Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Naxalites Surrender Chhattisgarh: દાંતેવાડામાં 'પૂના માર્ગેમ' હેઠળ 37 નક્સલીઓએ કર્યું આત્મસમર્પણ

છત્તીસગઢના દાંતેવાડા જિલ્લામાં રવિવારે 'પૂના માર્ગેમ' પહેલ હેઠળ 12 મહિલાઓ સહિત 37 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું. દાંતેવાડા પોલીસ અધિક્ષક ગૌરવ રાયના જણાવ્યા અનુસાર, આમાંથી 27 નક્સલીઓ પર 65 લાખ રૂપિયાનું ઇનામ હતું. આત્મસમર્પણ કરનારાઓને સરકારી પુનર્વસન નીતિ હેઠળ તાત્કાલિક ₹50,OO0 ની સહાય અને કૌશલ્ય વિકાસ તાલીમ અપાશે
naxalites surrender chhattisgarh  દાંતેવાડામાં  પૂના માર્ગેમ   હેઠળ 37 નક્સલીઓએ કર્યું આત્મસમર્પણ
Advertisement
  • Naxalites Surrender Chhattisgarh: 37 નકસલીઓએ આત્મસમર્પણ કર્યું
  • પૂના માર્ગેમ યોજના અંતર્ગત કર્યું આત્મસમર્પણ
  • 37માંથી 27 નકસલીઓ પર કરાયું હતું ઇનામ જાહેર

છત્તીસગઢના દાંતેવાડા ( Dantewada)  જિલ્લામાં રવિવાર 30 નવેમ્બરના રોજ એક મોટી સફળતા મળી છે, જ્યાં 37 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું હતું. આમાંથી 27 નક્સલીઓ પર કુલ 65 લાખનું ઇનામ જાહેર કરાયું હતું. દાંતેવાડાના પોલીસ અધિક્ષક ગૌરવ રાયે જણાવ્યું હતું કે 12 મહિલાઓ સહિત આ નક્સલીઓએ વરિષ્ઠ પોલીસ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ) અધિકારીઓ સમક્ષ શરણાગતિ સ્વીકારી હતી. આત્મસમર્પણ બસ્તર રેન્જ પોલીસ દ્વારા શરૂ કરાયેલી પૂના માર્ગેમ (surrendering under Puna Nargem scheme) પહેલના ભાગ રૂપે થયું હતું. એસપી રાયે જણાવ્યું કે આ પહેલ બસ્તર ક્ષેત્રમાં કાયમી શાંતિ સ્થાપિત કરવા માટે એક પરિવર્તનશીલ અભિયાન તરીકે ઉભરી રહી છે.

Naxalites Surrender Chhattisgarh: દાંતેવાડામાં નકસલવાદીઓએ કર્યું આત્મસમર્પણ

આત્મસમર્પણ કરનારાઓમાં કુમાલી ઉર્ફે અનિતા માંડવી, ગીતા ઉર્ફે લક્ષ્મી મડકમ, રંજન ઉર્ફે સોમા માંડવી અને ભીમા ઉર્ફે જહાજ કાલ્મુ જેવા અગ્રણી નક્સલીઓનો સમાવેશ થાય છે. અધિકારીએ જણાવ્યું હતું કે તેમાંના દરેક પર 8 લાખ રૂપિયાનું વ્યક્તિગત ઇનામ હતું. સરકારી પુનર્વસન નીતિ હેઠળ, આત્મસમર્પણ કરનારા નક્સલીઓને કૌશલ્ય વિકાસ, ખેતીની જમીન અને અન્ય સુવિધાઓ માટે તાલીમ સાથે 50,000 રૂપિયાની તાત્કાલિક સહાય મળશે.

Advertisement

Advertisement

Naxalites Surrender Chhattisgarh: છેલ્લા 20 મહિનામાં 508 નકસલવાદીઓ શરણાગતિ સ્વીકારી

અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારોની શરણાગતિ અને પુનર્વસન નીતિઓથી પ્રભાવિત થઈને, છેલ્લા 20 મહિનામાં દાંતેવાડા જિલ્લામાં 508 થી વધુ માઓવાદીઓ હિંસા છોડીને મુખ્ય પ્રવાહમાં જોડાયા છે, જેમાંથી 165 પર ઈનામ જાહેર કરવામાં આવ્યા હતા. એસપી રાયે જણાવ્યું હતું કે વરિષ્ઠ નેતાઓથી લઈને તેમના બેઝ વિસ્તારોમાં સક્રિય કાર્યકરો સુધી મોટી સંખ્યામાં માઓવાદીઓ પ્રતિબંધિત સંગઠન છોડી ચૂક્યા છે. પોલીસના જણાવ્યા મુજબ, છેલ્લા 23 મહિનામાં છત્તીસગઢમાં 2,200 થી વધુ નક્સલીઓએ શરણાગતિ સ્વીકારી છે, જેમાં ટોચના નક્સલીઓનો પણ સમાવેશ થાય છે. કેન્દ્ર સરકારે માર્ચ 2026 સુધીમાં દેશમાંથી નક્સલવાદને નાબૂદ કરવાનું વચન આપ્યું છે.

આ પણ વાંચો:  બિહારના મોતીહારી-ગોપાલગંજ નેશનલ હાઇવે પર ગમખ્વાર અકસ્માત, પાંચ લોકોના મોત,છની હાલત ગંભીર

Tags :
Advertisement

.

×