Chennai : થર્મલ પાવર પ્લાન્ટ દુર્ઘટનામાં 9 આસામી કામદારોના મોત; PM Modi અને CM સ્ટાલિને વળતરની જાહેરાત કરી
- Chennai : નિર્માણાધાની લોખંડનો સ્લેબ તૂટતા શ્રમિકો પટકાયા
- તમામ શ્રમિક 30 ફૂટ ઉંચા સ્લેબ પર કરતા હતા કામ
- ઈજાગ્રસ્ત 10 શ્રમિકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
Chennai : તમિલનાડુમાં વધુ એક મોટી દુર્ઘટના બની છે. ચેન્નાઈના એન્નોર થર્મલ પાવર પ્લાન્ટમાં નિર્માણકાર્ય વખતે લોખંડનો સ્લેબ તૂટતા 9 શ્રમિકના મોત થયા છે. 10થી વધુ ઈજાગ્રસ્ત શ્રમિકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.
દુર્ઘટના વખતે શ્રમિકો 30 ફૂટ ઊંચા સ્લેબ પર કામ કરી રહ્યાં હતા. અચાનક થયેલા અકસ્માતથી ઘટનાસ્થળે અફરાતફરી મચી હતી. આ અકસ્માત ત્યારે થયો જ્યારે કામદારો એક વિશાળ ગોળાકાર માળખા પર કામ કરી રહ્યા હતા.
આસામના નવ સ્થળાંતરિત કામદારો માર્યા ગયા
અહેવાલ પ્રમાણે સ્થળ પર સલામતીના નિયમોનું પાલન કરવામાં આવ્યું ન હતું જેના કારણે શટરિંગ તૂટી ગયું અને કામદારો પડી ગયા. મુખ્યમંત્રી સ્ટાલિને 10-10 લાખ વળતરની જાહેરાત કરી છે. વડાપ્રધાન મોદીએ દુર્ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યુ હતું અને PMO તરફથી 2-2 લાખ વળતરની જાહેરાત કરવામાં આવી છે.
10 અન્ય ઘાયલ થયા છે
મૃતક તમામ શ્રમિક આસામના કાર્બી આંગલોંગ અને હોજઈ જિલ્લાના હોવાનું સામે આવયું છે. મુખ્યમંત્રી હેમત બિસ્વા સરમાએ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યુ હતું. એનોર થર્મલ પાવર સ્ટેશનના બાંધકામ સ્થળે સ્ટીલની કમાન તૂટી પડતાં આસામના નવ સ્થળાંતરિત કામદારો માર્યા ગયા અને 10 અન્ય ઘાયલ થયા છે.
આ પણ વાંચો: Earthquake: ફિલીપાઈન્સમાં 6.9ના ભૂકંપથી ભારે તારાજી, અત્યાર સુધીમાં 60 લોકોના મોત થયા