Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

China : શક્તિશાળી ભૂકંપમાં નર્સોએ નવજાત બાળકોનો બચાવ્યો જીવ,જુઓ video

મ્યાનમારમાં ભૂકંપે મોટી તબાહી સર્જી ચીનની એક હોસ્પિટલના વિડીયો આવ્યો સામે નર્સોએ નવજાત બાળકોનો બચાવ્યો જીવ China earthquake: મ્યાનમારમાં ભૂકંપે મોટી તબાહી સર્જી છે અને મ્યાનમારમાં વારંવાર આવી રહેલા ભૂકંપની અસર ચીનમાં પણ જોવા મળે છે. 72 કલાકમાં અનેક...
china   શક્તિશાળી ભૂકંપમાં નર્સોએ નવજાત બાળકોનો બચાવ્યો જીવ જુઓ video
Advertisement
  • મ્યાનમારમાં ભૂકંપે મોટી તબાહી સર્જી
  • ચીનની એક હોસ્પિટલના વિડીયો આવ્યો સામે
  • નર્સોએ નવજાત બાળકોનો બચાવ્યો જીવ

China earthquake: મ્યાનમારમાં ભૂકંપે મોટી તબાહી સર્જી છે અને મ્યાનમારમાં વારંવાર આવી રહેલા ભૂકંપની અસર ચીનમાં પણ જોવા મળે છે. 72 કલાકમાં અનેક આંચકા આવ્યા પછી મ્યાનમાર થાઈલેન્ડમાં સૌથી વધુ નુકસાન થયું છે.હજુ પણ ભૂકંપના આંચકા આવી રહ્યા છે ત્યારે સ્થાનિકોના જીવ પડિકે બંધાયા છે,પરંતુ આ ભૂકંપના અહેવાલો વચ્ચે તાજેતરમાં ચીનનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.વીડિયોમાં ભૂકંપના આંચકાને કારણે હોસ્પિટલનો રુમ ડોલી રહ્યો હતો, જ્યારે નવજાત બાળકોને હિંમતપૂર્વક બચાવ્યા હતા.

ચીન એક હોસ્પિટલના સીસીટીવી થયા વાયરલ

ચીનના યુન્નાન સ્થિત એક હોસ્પિટલના સીસીટીવી (China hospital video)ફૂટેજ વાઈરલ થઈ રહ્યા છે, જેમાં બે ડિલિવરી વોર્ડની નર્સ નવજાત બાળકોને બચાવવા માટે નર્સોએ પોતાનો જીવ જોખમમાં મૂકીને બાળકોને બચાવ્યા હતા.સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા વીડિયોમાં એક વોર્ડ જોવા મળ્યો હતો, જેમાં ભૂકંપ આવ્યો ત્યારે ઘોડિયામાં બાળકો જોવા મળ્યા હતા.

Advertisement

Advertisement

આ પણ  વાંચો -લોકશાહી કે રાજાશાહી...શું હશે નેપાળનું ભવિષ્ય? સળગતો સવાલ !!!

નર્સોએ નવજાત બાળકોનો બચાવ્યો જીવ

ભૂકંપના આંચકાને કારણે ઘોડિયા પણ જોરદાર હાલકડોલક થયેલા જોવા મળ્યા હતા. હોસ્પિટલની દીવાલો પણ જોરદાર આંચકા આવી રહ્યા હતા, જ્યારે એક નર્સ તો ફર્શ પર બેસીને બાળકને ખોળામાં રાખી લીધું હતું, જ્યારે બીજી નર્સે તો બે હાથે ઘોડિયાને પકડી રાખ્યા હતા, જેથી કોઈ બાળક પડે નહીં. આમ છતાં સમગ્ર બિલ્ડિંગના રુમ હાલકડોલક થવા છતાં નર્સો હિંમત હારી નહોતી.

આ પણ  વાંચો -વિદેશી વિદ્યાર્થીઓને અમેરિકન કોલેજમાં પ્રવેશ મળશે નહિં! જાણો શું છે ટ્રમ્પ સરકારની નવી 'યોજના'

ભૂકંપમાં 1,600થી વધુ લોકોના મોત

મ્યાનમારમાં શુક્રવારે બપોરે આવેલા શક્તિશાળી ભૂકંપમાં અત્યાર સુધીમાં 1,600થી વધુ લોકોના મોત થયા છે, જ્યાર 3,400 લોકોને ઈજા પહોંચી છે. ભૂકંપ પછી આફ્ટરશોક્સ આવવાના ચાલુ છે ત્યારે શુક્રવારે ચીનની એક હોસ્પિટલના વિઝ્યુઅલ્સ વાઈરલ થયા છે.ભૂકંપના આંચકા તીવ્ર બન્યા પછી પાણીનું ફિલ્ટર ધ્રૂજવા લાગ્યું હતું, જેના કારણે પાણી આખા ફ્લોર પર છલકાયું હતું. ભૂકંપના આંચકા વચ્ચે પણ ભીના ફર્શ પર બાળકને લઈ બેસી રહી હતી અને ડર્યા વિના બાળકોને સાથે રાખ્યા હતા. પહેલી નર્સ તો એક જ ઝટકામાં ફર્શ પર ઘસડાઈ હતી, પરંતુ નવજાતને બચાવ્યા હતા.વીડિયો વાઈરલ થયા પછી સોશિયલ મીડિયા પર નર્સોની લોકોએ પ્રશંસા કરી હતી.

Tags :
Advertisement

.

×