China આવી ગયું લાઇન પર..કહ્યું...પૂર્વ લદ્દાખની મડાગાંઠ ઉકેલાશે
- પૂર્વી લદ્દાખમાં બંને સેનાઓ વચ્ચેની મડાગાંઠને સમાપ્ત કરવા માટે ભારત સાથે કરાર
- આગળ જતાં ચીન આ પ્રસ્તાવોને લાગુ કરવા માટે ભારત સાથે મળીને કામ કરશે
- વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર પેટ્રોલિંગ પર ચીન સાથે સમજૂતી
China Confirmed : ચીને પુષ્ટિ ( China Confirmed) કરી છે કે પૂર્વી લદ્દાખમાં બંને સેનાઓ વચ્ચેના મડાગાંઠને સમાપ્ત કરવા માટે ભારત સાથે કરાર થઇ જશે. ઉલ્લેખનિય છે કે ચીન અને ભારત સરહદ સંબંધિત મુદ્દાઓ પર રાજદ્વારી અને સૈન્ય ચેનલો દ્વારા વાટાઘાટો કરી રહ્યા છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાને એક મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું હતું. હવે બંને પક્ષો એવા મુદ્દાઓ પર એક નિરાકરણ પર પહોંચી ગયા છે જેના વિશે ચીન હંમેશા કહેતું આવ્યું છે. તેમણે કહ્યું કે આગળ જતાં ચીન આ પ્રસ્તાવોને લાગુ કરવા માટે ભારત સાથે મળીને કામ કરશે. જોકે, તેમણે વિગતો આપવાનો ઈન્કાર કર્યો હતો.
મોદી અને જિનપિંગની મુલાકાત પર શું કહ્યું
રશિયાના કઝાનમાં બ્રિક્સ સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચેની દ્વિપક્ષીય બેઠક પર તેમણે કહ્યું કે જો કંઈપણ પ્રકાશમાં આવશે તો અમે તમને અપડેટ રાખીશું. તમને જણાવી દઈએ કે ભારતે સોમવારે જાહેરાત કરી હતી કે તે પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર પેટ્રોલિંગ પર ચીન સાથે સમજૂતી પર પહોંચી ગયું છે, જે બંને વચ્ચે ચાર વર્ષથી વધુ સમયથી ચાલી રહેલા સૈન્ય અવરોધને સમાપ્ત કરવામાં મદદ કરશે. આ સેના એક મોટી સફળતા છે.
સંયુક્ત પેટ્રોલિંગ કરવા સંમત
તમને જણાવી દઈએ કે, 21 ઓક્ટોબર, 2024ના સોમવારે સમાચાર આવ્યા હતા કે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર પૂર્વી લદ્દાખ વિસ્તારમાં મડાગાંઠ અને તણાવ ઘટાડવા માટે ભારત અને ચીન દ્વારા એક મોટી પહેલ કરવામાં આવી છે. ભારત અને ચીન બંને પૂર્વ લદ્દાખમાં સંયુક્ત પેટ્રોલિંગ કરવા સંમત થયા છે. પીએમ મોદી બ્રિક્સ સમિટ માટે રશિયા જવા રવાના થયા તેના એક દિવસ પહેલા જ આ સમાચાર આવ્યા છે.
આ પણ વાંચો----લેબનોનમાં પેજર હુમલાથી ભારત ચેતી ગયું! ચીની ઉપકરણો પર પ્રતિબંધની તૈયારી
પેટ્રોલિંગ અંગે સમજૂતી થઈ
આ સંદર્ભમાં વિદેશ સચિવ વિક્રમ મિસરીએ જણાવ્યું હતું કે ભારત અને ચીનના વાટાઘાટકારો પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર પેટ્રોલિંગને લઈને સમજૂતી પર પહોંચ્યા છે. વિદેશ સચિવે જણાવ્યું હતું કે બાકીના મુદ્દાઓને ઉકેલવા માટે છેલ્લા કેટલાક અઠવાડિયાથી ભારતીય અને ચીનના વાટાઘાટકારો સંપર્કમાં હતા. તે સમજાય છે કે કરાર ડેપસાંગ અને ડેમચોક વિસ્તારોમાં પેટ્રોલિંગ સાથે સંબંધિત છે.
દ્વિપક્ષીય બેઠક થઇ શકે
આ સમજૂતીના સમાચાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે રશિયન શહેર કઝાનની મુલાકાતના એક દિવસ પહેલા આવ્યા હતા. આ સમજૂતી બાદ આશા છે કે પીએમ મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ બ્રિક્સ સમિટના અવસર પર દ્વિપક્ષીય બેઠક કરી શકે છે.
શું મોદી-જિનપિંગની મુલાકાત થશે?
મળતી માહિતી મુજબ, દાડેપસાંગ મેદાનો અને ડેમચોક એવા બિંદુઓમાં સામેલ છે કે જેના પર વિવાદ ચાલી રહ્યો છે, હવે આ બે સ્થળોએ પણ સંયુક્ત પેટ્રોલિંગ કરવામાં આવશે. મિસરીને પૂછવામાં આવ્યું કે શું પીએમ મોદી કાઝાનમાં બ્રિક્સ સમિટ દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરશે. આ પ્રશ્ન પર તેમણે કહ્યું કે તાજેતરના અઠવાડિયાથી બંને દેશો વચ્ચે રાજદ્વારી અને સૈન્ય સ્તરે વાતચીત ચાલી રહી છે. અમે હજુ પણ બંને પક્ષો તરફથી કોઈપણ દ્વિપક્ષીય બેઠક માટે સમય અને વિગતોનું સંકલન કરી રહ્યા છીએ.
આ પણ વાંચો---India China Border : ભારત અને ચીન વચ્ચે થયો મોટો કરાર,જાણો વિદેશ સચિવે શું કહ્યું?