Chardham Yatra : પંચમહાલના વક્તાપુરનું શિક્ષક દંપતી ચારધામ યાત્રાએ ગયું અને થયુ સંપર્ક વિહોણું
- 16 મેના રોજ શિક્ષક દંપતી ચારધામ યાત્રાએ ગયું હતું
- શિક્ષક દંપતીનો છેલ્લા 8 દિવસથી મોબાઈલ ફોન બંધ
- 20 મેએ પરિવાર સાથે વાત કર્યા બાદ નથી થયો સંપર્ક
Chardham Yatra : ગુજરાતના પંચમહાલ ખાતે આવેલ વક્તાપુરનું દંપતી સંપર્ક વિહોણું થયુ છે. 16 મેના રોજ શિક્ષક દંપતી ચારધામ યાત્રાએ ગયું હતું. જેમાં શિક્ષક દંપતીનો છેલ્લા 8 દિવસથી મોબાઈલ ફોન બંધ આવે છે. 20 મેએ પરિવાર સાથે વાત કર્યા બાદ સંપર્ક થઇ શક્યો નથી. શિક્ષક મુકેશ પટેલના પિતાએ જાણવાજોગ ફરિયાદ નોંધાવી છે. શહેરા પોલીસે શિક્ષક દંપતીની શોધખોળ શરૂ કરી છે. તથા શિક્ષક દંપતીની શોધખોળ માટે કેટલાક સ્વજનો હરિદ્વાર પહોંચ્યા છે.
-પંચમહાલના વક્તાપુરનું દંપતી સંપર્ક વિહોણું
-16 મેના રોજ શિક્ષક દંપતી ચારધામ યાત્રાએ ગયું હતું
-શિક્ષક દંપતીનો છેલ્લા 8 દિવસથી મોબાઈલ ફોન બંધ
-20 મેએ પરિવાર સાથે વાત કર્યા બાદ નથી થયો સંપર્ક
-શિક્ષક મુકેશ પટેલના પિતાએ જાણવાજોગ ફરિયાદ નોંધાવી
-શહેરા પોલીસે શિક્ષક દંપતીની શોધખોળ… pic.twitter.com/nZ4CnxLFJb— Gujarat First (@GujaratFirst) May 28, 2025
શિક્ષક દંપતિ સંપર્ક વિહોણા થતાં પરિવારજનો ચિંતિત થયા
શહેરા તાલુકાના વક્તાપુરા ગામેથી ચારધામ યાત્રાએ ગયેલા શિક્ષક દંપતિ સંપર્ક વિહોણા થતાં પરિવારજનો ચિંતિત થયા છે. પરિવારજનોએ સંપર્ક કરવા પ્રયાસ દરમિયાન શિક્ષક દંપતિના છેલ્લા 8 દિવસથી મોબાઈલ ફોન બંધ આવતો હોવાથી ચિંતા વધુ ઘેરી બની છે. શિક્ષક પતિ-પત્ની ગત 16 મે ના રોજ પોતાના ઘરે શહેરા તાલુકાના વક્તાપુરા ગામેથી ચારધામ યાત્રાએ જવા નીકળ્યા હતા. ત્યારબાદ ગત 20 મે ના રોજ સવારે શિક્ષક દંપતિએ તેઓના પરિવારજનોને હરિદ્વારમાં હોવાનું જણાવ્યું હતું. ગત 20 મે ના રોજ શિક્ષક દંપતિએ પરિવાર સાથે વાત કર્યા બાદ તેઓનો મોબાઈલ ફોન બંધ આવતા પરિજનો ચિંતિત બન્યા છે.
શિક્ષક દંપતિની શોધખોળ માટે કેટલાક સ્વજનો હરિદ્વાર પહોંચ્યા
સમગ્ર બાબતે શિક્ષક મુકેશ પટેલના પિતાએ શહેરા પોલીસ મથકે જાણવાજોગ ફરિયાદ નોંધાવી છે. શહેરા પોલીસે શિક્ષક દંપતિની શોધખોળ શરૂ કરી છે. તેમજ શિક્ષક દંપતિની શોધખોળ માટે કેટલાક સ્વજનો હરિદ્વાર પહોંચ્યા છે. તથા રાજ્ય અને કેન્દ્ર સરકાર સંપર્ક વિહોણા દંપતિની શોધખોળમાં મદદ કરે એવી સ્વજનોએ માંગણી કરી છે.
આ પણ વાંચો: World First Humanoid Robots Boxing : દુનિયામાં પહેલી વાર રોબોટ્સ વચ્ચે બોક્સિંગ મેચ યોજાઇ જુઓ Video