HENIPAVIRUS : ચાઇનામાં મળ્યો મહામારી ફેલાવી શકે તેવો હેનિપાવાયરસ, વૈજ્ઞાનિકોએ સાવચેત કર્યા
- ચાઇનીઝ વૈજ્ઞાનિકો દ્વારા સંશોધન પત્ર રજુ કરવામાં આવ્યું
- તેમાં ઘાતક હેનિપાવાયરલનો ઉલ્લેખ અને ભયસ્થાનો જણાવાયા
- આ વાત સામે આવતા દુનિયા પર વધુ એક મહામારીનો ભય પ્રસરી રહ્યો છે
HENIPAVIRUS : દુનિયામાં કોરોના (CORONA) જેવી બીજી મહામારી (PENDEMIC) ફેલાવવાની શક્યતાઓ નજીક આવી રહી હોય તેમ લાગી રહ્યું છે. ચીની વૈજ્ઞાનિકોએ (CHINESE SCIENTISTS) એક નવો હેનિપાવાયરસ (HENIPAVIRUS) શોધી કાઢ્યો છે. જે મોટાભાગે ચામાચીડિયામાં (BAT) જોવા મળે છે, અને આ ખૂબ જ ઘાતક વાયરસ છે. ચીની વૈજ્ઞાનિકોએ આ વાયરસ ગ્રસ્ત થવાના કારણે મૃત્યુની 75% શક્યતાની આગાહી કરી છે. જોકે હજુ સુધી આ વાયરસથી માનવ સંક્રમિત થયાનો કોઈ કેસ જોવા મળ્યો નથી, પરંતુ જો આ ચેપ મનુષ્યોમાં ફેલાય તો તે ખતરનાક અને જીવલેણ સાબિત થઈ શકે છે. ચીની વૈજ્ઞાનિકોએ એક સંશોધનમાં વાયરસની શોધની પુષ્ટિ કરી છે.
PLOS પેથોજેન્સ નામના જર્નલમાં સંશોધન પ્રકાશિત કર્યું
ચીનના યુનાન (YUNNAN - CHINA) પ્રાંતના સંશોધકોએ લેબમાં 20 ચામાચીડિયામાંથી મળેલા વાયરસનું પરીક્ષણ કર્યું છે, જેમાંથી 2 ચામાચીડિયામાં 2 નવા વાયરસ મળી આવ્યા છે. જેને યુનાન બેટ હેનિપાવાયરસ-1 અને યુનાન બેટ હેનિપાવાયરસ-2 નામ આપવામાં આવ્યું છે. આ વાયરસ નિપાહ અને હેન્ડ્રા વાયરસ ને 70 ટકા મળતો આવે છે. આ વાયરસ ચામાચીડિયાની કિડનીમાં જોવા મળ્યો છે. આ સંશોધન 2017 થી ચાલી રહ્યું છે. તે બાદ 10 પ્રજાતિઓના 142 ચામાચીડિયામાંથી કિડનીના નમૂના લેવામાં આવ્યા છે. જેમાં કુલ 22 પ્રકારના વાયરસ મળી આવ્યા છે. તે પૈકી 2 હેપિના વાયરસ છે. તાજેતરમાં, સંશોધકોએ PLOS પેથોજેન્સ નામના જર્નલમાં તેમનું સંશોધન પ્રકાશિત કર્યું છે. જેનો અહેવાલ મીડિયા સુધી પહોંચ્યો અને વિશ્વને નવા વાયરસ વિશે ખબર પડી છે.
હેનિપાવાયરસ કેવી રીતે ફેલાઈ શકે છે ?
સંશોધન મુજબ, જો ચામાચીડિયાની કિડનીમાં હેનિપાવાયરસ જોવા મળે છે, તો તે પેશાબમાં પણ તેની હાજરી હોઈ શકે છે. આ સ્થિતિમાં ચામાચીડિયાના પેશાબ દ્વારા વાયરસ ફેલાઈ શકે છે. ચામાચીડિયા બગીચાઓ અને ખેતરોમાં છુપાયેલા રહે છે. તેઓ ફળો, શાકભાજી, પાક અને પાણી પર પેશાબ કરી શકે છે. જો કોઈ દૂષિત ફળો, શાકભાજી ખાય છે અથવા દૂષિત પાણી પીવે છે, તો તે વાયરસનો ભોગ બની શકે છે. વાઇરોલોજિસ્ટ ડૉ. વિનોદ બાલાસુબ્રમણ્યમે આ રીતે વાયરસ ફેલાવાની શક્યતા અંગે ચિંતા વ્યક્ત કરી છે.
લક્ષણો અને તેની ભયાવહતા કેટલી ?
સંશોધન મુજબ, વાયરસના ચેપના પ્રારંભિક લક્ષણો અંતર્ગત એન્સેફાલીટીસ (મગજમાં સોજો) અને શ્વસન રોગ થાય છે. જો કોઈ માણસ તેનાથી પ્રભાવિત થાય છે, તો મૃત્યુની શક્યતા 75% છે. જોકે વાયરસથી સંક્રમિત થયેલા કોઈ પણ વ્યક્તિનો કેસ હજીસુધી નોંધાયો નથી, છતાં આપણે સાવધ રહેવાની જરૂર છે. લોકોએ ધ્યાન રાખવું પડશે કે ફળો અને શાકભાજીને શુદ્ધ કરવા માટે, તેમને પાણીમાં ઉકાળીને ખાવું જોઈએ. ગમે ત્યાં વહેતું પાણી પીવાનું ટાળો.
આ પણ વાંચો --- Pakistan : બલુચિસ્તાનમાં થયેલ કુલ 3 અથડામણોમાં પાકિસ્તાનના 15 સૈનિકો માર્યા ગયા