Chhotaudepur: જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કડક કાર્યવાહી, 18 શાળાઓને ફટકાર્યો દંડ
- છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી આકરા પાણીએ
- ફાયર સેફ્ટી મામલે 18 જેટલી શાળાઓને 10,000નો દંડ ફટકાર્યો
- NOC મામલે કારણ-દર્શક નોટીસ પાઠવવામાં આવેલ હતી
- ખુલાસો નહીં કરનાર સંસ્થાઓને દંડ ફટકારતા ખળભળાટ
છોટાઉદેપુર (Chhotaudepur) જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી (District Primary Education Officer) આકરા પાણીએ ફાયર સેફટી (Fire Safety) નિભાવણીમાં ચૂક થયેલ 18 જેટલી શાળાઓને રૂપિયા 10,000 નો દંડ ફટકાર્યો છે. શિક્ષણ આલમમાં મચ્યો ખળભળાટ. દિન સાતમાં દંડ જમાં કરાવવા આદેશ કરાયો છે. સદર હુકમની તાત્કાલિક અમલવારી ન થવાના કિસ્સામાં શાળાની માન્યતા રદ કરવાની કાર્યવાહી કરવામાં આવશે નું પણ અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર છોટાઉદેપુર જિલ્લા (Chhotaudepur District) ની 18 જેટલી શાળાઓ દ્વારા જરૂરિયાત મુજબની ફાયર સુવિધા (Fire Safety)ઓ ઉભી કરી FIRE NOC મેળવવામાં ચૂક કરી હતી. જે બાબતે કચેરી દ્વારા સંસ્થા ઓને FIRE NOC ન મેળવવા બદલ કારણ-દર્શક નોટીસ પાઠવવામાં આવેલ હતી, જેના જવાબમાં સંસ્થા દ્વારા ખુલાસો રજૂ કરવામાં આવેલ નથી કે સંસ્થા દ્વારા કાર્યવાહી સમય મર્યાદામાં કરવામાં આવેલ નથી. જેને લઈ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી (District Primary Education Officer) વિફર્યા છે, અને 18 શાળાઓ ને રૂપિયા 10 હજાર શાળા દીઠ દંડ ફટકારી દિન સાત દંડ જમાં કરાવવા આદેશ કરાયો છે.
ખુલાસો નહી કરનાર સંસ્થાઓને દંડ ફટકાર્યો
રાજ્યમાં અવારનવાર ફાયર સેફટી (Fire Safety)ની ચુકના કારણે ગોઝારી ઘટનાઓ બન્યા હોવાનો ઇતિહાસ સાક્ષી પૂરે છે. આ તબક્કે દરેક શાળાઓ માં ફાયર સેફટી (Fire Safety) નિભાવવા ગાઈડલાઈન અમલ માં છે, તે મુજબ તેની અમલવારી થાય તે છે કે કેમ તે બાબતે જીલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ (District Primary Education Officer) દ્વારા કમર કસી છે. અને આવી ગંભીર બાબતે બેદરકારી દાખવનારી શાળાઓ સામે લાલ આંખ કરવામાં આવી છે. અને 18 શાળા ઓ ને અગાઉ ફાયર સેફ્ટી N.o.c માટે કારણ દર્શક નોટિસ પણ આપવામાં આવી હતી. પરંતુ તેમ છતાં સમય મર્યાદામાં ખુલાસો નહીં કરનાર સંસ્થાઓને દંડ ફટકારતા શિક્ષણ આલમ માં ખળભળાટ મચ્યો છે.
સુવિધાઓ ઉભી કરી FIRE NOC મેળવવામાં આવેલ નથી
છોટા ઉદેપુર જીલ્લા (Chhotaudepur District) ની તમામ શાળાઓમાં અભ્યાસ કરતાં બાળકોની સુરક્ષા અને સલામતી સુનિશ્વિત કરવા સરકારની પ્રવર્તમાન ગાઇડ-લાઈન મુજબ ફાયર સેફટીના સાધનો વસાવવા બાબતે વખતો વખત વિગતવાર શિક્ષણ વિભાગ દ્વારા સૂચનાઓ આપવામાં આવે છે. છતાં કેટલીક શાળા દ્વારા જરૂરિયાત મુજબની સુવિધાઓ ઉભી કરી FIRE NOC મેળવવામાં આવેલ નથી.
આ પણ વાંચોઃ Surat: ગગજી સુતરિયાના નિવેદન પર હર્ષભાઇ સંઘવીની પ્રતિક્રિયા, મહિલાઓ સૌથી વધુ ગુજરાતમાં સુરક્ષિત
શાળાનું માન્યતા રદ્દ કરવામાં આવશેઃ જિલ્લા શિક્ષણાધિકારી
છોટાઉદેપુર જીલ્લા પ્રાથમિક શિક્ષણ કચેરી (Chhotaudepur District Education Officer Office) દ્વારા આવી 18 જેટલી સંસ્થાઓને FIRE NOC નહી મેળવવા બદલ કારણ-દર્શક નોટીસ પણ અગાઉ પાઠવવામાં આવેલ હતી. જેના જવાબમાં સંસ્થા દ્વારા ખુલાસો રજૂ કરવામાં આવેલ નથી. અને સદર બાબતે કાર્યવાહી સામયમયોદામાં કરવામાં આવેલ ન હોવાથી કચેરી દ્વારા સંસ્થાને રૂબરૂ સુનાવણીમાં હાજર રહેવા જણાવવામાં આવેલ સદર સુનાવણીમાં સંસ્થા ઓ દ્વારા ફાયર એન.ઓ.સી. મેળવ્યા અંગેના આધાર પુરાવા રજૂ કરવામાં આવેલ નથી. કે સદર સંસ્થાઓએ જણાવેલ સમય મર્યાદામાં FIRE NOC મેળવેલ ન હોવાથી આવી 18 જેટલી સંસ્થાઓને રૂપિયા 10000/- (અંકે રૂપિયા દસ હજાર પુરા)નો દંડ દિન સાતમાં સરકારમાં જમાં કરાવવા હુકમ કરવામાં આવતા શિક્ષણ આલમ માં ખળભળાટ મચી જવા પામેલ છે. અને જો સદર હુકમની તાત્કાલિક અમલવારી ન થવાના કિસ્સામાં શાળાની માન્યતા રદ કરવાની કાર્યવાહી કરવામાં આવશે નું પણ અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ Board Exam Result: કાલે ધોરણ 12 વિજ્ઞાન-સામાન્ય પ્રવાહ તેમજ ગુજકેટનું પરિણામ થશે જાહેર
અહેવાલ: તૌફિક શેખ(છોટાઉદેપુર)