Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Chandrayaan 3 Land : ગુજરાત BJP અધ્યક્ષ CR પાટીલે વૈજ્ઞાનિકો અને PM મોદીને અભિનંદન પાઠવ્યા

Chandrayaan-3ના સફળ લેન્ડિંગમાં ભારે ઉત્સાહ BJP અધ્યક્ષ CR પાટીલે સફળ લેન્ડિંગની પ્રક્રિયા નિહાળી CR પાટીલે પોતાના નિવાસ સ્થાનથી લાઇવ નિહાળ્યું Chandrayaan નું સફળ લેન્ડિંગ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલ પોતાના નિવાસ્થાને નિહાળ્યું હતું. તેમણે કહ્યું કે,...
chandrayaan 3 land   ગુજરાત bjp અધ્યક્ષ cr પાટીલે વૈજ્ઞાનિકો અને pm મોદીને અભિનંદન પાઠવ્યા
Advertisement

Chandrayaan-3ના સફળ લેન્ડિંગમાં ભારે ઉત્સાહ
BJP અધ્યક્ષ CR પાટીલે સફળ લેન્ડિંગની પ્રક્રિયા નિહાળી
CR પાટીલે પોતાના નિવાસ સ્થાનથી લાઇવ નિહાળ્યું

Chandrayaan નું સફળ લેન્ડિંગ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલ પોતાના નિવાસ્થાને નિહાળ્યું હતું. તેમણે કહ્યું કે, આ ભારત માટેની આ વિશેષ સિદ્ધિ છે અને આ માટે ભારતના વૈજ્ઞાનિકો અને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન પાઠવ્યા છે.

Advertisement

ન માત્ર ભારત પરંતુ સમગ્ર વિશ્વના દેશો જે ઐતિહાસિક ક્ષણની આશા રાખી રહ્યુ હતું તે આજે આવી ગઇ છે. ભારતે 14 જૂલાઇના રોજ ત્રીજુ ચંદ્રયાન મોકલ્યુ હતું. 41 દિવસની સફરમાં સમગ્ર દેશવાસીઓ ચંદ્રયાનના સફળ લેન્ડિંગ માટે પ્રાર્થના કરતા હતા ત્યારે આજે ભારતના વૈજ્ઞાનિકોએ સફળતા પ્રાપ્ત કરી ભારતનું ગૌરવ વધાર્યુ છે તે બદલ આ મિશન સાથે સંકળાયેલા તમામ વૈજ્ઞાનિકો અને ટીમના સભ્યોશ્રીઓને દેશનું ગૌરવ વઘારવા બદલ પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીએ અભિનંદન પાઠવ્યા.

Advertisement

ચંદ્રના દક્ષિણધૃવ પર પહોંચનારો ભારત પ્રથમ દેશ છે જે દેશ માટે ઐતિહાસિક ક્ષણ છે. ચંદ્રયાન -3 માટે ગુજરાતે પણ મહત્વની ભૂમિકા નિભાવી છે, આ ઐતિહાસિક ક્ષણનાં સાક્ષી બનવાનું સૌભાગ્ય મળ્યું ત્યારે આંખો ભીની થઇ અને એક નવી જ ઉર્જાનો અનુભવ થયો, આજે આખો દેશ આ ઉર્જા અનુભવી રહ્યો છે. ચંદ્રયાન-3ની સફળતાએ સૌર મંડળની અનેક નવી સીમાઓને ખોલી આપી છે. બ્રમ્હાંડની અનેક સંભાવનાઓને સાકાર કરવા તરફ ભારતે આ પહેલું સફળ કદમ માંડ્યું છે.

આ પણ વાંચો : ઇલેક્ટ્રિક વ્હીકલ રિચાર્જ સ્ટેશન અને LNG રિગેસિફિકેશન ટર્મિનલ નિર્માણ માટે MoU થયા

Tags :
Advertisement

.

×