Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Farewell to K9 Rolo : છેલ્લા શ્વાસ સુધી K9 રોલોએ સાથ આપ્યો, ગાર્ડ ઓફ ઓનર સાથે વિદાઇ

Farewell to K9 Rolo: K9 રોલોને DBTS ખાતે જ પેટ્રોલિંગ, વિસ્ફોટક શોધનકાર્ય અને એટેકની તાલીમ આપવામાં આવી હતી.
farewell to k9 rolo   છેલ્લા શ્વાસ સુધી k9 રોલોએ સાથ આપ્યો  ગાર્ડ ઓફ ઓનર સાથે વિદાઇ
Advertisement
  • સીઆરપીએફના ઓપરેશન દરમિયાન રોલોનું મોત
  • કેજીએચ વિસ્તારમાં સર્ચ દરમિયાન મધમાખીએ હુમલો કર્યો
  • હુમલાથી બચવાનો પ્રયાસ કારગરના નિવડ્યો

Farewell to K9 Rolo : છત્તીસગઢ (CHHATTISGARH) માં નક્સલ વિરોધી કાર્યવાહી (ANTI NAXAL OPERATION) દરમિયાન એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઓપરેશન દરમિયાન CRPF બટાલિયનના ડોગ K9 રોલોનું દુ:ખદ ઘટનામાં શહીદ થયો હતો. K9 રોલોને એપ્રિલ 2024 માં જ CRPF બટાલિયન સાથે ફરજમાં તૈનાત કરવામાં આવ્યો હતો. એક ઝુંબેશ દરમિયાન K9 રોલો પર અચાનક મધમાખીઓના ટોળાએ હુમલો કરી દીધો હતો. આ હુમલામાં K9 રોલો ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેને બચાવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા, આખરે પશુચિકિત્સકે તેને મૃત જાહેર કર્યો હતો.

ડોગને યોગ્ય ટ્રેઇનીંગ આપવામાં આવી હતી

સુત્રોના જણાવ્યા અનુસાર, K9 રોલોનો જન્મ 05 એપ્રિલ, 2023 ના રોજ DBTS માં થયો હતો. K9 રોલોને બેચ નંબર 80 માં DBTS ખાતે જ પેટ્રોલિંગ, વિસ્ફોટક શોધનકાર્ય અને એટેકની તાલીમ આપવામાં આવી હતી. તાલીમ પૂર્ણ થયા પછી K9 રોલોને એપ્રિલ ૨૦૨૪ માં CRPF ની ૨૨૮ બટાલિયનમાં તૈનાત કરવામાં આવ્યો હતો. તાજેતરમાં છત્તીસગઢ અને તેલંગાણા સરહદ પર કરરેગુટ્ટા હિલ્સ (KGH) ખાતે એક ખાસ ઓપરેશન દરમિયાન CRPF સાથે K9 રોલોને પણ તૈનાત કરવામાં આવ્યો હતો.

Advertisement

દર્દ અને પીડાથી કણસતા દમ તોડ્યો

તૈનાતી બાદ CRPF જવાનો અને K9 રોલો KGH વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા હતા. આ દરમિયાન મધમાખીઓના ટોળાએ અચાનક K9 રોલો પર હુમલો કર્યો હતો. તે સમયે K9 રોલોની સાથે આવેલા જવાનોએ મધમાખીઓથી બચાવવા માટે તેને પ્લાસ્ટીકની શીટથી ઢાંકી દીધો હતો. જો કે, આમ કરવાથી કોઇ ફાયદો થયો ન્હતો. કારણ કે મધમાખીઓનું એક મોટું ટોળું પ્લાસ્ટીકની અંદર ઘૂસી ગયું હતું અને તેણે K9 રોલોને ખરાબ રીતે દંશ દીધા હતા. મધમાખીના ડંખથી થતી તીવ્ર પીડા અને બળતરાને કારણે K9 રોલોને ભારે પીડા થતી હતી. આ ઘટના બાદ તેને તાત્કાલિક તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. અને વધુ સારવાર માટે હોસ્પિટલમાં લઈ જતા રસ્તામાં જ દર્દથી કણસતા K9 રોલોનું મૃત્યુ થયું હતું. બાદમાં પશુચિકિત્સકે તેને મૃત જાહેર કર્યો હતો.

Advertisement

આ પણ વાંચો ---- Operation Sindoor: રક્ષામંત્રી રાજનાથ સિંહ પહોંચ્યા ગુજરાત, ભુજ એરબેઝ પર સૈનિકો સાથે કરશે વાતચીત

Tags :
Advertisement

.

×