ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat-Rajasthan બોર્ડર પર દારૂના કેસ માટે ટ્રેઈન કરાયેલ ડોગ સ્કવોડની મદદથી ચેકિંગ

દારૂની હેરાફેરી અટકાવવા ચુસ્ત વાહન તપાસ નવા વર્ષના આગમને બુટલેગરો બન્યા છે સક્રિય
03:35 PM Dec 29, 2024 IST | SANJAY
દારૂની હેરાફેરી અટકાવવા ચુસ્ત વાહન તપાસ નવા વર્ષના આગમને બુટલેગરો બન્યા છે સક્રિય
Gujarat Police @ Gujarat First

Gujarat-Rajasthan ની બોર્ડર પર પોલીસ (Police)નું સઘન ચેકિંગ શરૂ થયુ છે. જેમાં શામળાજી રતનપુર બોર્ડર પર ડોગની મદદથી વાહન તપાસ કરવામાં આવી રહી છે. તેમાં દારૂના કેસ માટે ટ્રેઈન કરાયેલા ડોગ સ્કવોડની મદદથી તપાસ થતા બુટલેગરો (Bootlegger)માં ફફડાટ વ્યાપી ગયો છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં 29 ચેકપોસ્ટ પર 250 પોલીસ (Police) જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.

દારૂની હેરાફેરી કરનાર બુટલેગરો (Bootlegger)પર તવાઈ બોલવા પોલીસ તૈયાર

દારૂની હેરાફેરી કરનાર બુટલેગરો (Bootlegger) પર તવાઈ બોલવા પોલીસ તૈયાર છે. છેલ્લા 15 દિવસમાં પોલીસે (Police) 3 કરોડ ઉપરાંતનો દારૂ ઝડપ્યો છે. છેલ્લા બે દિવસમાં કોમ્બિંગ દરમિયાન 101 દારૂના કેસ કરવામાં આવ્યા છે. તેમજ થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં દારૂની બદી રોકવા અરવલ્લી જિલ્લ્લાની રાજસ્થાન સરહદને જોડતી ચેકપોસ્ટો ઉપર પોલીસ દ્વારા કડક વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં જિલ્લા પોલીસ (Police) દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે જે અંતર્ગત જિલ્લાને જોડતી આંતર રાજ્ય સરહદની 6 ચેકપોસ્ટ સહીત અન્ય વધારાની 7 ચેકપોસ્ટ ઉભી કરી ચાપતા પોલીસ બંદોબસ્ત દ્વારા રાજસ્થાનમાંથી ગુજરાતમાં આવતા વાહનોનું સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. શામળાજી નજીકની મુખ્ય રતનપુર , બોબીમાતા , તેમજ મેઘરજની કાલીયાકુવા, ઉંડવા સહિતની બોર્ડર ઉપર ચેકિંગ પોઇન્ટ બનાવાયાછે.

આ પણ વાંચો: Ahmedabad: જમાલપુરમાં બેફામ કારચાલકે શાકભાજી વેચાણ કરતી મહિલાને કચડી

જિલ્લામાં 29 ચેકપોસ્ટ ઉપર 250 પોલીસ (Police) તૈનાત કરાઈ

જિલ્લામાં 29 ચેકપોસ્ટ ઉપર 250 પોલીસ (Police) તૈનાત કરાઈ છે આ ચેક પોસ્ટ પૈકી મુખ્ય ગણાતી રતનપુર ચેક પોસ્ટ ઉપર આ વખતે પોલીસ (Police) દ્વારા ડોગ સ્ક્વોડની મદદથી ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા બે દિવસમાં કોમ્બિંગ દરમિયાન 10 જેટલા દારૂના કેસ કરાયા છે ત્યારે જિલ્લા પોલીસ સક્રિય બનતા દારૂના બુટલેગરોમાં પણ ફફડાટ વ્યાપ્યો છે.

આ પણ વાંચો: Surat: ઇન્ટરનેશનલ કોલને લોકલ કોલમાં કન્વર્ટ કરવાનું રેકેટ ઝડપાયું

Tags :
Bootleggers Gujarat NewsDog SquadGujaratGujarat FirstGujarati NewsGujarati Top NewspoliceRajasthanTop Gujarati News
Next Article