Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Chhota Udepur : શાળાની ગુણવત્તાહીન કામગીરી પર વાલીઓનો ઉગ્ર વિરોધ-અધિકારીઓના વિરોધાભાસી નિવેદનો

Chhota Udepur : જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા હાસડા ગામમાં નવી શાળાનું બાંધકામ ભ્રષ્ટાચાર અને તકલાદી કામગીરીના આરોપોને કારણે વિવાદમાં ફસાયું છે. ગામના વાલીઓ અને લોકોએ કામની ગુણવત્તા પર સવાલ ઉઠાવીને બાંધકામ અટકાવી દીધું છે, જ્યારે અધિકારીઓ તેને યોગ્ય ગણાવી કામ ચાલુ કરવાની સૂચના આપી રહ્યા છે. આ મુદ્દો શિક્ષણ વ્યવસ્થામાં વ્યાપ્ત ભ્રષ્ટાચાર અને અધિકારીઓની બેદરકારીને ઉજાગર કરે છે.
chhota udepur   શાળાની ગુણવત્તાહીન કામગીરી પર વાલીઓનો ઉગ્ર વિરોધ અધિકારીઓના વિરોધાભાસી નિવેદનો
Advertisement
  • Chhota Udepur : હાસડા ગામમાં નવી શાળા બાંધકામમાં ભ્રષ્ટાચારના આરોપ : વાલીઓએ અટકાવ્યું કામ
  • તકલાદી ઈંટો અને ઓછા સળિયા : હાસડા ગામની શાળા બાંધકામ પર વાલીઓનો વિરોધ
  • અધિકારીઓના વિરોધાભાસી નિવેદનો : હાસડા ગામમાં શાળા કામ અટકી પડ્યું
  • છોટાઉદેપુરમાં શાળા બાંધકામ કૌભાંડ : વાલીઓએ તપાસની માંગ કરી
  • હાસડા ગામની જર્જરિત શાળા અને નવું વિવાદ : ભ્રષ્ટાચારના આરોપોમાં ફસાયું બાંધકામ

Chhota Udepur : જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા હાસડા ગામમાં નવી શાળાનું બાંધકામ ભ્રષ્ટાચાર અને તકલાદી કામગીરીના આરોપોને કારણે વિવાદમાં ફસાયું છે. તો શિક્ષણ અધિકારીએ ગામલોકોના આરોપોને જ વાહીયાત ગણાવીને એક નવો જ વિવાદ ઉભો કર્યો છે. તો બીજી તરફ તપાસ અધિકારીએ તપાસ કરતાં જાણવા મળ્યું છે કે, એક ટ્રેક્ટર ઈટો ખરાબ આવી હતી. આમ એક તરફ તપાસ અધિકારી પોતાના નિવેદનમાં એક ટ્રેક્ટર ખરાબ ઈટોની વાત કરી રહ્યો છે, તો બીજી તરફ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તો ગામલોકોના આરોપોને જ વાહિયાત ગણાવી રહ્યા છે. જોકે, અંતે ગામના વાલીઓ અને લોકોએ કામની ગુણવત્તા પર સવાલ ઉઠાવીને બાંધકામ અટકાવી દીધું છે, જ્યારે અધિકારીઓ તેને યોગ્ય ગણાવી કામ ચાલુ કરવાની સૂચના આપી રહ્યા છે. આ મુદ્દો શિક્ષણ વ્યવસ્થામાં વ્યાપ્ત ભ્રષ્ટાચાર અને અધિકારીઓની બેદરકારીને ઉજાગર કરે છે.

 ઉભા થયા અનેક પ્રશ્ન

આ વચ્ચે અનેક પ્રશ્ન ઉઠી રહ્યા છે કે, શું એક ટ્રેક્ટર ઈટો જ ખરાબ આવી હોઈ શકે છે? કોણ જૂઠ બોલી રહ્યું છે? ગામલોકો કે પછી સરકારી અધિકારીઓ? કેમ સરકારી અધિકારીઓ અને પોતે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ ગામલોકોના આરોપોને વાહિયાત ગણાવીને તેમને ખોટા ગણાવી દીધા છે તો કોન્ટ્રાક્ટરને બચાવવાની આડકતરી કોશિશ કરવામાં આવી રહી છે? પરંતુ કેમ ? અનેક પ્રશ્નના જવાબ યોગ્ય તપાસ કરવામાં આવે તો જ મળી શકે તેમ છે.

