Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Junagadh: ટ્રેકિંગ દરમ્યાન અચાનક મધમાખીનું ઝુંડ આવી જતા દોડધામ, બાળકોને સારવાર અર્થે ખસેડાયા

જુનાગઢમાં ટ્રેકિંગ કરતા બાળકોને મધમાખીનો ભોગ બન્યા હતા. મધમાખીએ ડંખ મારતા બાળકો સહિત અન્ય લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
junagadh  ટ્રેકિંગ દરમ્યાન અચાનક મધમાખીનું ઝુંડ આવી જતા દોડધામ  બાળકોને સારવાર અર્થે ખસેડાયા
Advertisement
  • જૂનાગઢમાં ટ્રેકિંગ કરતા બાળકો બન્યા મધમાખીનો ભોગ
  • 15 જેટલા બાળકોને ડંખ મારતા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા
  • ફાયર, એમ્બ્યુલન્સ સહિતનો કાફલો પહોંચ્યો હતો ભવનાથ

જૂનાગઢ (Junagadh ) ના ગિરનાર પર્વત (Girnar Mountain) પર ટ્રેકિંગ (Tracking)નું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકો ટ્રેકિંગ કરી રહ્યા હતા. તે દરમ્યાન અચાનક જ મધમાખીઓ ઉડતા ટ્રેકિંગ કરી રહેલ બાળકો મધમાખીઓ કરડતા (Bee sting) થોડા સમય માટે નાસભાગ મચી જવા પામી હતી. 15 જેટલા બાળકોને મધમાખી કરડતા 15 જેટલા બાળકોને નાની મોટી ઈજાઓ થતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

અચાનક મધમાખીનું ઝુંડ આવી ચડ્યું

ગિરનાર પર્વતના પાજ નાકાં પુલ નજીક જોગણીયા ડુંગર (joganiya parvat) પર ઘટના બનવા પામી હતી. તમામ બાળકોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ (Civil Hospital)માં ખસેડવામાં આવ્યા હતા. ટ્રેકિંગ દરમ્યાન અચાનક મધમાખીનું ઝુંડ આવી ચડતા આ ઘટના બની હતી. મધમાખીઓ કરડવા લાગતા બાળકોમાં પણ દોડધામ મચી ગઈ હતી.

Advertisement

ડો. કૃતાર્થ બ્રહ્મભટ્ટ (સુપ્રીટેન્ડ, જુનાગઢ સિવિલ હોસ્પિટલ)

હાલ તમામ બાળકોની તબીયત સુધારા પર

આ બાબતે જુનાગઢ સિવિલ હોસ્પિટલનાં સુપ્રિટેન્ડન્ટ ડો. કૃતાર્થ બ્રહ્મભટ્ટે (junagadh Civil Supretendent Dr.krutarth Brahmbhatt) જણાવ્યું હતું કે, આજ રોજ જૂનાગઢ (junagadh) ખાતે ગિરનાર ક્ષેત્રમાં ટ્રેકીંગ કેમ્પ (Trecking Camp) દરમ્યાન 8 થી 13 વર્ષના બાળકો પર મધમાખીએ હુમલો કરતા 35 જેટલા બાળકોને સારવાર અર્થે જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તમામ બાળકોને સિવિલ હોસ્પિટલ ખાતે ગુણવત્તા સભર સારવાર આપવામાં આવેલ છે. તમામ બાળકોની કંડીશન સ્ટેબલ છે. તેમજ એક બાળકની હાલત ગંભીર જણાતા તેને ઈન્ટરનસેપ કેર યુનિટમાં સારવાર આપવામાં આવી રહી છે. તેમજ હાલ તેની હાલત સુધારા પર છે.

Advertisement

કનુભાઈ પરમાર (ફાયર કર્મચારી, જુનાગઢ)

આ પણ વાંચોઃ Banaskantha: ભાભરમાં આતંક મચાવનારા અસામાજિક તત્વોની ધરપકડ, તીક્ષ્ણ હથિયાર વડે કર્યો હતો હુમલો

બાળકોનું રેસ્ક્યું કરી સારવાર અર્થે ખસેડાયા

ફાયર કર્મચારી કનુભાઈ પરમારે જણાવ્યું હતું કે, આજ રોજ સવારે ફોન આવ્યો હતો કે જૂનાગઢ ભવનાથ રોડ પર આવેલ જોગણીયા ડુંગર પર મધમાખી ઉડતા બાળકો ડુંગળ પર ચડી ગયા હતા. જે બાદ ફાયર વિભાહ દ્વારા તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી બાળકોનું રેસ્ક્યું કરી તમામ લોકોને સારવાર અર્થે દવાખાને ખસેડવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ Vadodra: સાવલીમાં ઓવર લોડ ડમ્પરની અડફેટે શ્રમજીવી યુવકનું મોત

Tags :
Advertisement

.

×