Chennai આયોજિત Grand Masters Tournament એક દિવસ પાછળ ઠેલાઇ, આ રહ્યું કારણ
- હોટલમાં આગ લાગવાની ઘટના સામે આવતા આ નિર્ણય લેવાયો
- આગમાં હોટલ ધૂમાડામાં ઘેરાઇ ગઇ, જેથી લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી
- આ ઘટના બાદ ખેલાડીઓને બીજી હોટલમાં ખસેડવામાં આવ્યા હતા
Grand Masters Tournament : ચેન્નાઈ (Chennai) માં રમાનારી ગ્રાન્ડમાસ્ટર્સ ચેસ ટુર્નામેન્ટ (Grand Masters Chess Tournament) એક દિવસ માટે મુલતવી રાખવામાં આવી છે. આ ટુર્નામેન્ટ હવે 07 ઓગસ્ટના રોજ યોજાશે. સુત્રોના જણાવ્યા અનુસાર, ચેન્નાઈ ગ્રાન્ડમાસ્ટર્સ ટુર્નામેન્ટ જે હોટલમાં યોજાવાની છે તેમાં આગ લાગી ગઈ (Hotel Fire) હતી, જેના કારણે આયોજકોએ આ નિર્ણય લેવો પડ્યો હતો. ભારત અને અન્ય દેશોના ઘણા મહાન ખેલાડીઓ ચેન્નાઈ ગ્રાન્ડમાસ્ટર્સ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર છે. આ ટુર્નામેન્ટની આ ત્રીજી આવૃત્તિ છે.
ટુર્નામેન્ટ એક દિવસ માટે મુલતવી રાખવામાં આવી
ભારતીય ગ્રાન્ડમાસ્ટર અને ટુર્નામેન્ટ ડિરેક્ટર શ્રીનાથ નારાયણે ઇન્સ્ટાગ્રામ પર આ માહિતી આપી હતી અને લખ્યું હતું કે, ગઈકાલે રાત્રે ચેન્નાઈ ગ્રાન્ડમાસ્ટર્સ (Grand Masters Chess Tournament) જે હોટલમાં યોજાવાની હતી, ત્યાં આગ લાગી હતી. હાલમાં બધા ખેલાડીઓ સુરક્ષિત છે, અને તેમને નજીકની બીજી હોટલમાં મોકલી દેવામાં આવ્યા છે. ટુર્નામેન્ટ એક દિવસ માટે મુલતવી રાખવામાં આવી છે. જોકે ખેલાડીઓને બાદમાં હોટેલમાં પાછા લાવવામાં આવ્યા હતા, પરંતુ સુરક્ષા તપાસ પછી એક દિવસ પછી ટુર્નામેન્ટ શરૂ થશે.
ટુર્નામેન્ટ 15 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે
ચેસબેઝ ઇન્ડિયાના અહેવાલ મુજબ, ચેન્નાઈમાં હોટેલ હયાત રીજન્સીના નવમા માળે આગ લાગી હતી, જેના કારણે આખી હોટેલ ધુમાડામાં ઘેરાઇ ગઈ હતી અને હોટેલમાંથી બધા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. આગ લાગ્યા બાદ ત્યાં હાજર લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. ટુર્નામેન્ટના આયોજકોએ પીટીઆઈને જણાવ્યું હતું કે, મેચનો સમય એ જ રહેશે, પરંતુ હવે આ કાર્યક્રમમાં (Grand Masters Chess Tournament) આરામ માટેનો કોઇ દિવસ રહેશે નહીં. તેમણે જણાવ્યું હતું કે, ટુર્નામેન્ટનો સમય એ જ રહેશે અને ટુર્નામેન્ટ 15 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે.
ચેમ્પિયન ખેલાડીને એક કરોડનું ઇનામ મળશે
ચેન્નાઈ ગ્રાન્ડમાસ્ટર્સના (Grand Masters Chess Tournament) વિજેતાને એક કરોડની ઇનામી રકમ આપવામાં આવશે. ભારતના નંબર વન ખેલાડી અર્જુન એરિગેસી, અનુભવી વિદિત ગુજરાતી અને નેધરલેન્ડ્સના અનિશ ગિરી જેવા પ્રખ્યાત ખેલાડીઓ આ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે. વિશ્વનો નંબર પાંચ ખેલાડી એરિગેસી અમેરિકાના એવોન્ડર લિયાંગ સામે પોતાનું અભિયાન શરૂ કરશે. પ્રથમ વખત, માસ્ટર્સ અને ચેલેન્જર્સ શ્રેણીમાં ક્લાસિકલ રાઉન્ડ રોબિન ફોર્મેટમાં નવથી વધુ રાઉન્ડ રમાશે. અગાઉ, બે સત્રમાં ફક્ત સાત રાઉન્ડ રમાયા હતા. તેમાં 19 ગ્રાન્ડમાસ્ટર્સ હશે, અને તે FIDE સર્કિટ પોઈન્ટ્સ પણ ઓફર કરશે જે ૨૦૨૬ કેન્ડિડેટ ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય થવા માટે મહત્વપૂર્ણ રહેશે.
આ પણ વાંચો ---- Asia Cup 2025 માટે અફઘાનિસ્તાનની પ્રીલિમિનિરી ટીમની જાહેરાત !