Champions Trophy નું શેડ્યૂલ જાહેર,જાણો ક્યા અને ક્યારે રમાશે ભારતની મેચ
- ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું સંપૂર્ણ શિડ્યુલ જાહેર
- ભારત અને પાકિસ્તાન 23 ફેબ્રુઆરીએ દુબઈમાં રમાશે
- ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે 22 ફેબ્રુઆરીએ મેચ રમાશે
Champions Trophy 2025 Schedule:ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું સંપૂર્ણ શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. ભારત અને પાકિસ્તાન (ind vs pak)વચ્ચે 23 ફેબ્રુઆરીએ દુબઈમાં મેચ રમાશે. ટુર્નામેન્ટમાં પ્રથમ મેચ બાંગ્લાદેશ સામે થશે. આ મેચ દુબઈમાં પણ યોજાશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે હાઇબ્રિડ મોડલ માટે UAEની પસંદગી કરી હતી. તેથી ભારતીય ટીમ તેની તમામ મેચ UAEમાં રમશે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલ મેચ લાહોરમાં રમાશે. પરંતુ જો ભારતીય ટીમ ફાઇનલમાં પહોંચશે તો તે દુબઇમાં રમાશે.
પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ મેચ રમાશે
ચેમ્પિયન્સ ટ્રોફીની પ્રથમ મેચ પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. આ મેચ 19 ફેબ્રુઆરીએ કરાચીમાં રમાશે. આ પછી ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાશે. આ મેચ 20 ફેબ્રુઆરીએ યોજાશે. અફઘાનિસ્તાનની પ્રથમ મેચ દક્ષિણ આફ્રિકા સામે છે. આ મેચ કરાચીમાં રમાશે. ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે 22 ફેબ્રુઆરીએ મેચ રમાશે.
🚨 Announced 🚨
The official fixtures for the upcoming ICC Champions Trophy 2025 are out!
Read on ⬇https://t.co/V8AVhRxxYu
— ICC (@ICC) December 24, 2024
આ પણ વાંચો -ICC રેન્કિંગમાં સ્મૃતિ મંધાનાએ કર્યો કમાલ, WI સામે શાનદાર પ્રદર્શનનું મળ્યું ઈનામ
ભારતની મેચો ક્યારે અને ક્યાં-કોની સાથે રમાશે?
ટીમ ઈન્ડિયા તેની પ્રથમ મેચમાં બાંગ્લાદેશ સામે ટકરાશે. આ પછી તેનો મુકાબલો પાકિસ્તાન સાથે થશે. આ મેચ 23 ફેબ્રુઆરીએ રમાશે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 2 માર્ચે મેચ રમાશે. ટીમ ઈન્ડિયા તેની તમામ મેચ દુબઈમાં જ રમશે.
આ પણ વાંચો -પેરિસ ઓલિમ્પિકમાં 2 મેડલ જીતનારી Manu Bhaker નું તૂટયુ દિલ!
ટીમ ઈન્ડિયાની પ્રથમ ટક્કર બાંગ્લાદેશ સાથે છે
ભારતીય ટીમ 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે ચેમ્પિયન્સ ટ્રોફીમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે 23મી ફેબ્રુઆરીએ દુબઈના મેદાન પર શાનદાર મેચ રમાશે. પાકિસ્તાન સામે ટકરાયા બાદ ટીમ ઈન્ડિયાનો મુકાબલો 2 માર્ચે ન્યૂઝીલેન્ડ સામે થશે.જો ભારતીય ટીમ ગ્રુપ સ્ટેજમાં જોરદાર પ્રદર્શન કરવામાં સફળ રહેશે તો રોહિતની સેના 4 માર્ચે દુબઈમાં ટૂર્નામેન્ટની પ્રથમ સેમીફાઈનલ મેચ રમશે. આ વખતે ફાઈનલ મેચ માટે રિઝર્વ ડે પણ રાખવામાં આવ્યો છે. એટલે કે જો વરસાદને કારણે 9 માર્ચે મેચ પૂર્ણ નહીં થાય તો આ સ્થિતિમાં બાકીની મેચ 10 માર્ચે રમાશે.
આ પણ વાંચો -
ICC મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 શેડ્યૂલ
- 19 ફેબ્રુઆરી – પાકિસ્તાન વિ ન્યુઝીલેન્ડ, નેશનલ સ્ટેડિયમ, કરાચી
- 20 ફેબ્રુઆરી – બાંગ્લાદેશ વિ ભારત, દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, દુબઈ
- 21 ફેબ્રુઆરી – અફઘાનિસ્તાન વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, નેશનલ સ્ટેડિયમ, કરાચી
- 22 ફેબ્રુઆરી - ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ ઈંગ્લેન્ડ, ગદ્દાફી સ્ટેડિયમ, લાહોર
- 23 ફેબ્રુઆરી – પાકિસ્તાન વિ ભારત, દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, દુબઈ
- 24 ફેબ્રુઆરી – બાંગ્લાદેશ વિ ન્યુઝીલેન્ડ, રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમ, રાવલપિંડી
- 25 ફેબ્રુઆરી – ઓસ્ટ્રેલિયા વિ દક્ષિણ આફ્રિકા, રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમ, રાવલપિંડી
- 26 ફેબ્રુઆરી – અફઘાનિસ્તાન વિરુદ્ધ ઈંગ્લેન્ડ, ગદ્દાફી સ્ટેડિયમ, લાહોર
- 27 ફેબ્રુઆરી – પાકિસ્તાન વિ બાંગ્લાદેશ, રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમ, રાવલપિંડી
- 28 ફેબ્રુઆરી – અફઘાનિસ્તાન વિ ઓસ્ટ્રેલિયા, ગદ્દાફી સ્ટેડિયમ, લાહોર
- 1 માર્ચ - દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ઈંગ્લેન્ડ, નેશનલ સ્ટેડિયમ, કરાચી
- 2 માર્ચ – ન્યુઝીલેન્ડ વિરુદ્ધ ભારત, દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, દુબઈ
ફાઈનલ અને સેમી ફાઈનલ મેચ ક્યાં રમાશે
- 4 માર્ચ - સેમિ-ફાઇનલ 1, દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, દુબઈ
- 5 માર્ચ - સેમિફાઇનલ 2, ગદ્દાફી સ્ટેડિયમ, લાહોર
- 9 માર્ચ - ફાઇનલ - ગદ્દાફી સ્ટેડિયમ, લાહોર