જામીન અરજી નામંજૂર કરી હતી. આથી, જેલમાં બંધ AAP ના MLA ચૈતર વસાવા (Chaitar Vasava) ગુજરાત હાઈકોર્ટનાં શરણે ગયા છે. માહિતી અનુસાર, 22 જુલાઈનાં રોજ ગુજરાત હાઈકોર્ટમાં ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાશે.

આ પણ વાંચો - Rajkot LokMela : નવી SOP ની જાહેરાત બાદ રાઈડ સંચાલકો સાથે જિ. કલેક્ટર, ક્રાઇમ DCP ની બેઠક

ડેડીયાપાડા તાલુકા પંચાયતનાં પ્રમુખે ચૈતર વસાવા સામે ફરિયાદ કરી હતી

જણાવી દઈએ કે, 'લાફાકાંડ' માં ધારાસભ્ય સામે ડેડિયાપાડા તાલુકા પંચાયતનાં (Dediapada Taluka Panchayat) પ્રમુખ સંજય વસાવાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ બાદ પોલીસે કાર્યવાહી કરી ધારાસભ્યની ધરપકડ કરી હતી. ડેડીયાપાડા ખાતે પ્રાંત કચેરીમાં લાફાકાંડમાં ધારાસભ્ય ચૈતર વસાવા 5 જુલાઈથી જેલમાં છે. ચૈતર વસાવા પર વર્ષ 2023 માં વનકર્મીને માર મારવાનો પણ આરોપ છે.

આ પણ વાંચો - Bhavnagar : MLA સામે ભ્રષ્ટાચારનાં આક્ષેપ કરવા બદલ જિલ્લા BJP પૂર્વ પ્રમુખને નોટિસ

Tags :
Aam Aadmi PartyAdditional Sessions CourtCentral Jail of VadodaradediapadaDediapada Taluka PanchayatDistrict CourtGujarat High Courtgujaratfirst newsMLA Chaitar VasavaNarmadaSanjay VasavaTop Gujarati NewsTribal Community
Next Article