Banaskantha : સસ્તા અનાજની દુકાનના સંચાલકોની હડતાળ, દુકાનો બંધ કરી નોંધાવ્યો વિરોધ
- બનાસકાંઠામાં સસ્તા અનાજની દુકાનના સંચાલકો હડતાળ પર
- રાજ્યકક્ષાની હડતાળમાં બનાસકાંઠાના દુકાનદારો પણ જોડાયા
- 166 જેટલા સસ્તા અનાજની દુકાનના સંચાલકો હડતાળ પર
- પડતર માંગણીઓને લઈને દુકાનો બંધ કરી નોંધાવ્યો વિરોધ
બનાસકાંઠામાં પંડિત દિન દયાળ ગ્રાહક મંડળના સંચાલકો પોતાની પડતર માંગણીઓને લઈને રાજ્ય સરકાર સામે લડત માંડી ને બેઠા છે પોતાની માંગણીયો ન સંતોષાતા બનાસકાંઠાના 166 જેટલા સસ્તા અનાજની દુકાનના સંચાલકો હડતાલ પર ઉતરી ગયા છે જેની સીધી અસર જિલ્લાના 23 લાખથી વધુ ગ્રાહકો ઉપર પડી રહી છે.કારણકે સસ્તા અનાજની દુકાનોના સંચાલકો હડતાલ પર ઉતર્યા છે અને દુકાનો બંધ કરી દીધી છે.અને લોકોને અત્યારે અનાજ આપતા નથી જેથી ખાસ કરીને રોજ કમાણી કરીને પોતાનું પેટ રડતા અને ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને હાલ ખૂબ મોટી મુશ્કેલી પડી રહી ત્યારે તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા સસ્તા અનાજની દુકાનો શરૂ કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.
મજૂરી કરીને પોતાનું પેટ રળતા પરિવારો મુશ્કેલીમાં મુકાયા
સસ્તા અનાજની દુકાનના સંચાલકોની માગણીઓ છેલ્લા કેટલાય સમયથી પેન્ડિંગ છે તેમની માગણીઓ ઉકેલાતી નથી અને જેને લઈને ગુજરાત ફેરપ્રાઇઝ એસોસીએને તેમના પ્રશ્નોને લઈને હડતાલ પર ઉતરવાનો નિર્ણય કર્યો છે 1 જુનથી રેશનીંગની દુકાનોમાં પુરવઠા વિતરણ બંધ કરી દેવાયો છે અને આ રાજ્યકક્ષાની હડતાલમાં બનાસકાંઠાના દુકાનદારો પણ જોડાયા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર,વડગામ,દાતા અમીરગઢ ,દાંતીવાડા ડીસા ,લાખણી ,દિયોદર ભાભર ,કાકરેજ ,વાવ થરાદ અને સુઈગામ તાલુકામાં આવેલી 166 સસ્તા અનાજની દુકાનના સંચાલકો હડતાલમાં જોડાયા છે અને જેનાથી 23 લાખથી વધુ ગ્રાહકોને રાસન મેળવવામાં તકલીફ પડી રહી છે. અત્યારે ખાસ કરીને મધ્યમ અને ગરીબ વર્ગના લોકો તેમજ રોજ મજૂરી કરીને પોતાનું પેટ રળતા પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. સરકાર દ્વારા જે રાશન આપવામાં આવે છે તેમનાથી તેમનો સહેલાઈથી પોતાનું ગુજરાન ચલાવે છે પરંતુ જે પ્રકારે સસ્તા અનાજની દુકાનોના સંચાલકોએ અત્યારે અનાજ આપવાનું બંધ કરી દીધું છે જેથી પરિવારો પણ હવે મૂંઝવણમાં મુકાયા છે.
આ પણ વાંચોઃ Rajkot: સાંસદ રામ મોકરિયા અધિકારીની તોડબાજી સામે મેદાને આવ્યા
સંચાલકોની શું માંગણીઓ
સંચાલક હકીમ મદ્રાસ વાળાએ જણાવ્યું હતું કે, સરકારે 97 ટકા વિતરણ પર 20,000 કમિશનનો નિયમ બદલી 84% વિતરણ પર 20 હજાર કમિશન આપવામાં આવે ઇકેવાયસી ન થયેલા ગ્રાહકોનો અનાજનો જથ્થો કાપી નાખવામાં આવે છે જે ન કાપવામાં આવે તેવી અનેક આવી માગણીઓને લઈને દુકાનદારો તો હડતાલ પર ઉતરી ગયા છે પરંતુ તેની સીધી અસર સસ્તા અનાજની દુકાને રાશન લેવા આવતા ગ્રાહકોને થઈ રહી છે એટલે કે જો સરકાર સસ્તા અનાજની દુકાનદારોનો ઉકેલ નહીં લાવે તો દુકાનદારો હડતાલ પર રહેશે અને વ્યવસ્થા ખોરવાશે છે.
આ પણ વાંચોઃ Surat : 17 મહિનામાં 1032 કંડક્ટર, 218 ડ્રાઈવર સામે મનપાની કાર્યવાહી
ગ્રાહકે શું કહ્યું
ગ્રાહક કમળાબેન પંચાલે જણાવ્યું હતું કે, અમે કંટોલ પર અનાજ લેવા ગયા હતા. ત્યારે કંટોલ બંધ જ હોય છે. એ લોકો દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે, સરકાર જોડે માંગણી છે તે સરકાર પુરી કરે તો અમે કંટોલ ખોલીએ. ઘઉં, ચોખા વગર તકલીફ પડે. ઘરમાં કમાવવા વાળા ઓછા હોય રોજ કમાતા હોય રોજ ખાતા હોય તો અમને ટેકો બહુ રહે સરકારનો.