ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 5 ડિસેમ્બરે પ્રિ-વાયબ્રન્ટ સમિટ કાર્યક્રમ ‘એક્સપોર્ટર્સ કોન્ફરન્સ’ ને સંબોધિત કરશે

10મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના પૂર્વાર્ધરૂપે, 5 ડિસેમ્બર, 2023ના રોજ અમદાવાદ ખાતે ‘એક્સપોર્ટએક્સીલરેટ: વિકસિત ભારત @2047 માટે ભારતની નિકાસ ક્રાંતિ’ (ExportEXCELerate: India’s Export Revolution for Viksit Bharat @2047) ના થીમ પર એક્સપોર્ટર્સની કોન્ફરન્સ યોજાવા જઇ રહી છે. મહાનુભાવો રહેશે...
04:39 PM Dec 02, 2023 IST | Vipul Pandya
10મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના પૂર્વાર્ધરૂપે, 5 ડિસેમ્બર, 2023ના રોજ અમદાવાદ ખાતે ‘એક્સપોર્ટએક્સીલરેટ: વિકસિત ભારત @2047 માટે ભારતની નિકાસ ક્રાંતિ’ (ExportEXCELerate: India’s Export Revolution for Viksit Bharat @2047) ના થીમ પર એક્સપોર્ટર્સની કોન્ફરન્સ યોજાવા જઇ રહી છે. મહાનુભાવો રહેશે...

10મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના પૂર્વાર્ધરૂપે, 5 ડિસેમ્બર, 2023ના રોજ અમદાવાદ ખાતે ‘એક્સપોર્ટએક્સીલરેટ: વિકસિત ભારત @2047 માટે ભારતની નિકાસ ક્રાંતિ’ (ExportEXCELerate: India’s Export Revolution for Viksit Bharat @2047) ના થીમ પર એક્સપોર્ટર્સની કોન્ફરન્સ યોજાવા જઇ રહી છે.

મહાનુભાવો રહેશે હાજર

આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ઉદ્યોગ, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન તેમજ શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂત, ઉદ્યોગ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશભાઈ પંચાલ, ભારત સરકારના વરિષ્ઠ અધિકારીઓ તેમજ એક્સપોર્ટ ઇકોસિસ્ટમની ગણમાન્ય વ્યક્તિઓ ઉપસ્થિત રહેશે અને આ કાર્યક્રમમાં સંબોધન પણ કરશે.

ઓડિયો-વિઝ્યુઅલ ફિલ્મ પ્રદર્શિત કરવામાં આવશે

રસના ઇન્ટરનેશનલના ગ્રુપ ચેરમેન પિરુઝ ખંભાતા દ્વારા સ્વાગત પ્રવચન સાથે આ કાર્યક્રમની શરૂઆત થશે. ત્યારબાદ એક્સપોર્ટ્સ અંગે એક ઓડિયો-વિઝ્યુઅલ ફિલ્મ પ્રદર્શિત કરવામાં આવશે. ટાટા કેમિકલ્સ લિ.ના ગ્લોબલ બિઝનેસ કેમિકલ્સના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને પ્રેસિડેન્ટ ઝરીર લંગ્રાના અને ભારત સરકારના નીતિ આયોગના ટ્રેડ એન્ડ કોમર્સના સિનિયર એડવાઇઝર સંજીત સિંઘ, IRS કાર્યક્રમમાં ઉપસ્થિત લોકો સમક્ષ પોતાના મંતવ્યો રજૂ કરશે. સીઆઇઆઇ ગુજરાત સ્ટેટ કાઉન્સિલના ચેરમેન અને હિટાચી હાઇરીલ પાવર ઇલેક્ટ્રોનિક્સ પ્રા.લિ.ના મેનેજિંગ ડાયરેક્ટર દર્શન શાહ દ્વારા આભારવિધિ કરવામાં આવશે.

ડિજિટલ ટ્રેડ: લીવરેજિંગ ટેક્નોલોજીસ ફોર સીમલેસ એન્ડ બાઉન્ડ્રી-ફ્રી ટ્રેડ’ વિષય ઉપર પ્લેનરી સેશન

આ ઉપરાંત, કાર્યક્રમ દરમિયાન ‘ડિજિટલ ટ્રેડ: લીવરેજિંગ ટેક્નોલોજીસ ફોર સીમલેસ એન્ડ બાઉન્ડ્રી-ફ્રી ટ્રેડ’ વિષય ઉપર એક પ્લેનરી સેશન પણ આયોજિત થશે. આ સેશન દરમિયાન થનારી ચર્ચાઓમાં કેપીએમજી ઇન્ડિયાની ટેક્નોલોજી એડવાઇઝરીના ડાયરેક્ટર ચિંતન મેહતા, અનુપમ રસાયણ ઇન્ડિયા લિ.ના મેનેજિંગ ડાયરેક્ટર આનંદ દેસાઇ, NTT ગ્લોબલ ડેટા સેન્ટર્સના સિનિયર ડાયરેક્ટર સંદીપ દાંડેકર, ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશનના ડાયરેક્ટર જનરલ અને સીઇઓ અજય સહાય, ભારત સરકારના નીતિ આયોગના વેપાર અને વાણિજ્ય તેમજ ઇન્ટરનેશનલ કોઓપરેશન એન્ડ સ્ટ્રેટેજિક ઇકોનોમિક ડાયલોગના ફેલો અને ભૂતપૂર્વ પ્રમુખ સલાહકાર અને વડા ડૉ. બદ્રીનારાયણ (પીએચડી) અને અરવિંદ લિ.ના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર કુલીન લાલભાઈ હિસ્સો લેશે.

પ્રેઝન્ટેશન અપાશે

કાર્યક્રમના સમાપન વખતે ગુજરાતના એડિશનલ DGFT અને ફોરેન ટ્રેડના ડિરેક્ટોરેટ જનરલ વીરેન્દ્ર સિંઘ (ITS), IDBI બેંકના ડેપ્યુટી મેનેજિંગ ડાયરેક્ટર સુરેશ ખતનહાર અને SIDBI બેંકના ડેપ્યુટી મેનેજિંગ ડાયરેક્ટ સુદત્તા માંડલ દ્વારા ‘એક્સપોર્ટ ફાઇનાન્સિંગ ઓપ્શન્સ ફોર માઇક્રો, સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઇઝીસ: નેવિગેટિંગ ધ લેન્ડસ્કેપ્સ’ (સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે એક્સપોર્ટ ફાઇનાન્સના વિકલ્પો) વિષય પર પ્રેઝન્ટેશન આપવામાં આવશે. આ કાર્યક્રમમાં ‘વિકસિત ભારત @2047’ માટે ગુજરાતના નિકાસ રોડમેપ અંગે ચર્ચા કરવા, તેની પરિકલ્પના કરવા અને ચાર્ટર બનાવવા માટે અનેક પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય અને વૈશ્વિક ઉદ્યોગ અગ્રણીઓ અને અન્ય સંબંધિત હિતધારકોની સહભાગિતા જોવા મળે તેવી અપેક્ષા છે.

આ પણ વાંચો----‘મંત્ર’ના સંઘર્ષને જીવનમંત્ર બનાવી દિવ્યાંગ બાળકોના જીવનનો પથ કંડારતા બીજલ હરખાણીનું BAOU ખાતે ઉદબોધન યોજાયું.

Tags :
Bhupendra PatelExporters' ConferenceGujaratpre-Vibrant SummitVibrant Gujarat 2024
Next Article