ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Bhupendra Patel : 2 નવા ફ્લાય ઓવરબ્રિજ માટે 185 કરોડ રૂપિયા ફાળવવાની મુખ્યમંત્રીની સૈદ્ધાંતિક મંજૂરી

Bhupendra Patel : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ( Bhupendra Patel ) અમદાવાદ મહાનગરમાં પાંજરાપોળ જંક્શન તથા પંચવટી જંક્શન પર બે નવા ફ્લાય ઓવર બ્રિજ બનાવવા માટે રૂ. ૧૮૫.૧૨ કરોડ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. ૧૭ મીટર પહોળો પાંજરાપોળ જંક્શન ફ્લાય...
06:14 PM Feb 16, 2024 IST | Vipul Pandya
Bhupendra Patel : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ( Bhupendra Patel ) અમદાવાદ મહાનગરમાં પાંજરાપોળ જંક્શન તથા પંચવટી જંક્શન પર બે નવા ફ્લાય ઓવર બ્રિજ બનાવવા માટે રૂ. ૧૮૫.૧૨ કરોડ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. ૧૭ મીટર પહોળો પાંજરાપોળ જંક્શન ફ્લાય...

Bhupendra Patel : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ( Bhupendra Patel ) અમદાવાદ મહાનગરમાં પાંજરાપોળ જંક્શન તથા પંચવટી જંક્શન પર બે નવા ફ્લાય ઓવર બ્રિજ બનાવવા માટે રૂ. ૧૮૫.૧૨ કરોડ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

૧૭ મીટર પહોળો પાંજરાપોળ જંક્શન ફ્લાય ઓવર બ્રિજ નિર્માણ પામશે

તદઅનુસાર, ૬૫૨ મીટર લંબાઈ સાથે ૧૭ મીટર પહોળો પાંજરાપોળ જંક્શન ફ્લાય ઓવર બ્રિજ નિર્માણ પામશે. આ માટે અંદાજે રૂ. ૮૬.૯૪ કરોડ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી શ્રી ભૂપેન્‍દ્ર પટેલે આપી છે.

પંચવટી જંક્શન પરનો ફ્લાય ઓવર રૂ. ૯૮.૧૮ કરોડના ખર્ચે નિર્માણ કરાશે

પંચવટી જંક્શન પરનો ફ્લાય ઓવર રૂ. ૯૮.૧૮ કરોડના ખર્ચે નિર્માણ કરાશે. તે ૭૭૯.૧૯ મીટર લંબાઈ ધરાવતો અને ૧૭ મીટર પહોળો બ્રિજ હશે.

સમગ્ર રાજ્યમાં 75 ફ્લાય ઓવર બનશે

સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના ફ્લાય ઓવરબ્રિજ ઘટક અન્વયે સમગ્ર રાજ્યમાં ૭૫ ફ્લાય ઓવર બનાવવાની સામે અમદાવાદ મહાનગરમાં ૨૦ ફ્લાય ઓવર બનાવવાનો નિર્ણય કરવામાં આવેલો છે.

અમદાવાદમાં 7 ફ્લાય ઓવર બનશે

રાજ્ય સરકારે અમદાવાદમાં આ પૈકીના ૭ ફ્લાય ઓવર બ્રિજ માટે રૂ. ૬૧૨.૮૬ કરોડની ફાળવણીની સૈદ્ધાંતિક અનુમતિ આપેલી છે.

‘ઈઝ ઓફ લિવિંગ’ પર ધ્યાન

હવે અમદાવાદમાં બે નવા ફ્લાય ઓવર બ્રિજ માટેની મહાનગરપાલિકાએ કરેલી દરખાસ્ત શહેરી વિકાસ વિભાગ દ્વારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રજૂ કરવામાં આવતા તેમણે ૨૦૨૩-૨૪ના વર્ષમાં થયેલી જોગવાઈઓમાંથી રૂ. ૧૮૫.૧૨ કરોડ ફાળવવા સૈદ્ધાંતિક અનુમોદન આપ્યું છે.રાજ્ય સરકારે શહેરોને આર્થિક રીતે ગતિશીલ, જીવંત, રહેવા લાયક અને પર્યાવરણની દ્રષ્ટિએ સસ્ટેઇનેબલ અને કેપેબલ બનાવવા ‘ઈઝ ઓફ લિવિંગ’ પર ધ્યાન આપવાની નેમ રાખી છે.

શહેરી વિકાસ વિભાગ માટે કુલ રૂ. ૨૧,૬૯૬ કરોડનું બજેટ

આ હેતુસર શહેરોમાં માર્ગો, પુલો, પાણી પુરવઠો, ગટર વ્યવસ્થા, આરોગ્ય અને પરિવહન જેવી માળખાકીય સગવડો સુદ્રઢ કરવા સહિતના શહેરી આયોજન અને વહીવટમાં ક્વોલિટેટીવ ચેન્‍જ માટે આ વર્ષના બજેટમાં શહેરી વિકાસ વિભાગ માટે કુલ રૂ. ૨૧,૬૯૬ કરોડનું બજેટ ફાળવાયું છે.

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વધુ ત્રણ વર્ષ ચાલશે

મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ તેમજ શહેરી વિકાસ સત્તામંડળોમાં બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસેલિટીઝના કામો વધુ સંગીન બનાવવા આ વર્ષના બજેટમાં રૂ. ૮૬૩૪ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. શહેરોના સર્વાંગી વિકાસ માટેની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વધુ ત્રણ વર્ષ એટલે કે, ૨૦૨૬-૨૭ સુધી ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો-----AHMEDABAD POLICE : શહેરના તમામ PI બદલાઇ જશે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
AhmedabadAhmedabad MAHANAGARPALIKAAhmedabad municipalityBhupendra Patelfly overbridgesGujaratGujarat FirstUrban development
Next Article