નોર્વે ચેસ ટુર્નામેન્ટમાં રસાકસીના અંતે ડી ગુકેશની જીત, હારેલા ઉમેદવારે ટેબલને મુક્કો માર્યો
- ભારતના ચેસ પ્લેયરે નોર્વેમાં જીત મેળવી
- પૂર્વ નંબર - 1 ખેલાડીએ હાર બાદ ટેબલ પર મુક્કો મારી દીધો
- ડી ગુકેશની આ જીતને મજબુત કમબેક તરીકે જોવાઇ રહી છે
D. Gukesh defeats Magnus Carlsen : વિશ્વ ચેમ્પિયન ડોમરાજુ ગુકેશે (D. Gukesh) નોર્વે ચેસ ટુર્નામેન્ટ - 2025 ના છઠ્ઠા રાઉન્ડમાં પૂર્વ નંબર વન મેગ્નસ કાર્લસન (Magnus Carlsen) પર શાનદાર વિજય મેળવ્યો છે. સફેદ મહોરાઓ સાથે રમતા ભારતીય યુવા ખેલાડીએ દબાણ સમયે પોતાની રમતને નિયંત્રિત કરી અને અંતિમ રાઉન્ડમાં 34 વર્ષીય નોર્વેજીયન ગ્રાન્ડમાસ્ટરની એક ભૂલનો લાભ લઈને તેને પોતાની યાદગાર જીતમાં ફેરવી દીધી છે. સ્ટેવાન્જરમાં ઘરઆંગણાના દર્શકો સામે રમતા કાર્લસનનો મોટાભાગનો સમય ગુકેશ ડી સામે મજબૂત દેખાવ રહ્યો અને તે શરૂઆતમાં વધુ સારી સ્થિતિમાં જણાતો હતો.
નબળાઈનો ફાયદો ઉઠાવ્યો
ડી. ગુકેશે શિસ્ત અને ધીરજ સાથે કાર્લસનની દરેક ચાલનો બચાવ કર્યો અને પછી વળતી ચાલ રમીને રમતનો રસ્તો બદલી નાખ્યો હતો. આ ટુર્નામેન્ટમાં સમય નિયંત્રણનો નિયમ લાગુ પડે છે, જેનો અર્થ એ છે કે તમારે સમય લીધા વિના ઝડપથી તમારી ચાલ રમવી પડે. ટુર્નામેન્ટના આ નિયમને કારણે કાર્લસને સંઘર્ષ કરવો પડ્યોહતો. ગુકેશે તેની આ નબળાઈનો ફાયદો ઉઠાવ્યો અને રમતના અંતિમ રાઉન્ડમાં તેને હરાવ્યો છે. ડી. ગુકેશ આ જીતથી ખૂબ ખુશ દેખાતા હતા. તેણે રમતના મેદાનની લોબીમાં પોતાના લાંબા સમયના પોલિશ કોચ ગ્રઝેગોર્ઝ ગાજેવસ્કીનું એક જોરદાર પંચ સાથે સ્વાગત કર્યું હતું.
હવામાનની જેમ બાજી પણ પલટાઇ ગઇ
આ ડી ગુકેશ માટે કમબેક જીત હતી. નોર્વે ચેસ ટુર્નામેન્ટમાં બે વર્ષમાં આ બીજી વખત છે જ્યારે કોઈ યુવા ભારતીય ખેલાડીએ ક્લાસિક ફોર્મેટમાં કાર્લસનને હરાવ્યો છે. ગયા વર્ષે આર. પ્રજ્ઞાનંધાએ તેમને આ ટુર્નામેન્ટમાં હરાવ્યો હતો. આ વર્ષે ડિફેન્ડિંગ વર્લ્ડ ચેમ્પિયન ડી ગુકેશે કાર્લસનને હરાવ્યો છે. મોટાભાગની રમત દરમિયાન કાર્લસન નિયંત્રણમાં જોવા મળ્યો, પરંતુ સ્ટેવાન્જરમાં અણધાર્યા હવામાનની જે, બધું જ આંખના પલકારામાં બદલાઈ ગયું હતું.
OH MY GOD 😳🤯😲 pic.twitter.com/QSbbrvQFkE
— Norway Chess (@NorwayChess) June 1, 2025
ગુકેશે હાર માની ન્હતી
હંગેરિયન મૂળના અમેરિકન ચેસ ખેલાડી સુસાન પોલ્ગરે ગુકેશના હાથે કાર્લસનની હારને કારકિર્દીની સૌથી પીડાદાયક હાર ગણાવી છે. તેમણે લખ્યું કે "કાર્લસન ભાગ્યે જ ક્લાસિકલ ચેસ ફોર્મેટમાં હારે છે, અને તે ભાગ્યે જ મોટી ભૂલો કરે છે". નોર્વેમાં ગુકેશ સામે છઠ્ઠા રાઉન્ડમાં પ્રતિસ્પર્ધી કાળા મહોરા સાથે ખૂબ જ સારી રીતે રમી રહ્યો હતો. તે જીતવાની સ્થિતિમાં હતો, કારણ કે ઘડિયાળમાં વધુ સમય હતો. પણ ગુકેશે હાર માની ન્હતી. તેણે લડવાનું ચાલુ રાખ્યું અને કાર્લસનની લીડ ધીમે ધીમે ઓછી થતી ગઈ હતી. પછી જ્યારે બંને ટાઇમના ફ્રેમમાં હતા, ત્યારે કાર્લસેને એક મોટી ભૂલ કરી જેના કારણે તેને હારનો સામનો કરવો પડ્યો છે. આ તેમની શાનદાર કારકિર્દીની સૌથી પીડાદાયક હારોમાંની એક છે. મને ખાતરી છે કે તે પોતાની જાત પર ખૂબ ગુસ્સે થશે.
આ પણ વાંચો --- Bullet Train: મુંબઈ-અમદાવાદ રૂટ પર બુલેટ ટ્રેન દોડશે... જાપાનમાં ટ્રાયલ શરૂ, જાણો ક્યારે ભારતમાં આવશે