ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

બાળ આયોગે અમદાવાદ સેવન્થ ડે શાળાના વિદ્યાર્થીની હત્યાની લીધી નોંધ; મંગાવ્યા તમામ રિપોર્ટ

શાળામાં બનેલી ઘટના, શાળા દ્વારા લેવાયેલા પગલાં, પોલીસ દ્વારા લેવાયેલા પગલાંઓ અંગે બાળ આયોગ દ્વારા રિપોર્ટ માંગ્યો
03:53 PM Aug 21, 2025 IST | Mujahid Tunvar
શાળામાં બનેલી ઘટના, શાળા દ્વારા લેવાયેલા પગલાં, પોલીસ દ્વારા લેવાયેલા પગલાંઓ અંગે બાળ આયોગ દ્વારા રિપોર્ટ માંગ્યો

અમદાવાદ : અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે શાળામાં બનેલી હત્યાની ઘટનાનો રિપોર્ટ બાળ આયોગ દ્વારા પોલીસ પાસેથી માંગવામાં આવ્યો છે. બાળ આયોગના ચેરમેન ધર્મિષ્ઠા ગજ્જર દ્વારા હત્યાની ઘટનાને ગંભીરતાથી લઈને ઘટનાની નોંધ લેવામાં આવી છે. આ ઘટનાને લઈને તેઓ ગંભીરતાથી પગલાં ભરવામાં માંગે છે, તો આગળના સમયમાં બીજી કોઈ શાળામાં આવી દુ:ખદ ઘટના ન ઘટે તે માટે પોલીસના રિપોર્ટ થકી નવી રૂપરેખા તૈયાર કરશે.

બાળ આયોગની ગંભીર નોંધ

ગુજરાત રાજ્ય બાળ અધિકાર સુરક્ષા આયોગે આ ઘટનાને “અત્યંત ગંભીર અને ચિંતાજનક” ગણાવી છે. આયોગે અમદાવાદ પોલીસ અને શાળા તંત્ર પાસેથી વિગતવાર રિપોર્ટ માગ્યો છે, જેમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે.

આયોગે સ્પષ્ટ કર્યું કે આ રિપોર્ટના આધારે રાજ્યની અન્ય શાળાઓમાં આવી ઘટનાઓ રોકવા માટે જરૂરી ભલામણો અને નીતિઓ ઘડવામાં આવશે. આયોગના અધ્યક્ષે જણાવ્યું, “બાળકોની સુરક્ષા અને માનસિક સ્વાસ્થ્ય એ આપણી પ્રાથમિકતા છે. આ ઘટના શાળાઓની નબળી સુરક્ષા વ્યવસ્થા અને બાળકોની મનોસ્થિતિ પર ધ્યાન ન આપવાનું પરિણામ છે.”

જણાવી દઈએ કે, સેવન્થ સ્કૂલમાં બીજા દિવસે પણ હોબાળો થયો હતો. પરિજનોએ આરોપ લગાવ્યો હતો કે, અમે શાળાના શિક્ષકોને કહ્યું હતુ કે, દસમા ધોરણનો વિદ્યાર્થી ચપ્પુ લઈને આવે છે. પરંતુ શાળાએ કોઈ પગલાં ભરવાની જગ્યાએ એવો જવાબ આપ્યો હતો કે, અહીં તો ચોથા ધોરણમાં ભણતો વિદ્યાર્થી પણ ચપ્પુ લઈને આવે છે.

હત્યા પછી શાળામાં ચાલતી અનેક રીતની બેદરકારીઓ સામે આવી રહી છે. સેવન્થ ડે શાળામાં ભણતા વિદ્યાર્થીઓ શાળા બહાર આવેલા પાર્લરો પર જઈને સિગરેટો પીતા હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે, પરંતુ તે છતાં વિદ્યાર્થીઓ સામે શિક્ષાત્મક પગલા લેવાતા નથી કે શાળાની આસપાસ ધ્રૂમપાન જેવી ચીજવસ્તુઓ વેચનારાઓને પણ કંઈ કહેવામાં આવી રહ્યું નથી.

અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે એડવેન્ટિસ્ટ સ્કૂલના શાંત પરિસરમાં તે દિવસે હડકંપ મચી ગયો જ્યારે ધોરણ 8ના એક સગીર વિદ્યાર્થીએ ધોરણ 10ના વિદ્યાર્થી નયનની છરીના ઘા ઝીંકીને હત્યા કરી નાખી. 19 ઓગસ્ટની આ ચોંકાવનારી ઘટનાએ શહેરના શૈક્ષણિક અને સામાજિક વર્તુળોમાં આઘાતની લાગણી ફેલાવી દીધી છે. નયનના રક્તરંજિત શરીરે શાળાના ગલિયારામાંથી નિકળીને હોસ્પિટલમાં જીવનનો છેલ્લો શ્વાસ લીધો પરંતુ આ ઘટનાના પડઘા ગુજરાતભરમાં ગુંજી રહ્યા છે.

બપોરનો સમય હતો, શાળાના બાળકો રિસેસમાં હસી-ખેલી રહ્યા હતા. એવામાં નયન અને ધોરણ 8ના એક સગીર વિદ્યાર્થી વચ્ચે નાનકડી બોલાચાલી થઈ. બાળકોની નાની-મોટી ઝઘડાઓ સામાન્ય હોય છે, પરંતુ આ વખતે બાબત હાથમાંથી નીકળી ગઈ. આરોપી સગીરે જેની ઉંમર માત્ર 13-14 વર્ષની હોવાનું કહેવાય છે, ગુસ્સામાં આવીને પોતાની બેગમાંથી છરી કાઢી અને નયન પર હુમલો કર્યો. શાળા સ્ટાફ તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં નિષ્ફળતા રહ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે. થોડી જ વારમાં નયનનું મૃત્યુ થયું, અને શાળાનું શાંત વાતાવરણ શોકમાં ફેરવાઈ ગયું.

સોશિયલ મીડિયા અને હિંસક સંસ્કૃતિનો પ્રભાવ

આ ઘટનાએ બાળકોની વધતી હિંસક વૃત્તિ અને તેના પાછળના કારણો પર પણ પ્રકાશ પાડ્યો છે. નિષ્ણાતોનું માનવું છે કે સોશિયલ મીડિયા, હિંસક ફિલ્મો, અને વીડિયો ગેમ્સનો બાળકોની મનોસ્થિતિ પર ઊંડો પ્રભાવ પડી રહ્યો છે. અમદાવાદના મનોવૈજ્ઞાનિક ડૉ. હર્ષા મહેતાએ જણાવ્યું, “આજના બાળકો સોશિયલ મીડિયા પર હિંસક કન્ટેન્ટ અને ઝઘડાઓના વીડિયોના સંપર્કમાં આવે છે, જે તેમનામાં આક્રમકતા વધારે છે. શાળાઓએ બાળકોના માનસિક સ્વાસ્થ્ય અને સંઘર્ષ નિવારણની તાલીમ પર ધ્યાન આપવું જોઈએ.”

આ પણ વાંચો-Banas Dairy એ જાહેર કર્યો ઐતિહાસિક ભાવફેર નફો, મંડળીઓ દ્વારા 778.12 કરોડ ભાવ ફેર ચૂકવાશે

Tags :
#ChildCommission#SeventhDSchool#StudentMurderAhmedabadSchoolSafety
Next Article