Advertisement

તપાસ અધિકારી મિલન પાટીલ

તપાસ અધિકારી મિલન પાટીલ

Advertisement

Chhota Udepur : શિક્ષાના ધામમાં ભ્રષ્ટાચાર

હાસડા ગામમાં 1986માં બનેલી જૂની શાળા જર્જરિત થઈ ગઈ હતી. ત્યારબાદ 20 વર્ષ પહેલા બનેલી અન્ય શાળા પણ ચોમાસામાં છતમાંથી પાણી ટપકવા જેવી સમસ્યાઓને કારણે જોખમી બની ગઈ છે. પરિણામે ધોરણ 1થી 5ના 46 વિદ્યાર્થીઓને એક જ પતરાના શેડમાં બેસાડવા પડે છે, જ્યાં માત્ર એક જ શિક્ષક છે. ગામવાસીઓએ નવી શાળા માટે તંત્રમાં રજૂઆત કરી હતી અને આખરે મંજૂરી મળી હતી. કામ શરૂ થયું પરંતુ કોન્ટ્રાક્ટરે વધુ કમાણીની લાલચમાં તકલાદી સામગ્રી વાપરી હોવાના આરોપો ઉઠ્યા છે.

શાળાના ઓરડાની ગુણવત્તાહીન કામગીરી!

વાલીઓએ કામ અટકાવીને અધિકારીઓને બોલાવ્યા હતા. અધિકારી મિલન પાટીલે સ્થળ પર પહોંચી તપાસ કરી અને કબૂલ્યું કે એક ટ્રેક્ટર ઈંટો ખરાબ હતી. તેમણે બીજું ટ્રેક્ટર મંગાવીને તેની ચકાસણી કરવાનું વચન આપ્યું. જોકે, અધિકારીએ કામ અટકાવવાનું કારણ બે મજૂરો વચ્ચેનો વિવાદ ગણાવ્યો જેને ગામલોકોએ નકારી કાઢ્યો હતો. વાલીઓનું કહેવું છે કે સ્લેબ અને પીલરમાં સળિયા ઓછા વપરાયા છે અને ઈંટો હાથમાં જ તૂટી જાય છે. આવી શાળા લાંબા સમય સુધી ટકશે નહીં અને બાળકોના જીવ જોખમમાં મૂકશે.

શિક્ષણ અધિકારી ગામલોકોના આરોપોને ગણાવ્યા વાહિયાત

ગામલોકોએ આરોપ લગાવ્યો કે કોન્ટ્રાક્ટરે ઓછી સામગ્રી વાપરીને ભ્રષ્ટાચાર કર્યો છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ આ આરોપોને વાહિયાત ગણાવ્યા અને કહ્યું કે અધિકારીઓની તપાસમાં કોઈ કસર જોવા મળી નથી. તેમણે કોન્ટ્રાક્ટરને કામ ચાલુ કરવાની સૂચના આપી છે.

Chhota Udepur : વિરોધાભાસ વચ્ચે કામ અટક્યું

આ વિરોધાભાસ વચ્ચે બાંધકામ અટકી પડ્યું છે. એક તરફ અધિકારીઓ કામને યોગ્ય ગણાવે છે, તો બીજી તરફ વાલીઓ તકલાદી કામને કારણે વિરોધ કરે છે. આ મુદ્દો ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણની માળખાકીય સુવિધાઓમાં વ્યાપ્ત ભ્રષ્ટાચારને ઉજાગર કરે છે. વાલીઓની માંગ છે કે તપાસ કરીને ગુણવત્તાયુક્ત કામગીરી કરવામાં આવે, જેથી બાળકોને સુરક્ષિત અને ખુલ્લા વાતાવરણમાં અભ્યાસ કરી શકે. આ કેસમાં ઉચ્ચ સ્તરીય તપાસની જરૂર છે, જેથી ભવિષ્યમાં આવા કૌભાંડો અટકે અને ગામલોકોનો વિશ્વાસ પુનઃસ્થાપિત થાય.

આ પણ વાંચો- Rajkotમાં સેલ્ફ ડ્રાઈવિંગ કાર વેચવાનું કૌભાંડ ઝડપાયું : ક્રાઈમ બ્રાન્ચે બે થાર સાથે બે આરોપીઓને પકડ્યા

અહેવાલ- સલમાન મેમણ, છોટાઉદેપુર

Tags :
Advertisement

.

×