Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

નક્સલવાદને તગડો ફટકો, છત્તીસગઢ બોર્ડર પર 26 થી વધુ નક્સલીઓ ઠાર

Chhattisgarh encounter : ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG) નારાયણપુર, DRG દાંતેવાડા, DRG બીજાપુર અને DRG કોંડાગાંવની સંયુક્ત ટીમની કાર્યવાહી
નક્સલવાદને તગડો ફટકો  છત્તીસગઢ બોર્ડર પર 26 થી વધુ નક્સલીઓ ઠાર
Advertisement
  • છત્તીસગઢમાં નક્સલીઓ વિરૂદ્ધ એન્કાઉન્ટર જારી
  • અત્યાર સુધીમાં મોટી સફળતા મળી
  • ભારત નક્સલ મુક્ત બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે.

Chhattisgarh encounter : ભારતને નક્સલ મુક્ત (NAXAL FREE INDIA) બનાવવા માટે ચાલતા ઓપરેશનમાં સુરક્ષા દળોને બુધવારે મોટી સફળતા મળી છે. આ અંગે છત્તીસગઢ (CHHATTISHGARH) ના નાયબ મુખ્યમંત્રી વિજય શર્માએ જણાવ્યું હતું કે, નક્સલ પ્રભાવિત નારાયણપુર-બીજાપુર જિલ્લાના સરહદી વિસ્તારમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં 26 થી વધુ નક્સલવાદીઓ ઠાર (NAXALITE ENCOUNTER) મરાયા છે. હાલ પ્રાપ્ત માહિતી અનુસાર, સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ ચાલુ છે અને આવનાર સમયમાં મૃત્યુઆંક વધુ વધી શકે છે.

સર્ચ ઓપરેશન દરમિયાન એન્કાઉન્ટર

પોલીસે આપેલી માહિતી અનુસાર, છત્તીસગઢના નક્સલ પ્રભાવિત નારાયણપુર જિલ્લામાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આ એન્કાઉન્ટર અબુઝમાડ વિસ્તારમાં થઈ રહ્યું છે. નક્સલવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG) નારાયણપુર, DRG દાંતેવાડા, DRG બીજાપુર અને DRG કોંડાગાંવની સંયુક્ત ટીમને કાર્યવાહી માટે મોકલવામાં આવી હતી. સર્ચ ઓપરેશન દરમિયાન શરૂ થયેલા એન્કાઉન્ટરમાં મોટી સંખ્યામાં નક્સલીઓ ઠાર માર્યા ગયા છે.

Advertisement

હાલ ઓપરેશન ચાલુ છે

છત્તીસગઢના નાયબ મુખ્યમંત્રી વિજય શર્માએ કહ્યું કે, "સુરક્ષા દળોએ 26 થી વધુ નક્સલીઓને ઠાર માર્યા છે, જેમાં અમારો એક સૈનિક ઘાયલ થયો છે, અને તે ખતરાથી બહાર છે. અમારા એક સાથીએ ઓપરેશન દરમિયાન પોતાનો જીવ ગુમાવ્યો છે, હાલ સર્ચ ઓપરેશન ચાલુ છે."

Advertisement

2 ડઝનથી વધુ નક્સલીઓ માર્યા ગયા હોવાના અહેવાલ

છત્તીસગઢના નાયબ મુખ્યમંત્રી અરુણ સાવએ જણાવ્યું હતું કે, "અમારી સરકારની રચના થઈ ત્યારથી, બસ્તરને નક્સલમુક્ત બનાવવાનું અભિયાન ચાલી રહ્યું છે. અમારા સુરક્ષા દળના જવાનો સતત મજબૂત અને મજબૂત રીતે કામ કરી રહ્યા છે." હાલમાં નારાયણપુર વિસ્તારમાં એક એન્કાઉન્ટરના સમાચાર છે જેમાં 2 ડઝનથી વધુ નક્સલીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે. સુરક્ષા દળો મજબૂતાઈથી કામ કરી રહ્યા છે, જેથી માર્ચ 2026 સુધીમાં આપણું બસ્તર નક્સલમુક્ત બને તેવો અમને વિશ્વાસ છે. નોંધનીય છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભારતને નક્સલમુક્ત બનાવવા માટે માર્ચ 2026 ની સમયમર્યાદા પણ નક્કી કરી છે.

175 થી વધુ કુખ્યાત નક્સલીઓને મારી નાખ્યા

અધિકારીઓએ જણાવ્યું કે, બસ્તર ડિવિઝનમાં નક્સલ વિરોધી કાર્યવાહી દરમિયાન સુરક્ષા દળોએ છેલ્લા ચાર મહિનામાં 175 થી વધુ કુખ્યાત નક્સલીઓને મારી નાખ્યા છે. આ કાર્યવાહીમાં બસ્તર વિભાગમાં બીજાપુર સહિત સાત જિલ્લાઓનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો --- વિવાદીત ટીપ્પણી મામલે પ્રોફેસર અલીખાનને સુપ્રીમ કોર્ટમાંથી રાહત, SIT તપાસ કરશે

Tags :
Advertisement

.

×